102 વર્ષનો કાયદાકીય વારસો ધરાવતા યુયુ લલિત આજે 49માં CJI તરીકે શપથ ગ્રહણ કરશે


- જસ્ટિસ યુયુ લલિત શનિવારે CJI તરીકે શપથ ગ્રહણ કરશે ત્યારે તે સમયે ત્રણ પેઢીઓ હાજર રહેશે

નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ 2022, શનિવાર

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત (Uday Umesh Lalit ) 27 ઓગષ્ટ એટલે કે આજે દેશના 49માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરશે. તેઓ બે મહિના, બે અઠવાડિયા એટલે કે કુલ 75 દિવસ સુધી સુપ્રીમ કોર્ટનું નેતૃત્વ કરશે. ત્યારબાદ દેશના 50માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ પજ સંભાળશે. જસ્ટિસ ચંદ્રચૂડ ઠીક બે વર્ષ એટલે કે, 10 નવેમ્બર 2025 સુધી આ પદ પર રહેશે. મહારાષ્ટ્રના લલિત પરિવાર પાસે કાયદામાં 102 વર્ષનો વારસો છે. જસ્ટિસ યુયુ લલિતના દાદા રંગનાથ લલિત ભારતની આઝાદીના ઘણા સમય પહેલા સોલાપુરમાં વકીલ હતા. જસ્ટિસ યુયુ લલિત શનિવારે CJI તરીકે શપથ ગ્રહણ કરશે ત્યારે તે સમયે ત્રણ પેઢીઓ હાજર રહેશે.

ન્યાયાધીશ યુયુ લલિતે ન્યાયતંત્રના વડા તરીકેના તેમના 74 દિવસના કાર્યકાળ દરમિયાન ત્રણ ક્ષેત્રો પર કામ કરવાનો તેમનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તે સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરશે કે, સુપ્રીમ કોર્ટમાં ઓછામાં ઓછી એક બંધારણીય બેંચ સમગ્ર વર્ષ દરમિયાન કાર્ય કરે. શનિવારે 49મા CJI બનનારા જસ્ટિસ લલિતે કહ્યું કે, અન્ય બે ક્ષેત્રો છે - સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી માટેની બાબતોની સૂચિ અને તાત્કાલિક બાબતોનો ઉલ્લેખ. 

જસ્ટિસ લલિતે કહ્યું કે, તે જે ક્ષેત્રોમાં કામ કરવા માંગે છે તે પૈકી એક બંધારણીય બેન્ચ અને ખાસ કરીને ત્રણ જજની બેન્ચ સમક્ષના કેસોની યાદીના સંદર્ભમાં છે. કેસોની સૂચિના મુદ્દે તેમણે કહ્યું કે, તેઓ અતિઆવશ્યક મામલાને મેંશન 

ક્રિમિનલ લો ના સ્પેશિયાલિસ્ટ છે

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત ક્રિમિનલ લો ના સ્પેશિયાલિસ્ટ છે. 13 ઓગસ્ટ 2014ના રોજ તેઓ બારમાંથી સીધા સુપ્રીમ કોર્ટના જજ તરીકે ઉન્નત થયા હતા. ત્યારબાદ મે 2021માં તેમની નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશો હેઠળ તમામ 2G કેસોમાં CBIના પબ્લિક પ્રોસિક્યૂટર તરીકે ટ્રાયલ્સમાં ભાગ લીધો છે. તેઓ બે ટર્મ માટે સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા સમિતિના સભ્ય તરીકે પણ પોતાની સેવા આપી ચૂક્યા છે. 

ટ્રિપલ તલાકથી લઈને પોક્સો સુધીના જજમેન્ટ આપી ચૂક્યા છે

જસ્ટિસ લલિતે સુપ્રીમ કોર્ટના જજ તરીકે અનેક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યા છે. જેમાં સૌથી મહત્વના છે ટ્રિપલ તલાક, કેરળના પદ્મનાભસ્વામી મંદિર પર ત્રાવણકોર શાહી પરિવારનો દાવો અને POCSO સંબંધિત કાયદા અંગે તેમણે મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો