અદાણીના NDTV ટેકઓવર સામે મોટી સમસ્યા આવી પડી
- સેબીના આદેશના કારણે 26મી નવેમ્બર 2022 સુધી અદાણી ગ્રુપને હિસ્સો ટ્રાન્સફર નહીં કરી શકાય
નવી દિલ્હી, તા. 25 ઓગષ્ટ 2022, ગુરૂવાર
મીડિયા કંપની ન્યૂ દિલ્હી ટેલિવિઝનમાં (NDTV) દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ 29.18% હિસ્સો ખરીદ્યો ત્યાર બાદ એનડીટીવીના શેરની કિંમતમાં ભારે વધારો જોવા મળી રહ્યો હતો. જોકે હવે અદાણીના NDTV ટેકઓવર સામે મોટી સમસ્યા આવી પડી છે.
પ્રમોટર્સના કહેવા પ્રમાણે સેબીનો આદેશ તેમને શેર ટ્રાન્સફર કરતા રોકી રહ્યો છે. અદાણી જૂથે આ ડીલને આગળ વધારવા માટે લેવડ-દેવડ અંગે સેબીની મંજૂરી લેવી પડશે. આ કારણે ડીલમાં મોડું થશે તેમ જણાઈ રહ્યું છે.
NDTV પ્રમોટર્સના કહેવા પ્રમાણે સેબીનો આદેશ તેમને શેરમાં ટ્રાન્સફર/વેચાણ/ડીલ કરવા પર રોક લગાવે છે. સેબીના આદેશના કારણે 26મી નવેમ્બર 2022 સુધી અદાણી ગ્રુપને હિસ્સો ટ્રાન્સફર નહીં કરી શકાય.
તેની અસર એનડીટીવીના શેર્સની કિંમતો પર પણ પડી શકે છે. ડીલ પહેલા તેના શેર ખૂબ જ ઝડપથી નવા રેકોર્ડ્સ સર કરી રહ્યા હતા પરંતુ હવે શેરની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.
વધુ વાંચોઃ અદાણીનો મીડિયામાં સત્તાવાર પ્રવેશ, NDTVમાં હિસ્સો ખરીદ્યો
Comments
Post a Comment