પીએમ મોદી અને પાક પીએમ શાહબાઝ શરીફ વચ્ચે બેઠક યોજાય તેવી શક્યતા

નવી દિલ્હી,તા.11 ઓગસ્ટ 2022,ગુરૂવાર

પીએમ નરેન્દ્ર મોદી અને્ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ વચ્ચે આગામી દિવસોમાં મુલાકાત થાય તેવા સંજોગો સર્જાયા છે.

ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન ઉઝબેકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કો ઓપરેશન સંગઠનની બેઠકમાં ભાગ લેવા જવાના છે અને ત્યાં બંને વચ્ચે મુલાકાત થઈ શકે છે.

એવુ અનુમાન છે કે, આ બેઠક જો યોજાઈ તો બંને દેશો વચ્ચે બંધ થઈ ગયેલી વાતચીત ફરી શરુ થઈ શકે છે. જોકે સવાલ એ પણ છે કે, પીએમ મોદી અને શાહબાઝ શરીફ મળશે તો પણ કયા મુદ્દા પર વાત કરશે? જોકે આ મુલાકાત અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી.

શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક 15 અને 16 સપ્ટેમ્બરે યોજાવાની છે. જેમાં ચીન ,રશિયા અને ઈરાનના રાષ્ટ્રપતિ પણ ભાગ લેશે.

શરીફ જ્યારે પીએમ બન્યા ત્યારે પીએમ મોદીએ તેમને અભિનંદન આપીને લખ્યુ હતુ કે, ભારતીય ઉપખંડમાં શાંતિ અને સ્થિરતાની જરૂર છે. જેથી આપણે વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરી શકીએ અને્ તેનાથી લોકોનુ કલ્યાણ થાય.

જેના જવાબમાં શરીફે પણ કહ્યુ હતુ કે, પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ સબંધો ઈચ્છે છે.

પાકિસ્તાન અને ભારત વચ્ચેનો વેપાર પણ ઠપ છે. પાકિસ્તાને 2019માં કેટલીક દવાઓ ભારતથી મંગાવવા માટે મંજૂરી આપી હતી અને તેને બાદ કરતા બંને દેશો વચ્ચેના વેપારીક સબંધોમાં કોઈ પ્રગતિ થઈ નથી.


Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન