Popular posts from this blog
તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે
તાઈપેઈ, તા.4 સપ્ટેમ્બર 2020, શુક્રવાર ભારતની જેમ ચીનનો તાઈવાન સાથે પણ ટકરાવ ચાલી રહ્યો છે.જે હવે વધારે ઉગ્ર બને તેવી સંભાવના છે. કારણકે એવા અહેવાલ મળી રહ્યા છે કે, પોતાની હવાઈ સીમામાં ઘૂસેલા ચીનના સુખોઈ-35 ફાઈટર જેટને તાઈવાને તોડી પાડ્યુ છે.જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે. જોકે બંને દેશ હજી સુધી આ બાબતે કશું બોલવા માટે તૈયાર નથી.પણ એવો દાવો કરાઈ રહ્યો છે કે, તાઈવાનની હવાઈ સીમામાં ઘુસેલા આ લડાકુ વિમાનને પાછા જવા માટે તાઈવાને ચેતવણી આપી હતી પરંતુ એ પછી પણ વિમાન તાઈવાન એરસ્પેસમાં ઉડતુ રહ્યુ હતુ.જેના પગલે તાઈવાને અમેરિકન બનાવટની પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને આ વિમાન તોડી પાડ્યુ હતુ.આ ઘટનામાં પાયલોટ ઘાયલ થયો છે. જે અહેવાલ મળી રહ્યા છે તે સાચા હોય તો બંને દેશો વચ્ચે તનાવ વધારે ભડકી શકે છે.કારણકે ચીન છેલ્લા કેટલાય દિવસોથી પોતાના ફાઈટર જેટ્સને તાઈવાનની હવાઈ સીમામાં મોકલી રહ્યુ છે.તાઈવાન પણ ચીનની હરકતોનો જવાબ આપવા માટે લશ્કરી તૈયારીઓ પૂરજોશમાં કરી રહ્યુ છે.તાઈવાને રિઝર્વ સૈનિકોને મજબૂત કરવા માટે પણ જાહેરાત કરી રહ્યુ છે.જે નિયમિત સેના જેટલી જ શક્તિશાળી હશે અને તે...
જગખ્યાત જગદીપ .
- સુબોધ મુખરજીએ શમ્મી કપૂર પહેલા જગદીપને જંગલી ઑફર કરેલી, મુખ્ય પાત્ર ન ભજવવાનું મન બનાવી લીધું હોવાથી તેમણે ઇનકાર કરી દીધા છેલ્લાં ૮૦ વર્ષમાં બોલીવુડે આપણને એકથી એક મહાન કલાકારો આપ્યા છે. ઘણાં બધા સુપરસ્ટાર્સ આપ્યા છે. કેટલાક કલાકારો એવા આવ્યા જેમણે પુરવાર કરી દીધું કે સ્ટાર બનવા માટે હીરો બનવાની જરૂર નથી. પાંચ મિનિટ પડદા પર દેખાઇને પણ છવાઇ જઇ શકાય છે. અભિનયમાં દમ હોય તો નાનામાં નાનો રોલ કરીને પણ આખી જિંદગી યાદ રહી શકાય છે. જગદીપ એક એવા જ કલાકાર હતા. લાખોમાં અલગ પડી જતાં તેમના અભિનયના પ્રતાપે ચોથી પેઢી પણ તેમને બહુ સારી રીતે ઓળખે છે. યુસુફ ખાન જેવી રીે દિલીપકુમાર તરીકે ઓળખાયા, મુમતાઝ બેગમ દહેલવી મધુબાલા તરીકે ઓળખાઇ, એવી જ રીતે ઇશ્તીયાક અહેમદ જાફરી જગદીપ તરીકે જગખ્યાત બન્યા. ૮મી જૂલાઇએ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન કે. એ. અબ્બાસની મુન્ના, ગુુરુદત્તની આરપાર, બિમલ રોયની દો બિઘા ઝમીન, રામ સે બ્રધર્સની પુરાના મંદિર અને ટીનુ આનંદની શહનશાહ સહિત ૪૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. શોલેમાં તેમણે ભજવેલું સુરમા ભોપાલીનું પાત્ર ઇતિહાસમાં અમર બની ગયું છે. વિવેચકો...
Comments
Post a Comment