યુપીના હમીરપુરમાં નિર્ભયા જેવી ઘટના, બદમાશોએ ક્રૂરતાની તમામ હદો પાર કરી


- પોલીસે આ કેસમાં એક સગીર સહિત પાંચ યુવકોની અટકાયત કરી છે

હમીરપુર, તા. 19 ઓગષ્ટ 2022, શુક્રવાર

યુપીના હમીરપુરમાં બુધવારે એક વીડિયો વાયરલ થયો છે જેણે પોલીસની ઉંઘ ઉડાડી દીધી છે. વાયરલ વીડિયોમાં 6 યુવકોએ એક વિદ્યાર્થીનીને નિર્વસ્ત્ર કરી તેની સાથે ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી છે. વાયરલ વીડિયો હમીરપુર સદર કોતવાલી વિસ્તારના સિટી ફોરેસ્ટ વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. પોલીસે આ કેસમાં એક સગીર સહિત પાંચ યુવકોની અટકાયત કરી છે.

આ વીડિયો સીટી ફોરેસ્ટ વિસ્તારનો છે. ત્યાં 6 યુવકો જેમના હાથોમાં બેલ્ટ અને ડંડા છે તેઓ નિર્વસ્ત્ર યુવતીને માર મારી રહ્યા છે. આ વીડિયોને જોતા એવું લાગે છે કે, તે ગેંગરેપ જેવો જઘન્ય અપરાધ છે. જોકે, હમીરપુર પોલીસ અધિક્ષક શુભમ પટેલે તેને ગેંગરેપ જેવી ઘટના ગણાવવાનો ઈનકાર કર્યો છે. તેમણે 3 યુવકોની અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું.

ઘટનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, યુવતી એક યુવક સાથે સિટી ફોરેસ્ટ ફરવા ગઈ હતી. નિર્જન વિસ્તારમાં યુવક અને યુવતીને જોઈને ત્યાં હાજર બદમાશોએ બંને સાથે ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી હતી. યુવતીને નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હતો. હાલમાં યુવતી ગુમ છે તેની કોઈ જાણકારી નથી મળી રહી.

આ મામલે સદર કોતવાલી પ્રભારી દુર્ગવિજય સિંહે જણાવ્યું કે, ત્રણ યુવકોને પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જેમાં કન્હૈયા શર્મા (42), પ્રિતમ શર્મા (18) અને મોહમ્મદ ફૈઝલ (17)નો સમાવેશ થાય છે. ત્રણેય ગૌરા દેવીના રહેવાસી છે. બાદમાં અન્ય બે લોકોને પણ ઓળખી કાઢવામાં આવ્યા હતા અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જેમાં અરવિંદ ઉર્ફે કમલ નિષાદ અને એક સગીરનો સમાવેશ થાય છે. પોલીસે મોડી રાતે કુલ પાંચ લોકોની અટકાયત કરી છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો