બારામૂલામાં એનકાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓ ઠાર


-  ગોળીબારમાં એક નાગરિક પણ ઘાયલ થયો છે

શ્રીનગર, તા. 01 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં સુરક્ષા દળો સાથે રાત્રિ દરમિયાન થયેલી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ બુધવારે રાત્રે સોપોર શહેરના બોમાઈ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું.

તેમણે કહ્યું કે, સુરક્ષાકર્મીઓએ આ અભિયાનમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. ગોળીબારમાં એક નાગરિક પણ ઘાયલ થયો છે. તેમને શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે ત્યાં તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા અને બંને નાગરિકો પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો