ડોલર સામે રૂપિયો 80.12ની સૌથી નીચી સપાટીએ ખુલ્યો


અમદાવાદ, તા. 29 ઓગષ્ટ 2022, સોમવાર

શુક્રવારે અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ફુગાવો ડામવા માટે વ્યાજ દર વધારવા જ પડશે એવો સ્પષ્ટ સંકેત આપ્યા બાદ શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. આ વેચવાલી સાથે અમેરિકન ડોલર મજબૂત થઈ ગયો છે. ડોલર વધતા ભારતીય રૂપિયો ફરી એકવાર 80ની સપાટી તોડી નીચે ઉતરી ગયો છે. આ સાથે રૂપિયો 80.12ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ ખુલ્યો છે.

ભારતમાં શેરબજારમાં કામકાજ શરૂ થાય અને એમાં ઘટાડો જોવા મળે એવી સ્થિતિમાં ડોલર સામે રૂપિયો 21 પૈસા તૂટી 80.12ની સપાટી ઉપર ખુલ્યો છે. શુક્રવારે જ્યારે અમેરિકન બજાર તૂટી રહ્યા હતા ત્યારે નોન ડિલિવરીબલ ફોરવર્ડ માર્કેટમાં રૂપિયો 80ના સ્તરથી નીચે હતો. ભારતમાં આયાત વધી રહી છે એટલે ફોરેક્સ રિઝર્વ ઘટી રહ્યા છે ત્યારે શેરબજારમાં કડાકા સાથે રૂપિયો હજી ઘટી શકે છે. 

આ પણ વાંચોઃ આર્થિક કટોકટી- રૂપિયો 80 નજીક, ભારતનું ફોરેક્સ રિઝર્વ 2 વર્ષના તળિયે


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો