વર્ષ 2004-05થી 2020-21 વચ્ચે પક્ષોને 15 હજાર કરોડનું ગુપ્ત દાન મળ્યું


- 35 રાજકીય પક્ષોના વિશ્લેષણમાં એડીઆરનો દાવો

- ચૂંટણી બોન્ડથી વર્ષ 2020-21માં આઠ રાષ્ટ્રીય પક્ષોને 426 કરોડ જ્યારે 27 સ્થાનિક પક્ષોને 263 કરોડ રૂ. મળ્યા 

- રૂ. 178 કરોડ સાથે કોંગ્રેસ પ્રથમ, 100 કરોડ સાથે ભાજપ બીજા અને 96 કરોડ સાથે વાયએસઆર કોંગ્રેસ ત્રીજા ક્રમે

નવી દિલ્હી : એડીઆરનો દાવો છે કે રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષોને વર્ષ ૨૦૦૪-૦૫ અને વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન અજાણ્યા સ્રોતોં પાસેથી ૧૫,૦૭૭.૯૭ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. જેમાં વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન આ પક્ષોને કુુલ ૬૯૦.૬૭ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. એડીઆર દ્વારા આ તારણ માટે આઠ રાષ્ટ્રીય પક્ષો અને ૨૭ સ્થાનિક પક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  

આ રાજકીય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, એનસીપી, બસપા વગેરેનો પણ સમાવેશ કરાયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કોંગ્રેસને અજાણ્યા સ્રોતો દ્વારા ૧૭૮.૭૮૨ કરોડ રૂપિયા મળ્યા હતા. જે પક્ષોને મળેલી કુલ રકમના ૪૧.૮૯ ટકા છે. ભાજપે અજાણ્યા સ્રોતો પાસેથી ૧૦૦.૫૦૨ કરોડ રૂપિયા મેળવ્યા હતા. જે પક્ષોને મળેલી કુલ રકમના ૨૩.૫૫ ટકા છે. 

અન્ય પક્ષો જેમ કે વાયએસઆર કોંગ્રેસને ૯૬ કરોડ, ડીએમકેને ૮૦ કરોડ, બીજેડીને ૬૭ કરોડ, એમએનએસને ૫.૭૭૩ કરોડ, આપને ૫.૪ કરોડ મળ્યા હતા. ચૂંટણી બોન્ડ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૬૯૦.૬૭ કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાં આઠ રાષ્ટ્રીય પક્ષોને ૪૨૬ કરોડ જ્યારે સ્થાનિક ૨૭ પક્ષોને ૨૬૩ કરોડ મળ્યા હતા. એડીઆરએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૦૪-૦૫ અને ૨૦૨૦-૨૧ દરમિયાન કૂપનના માધ્યમથી કોંગ્રેસ અને એનસીપીને કુલ ૪૨૬૧.૮૩ કરોડ રૂપિયા મળ્યા હતા. વર્ષ ૨૦૨૦-૨૧ માટે સાત રાજકીય પક્ષોની ઓડિટ અને યોગદાનના રિપોર્ટ બન્ને વચ્ચે તફાવત જોવા મળ્યો છે. આ સાત પક્ષોમાં એઆઇટીસી, ભાકપા, આપ, શિઅદ, કેસી-એમ, એઆઇએફબી અને એઆઇયુડીએફનો સમાવેશ થાય છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો