શ્રીનગરમાં આતંકીઓના ગ્રેનેડ હુમલામાં બે જવાનોને ઈજા


- જમ્મુ-કાશ્મીરમાં બે દિવસમાં ત્રીજો આતંકી હુમલો

- ગ્રેનેડ હુમલો કરીને ભાગી ગયેલા આતંકીઓને પકડવા સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

શ્રીનગર : શ્રીનગરના અલી કદરમાં સુરક્ષાદળો પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. એમાં બે જવાનોને ઈજા પહોંચી હતી. હુમલો કરીને નાસી ગયેલા આતંકવાદીઓને પકડી લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં બે દિવસમાં ત્રીજો આતંકી હુમલો થયો હતો. શ્રીનગરના અલી કદરમાં સુરક્ષાદળોને નિશાન બનાવીને વધુ એક આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ સુરક્ષાદળોની ટૂકડી પર ગ્રેનેડ એટેક કર્યો હતો. ગ્રેનેડ ફાટતા બે સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજા પામેલા સૈનિકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. આતંકીઓએ સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.

બીજી તરફ આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષાદળોની ટૂકડીએ આખાય વિસ્તારને ઘેરાબંદી કરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આખાય વિસ્તાર ફરતો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આસપાસની તમામ ચોકીઓને એલર્ટ કરીને આતંકવાદીઓને પકડી લેવા કવાયત શરૂ કરાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં બે દિવસમાં આ ત્રીજો હુમલો થયો હતો. એક દિવસ પહેલાં જ અનંતનાગના બિજબેહરા અને બાંદીપોરમાં હુમલા થયા હતા, જેમાં એક પ્રવાસી મજૂરનું મોત થયું હતું અને એક જવાનને ઈજા પહોંચી હતી.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .