સરકારી અધિકારીઓ ફોન ઉપાડીને 'હેલ્લો' ના બદલે બોલશે 'વંદે માતરમ્'
મુંબઈ, તા. 15 ઓગસ્ટ 2022 સોમવાર
મહારાષ્ટ્રમાં નવનિયુક્ત મંત્રી સુધીર મુનગંટીવારએ રવિવારે કહ્યુ કે રાજ્ય સરકારના તમામ અધિકારીઓએ કાર્યાલયોમાં ફોન કોલ્સ ઉઠાવીને 'હેલ્લો' ના બદલે 'વંદે માતરમ્' કહેવાનુ રહેશે.
મુનગંટીવારએ કહ્યુ, આપણે આઝાદીના 76મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. તેથી હુ ઈચ્છુ છુ કે અધિકારી ફોન ઉઠાવીને 'હેલ્લો'ના બદલે 'વંદે માતરમ્' કહે. તેમણે કહ્યુ કે આ બાબત સત્તાકીય સરકારી આદેશ 18 ઓગસ્ટ સુધી આવી જશે. મંત્રીએ કહ્યુ, હુ ઈચ્છુ છુ કે રાજ્યના તમામ સરકારી અધિકારી આગામી વર્ષે 26 જાન્યુઆરી સુધી 'વંદે માતરમ્' કહે.
ઉલ્લેખનીય છેકે મહારાષ્ટ્રમાં ખૂબ જ વિલંબ બાદ શિંદે સરકારના મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી રવિવારે કરી દેવાઈ છે. આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેને MRDC અને શહેરી વિકાસ વિભાગની જવાબદારી મળી છે.
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગૃહ અને નાણા મંત્રાલયની જવાબદારી મળી છે. ચંદ્રકાન્ત પાટીલને ઉચ્ચ અને ટેકનોલોજી શિક્ષણ વિભાગ અને સુધીર મુનગંટીવારને વન વિભાગની જવાબદારી મળી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની મંજૂરી બાદ વિભાગની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે.
Comments
Post a Comment