હૂથી બળવાખોરોએ 10 લાખ બેરલ ઓઇલ લઇ જતાં જહાજને દારૂગોળાથી ઉડાવ્યું
- રાતા સમુદ્રમાં ઓઇલ ટેન્કરને ઉડાવતો વિડિયો જારી - જો ઓઇલ લીક થઇ સમુદ્રમાં ભળશે તો એક મોટી પર્યાવરણીય આફત ઉભી થશે યમન : રાતા સમુદ્રમાં ૧૦ લાખ બેરલ ઓઇલ લઇને ગ્રીક ધ્વજ સાથે પસાર થઇ રહેલાં જહાજને હૂથી બળવાખોરોએ દારૂગોળાથી ઉડાવી દીધું હતું. આ અંગેનો વિડિયો પણ જારી કરવામાં આવ્યો હતો જેમાં હૂથી બળવાખોરો ઓઇલ ટેન્કરસોનિયન પર ચડીને વિસ્ફોટક વડે તેને ઉડાવતાં જોવા મળે છે. આ હુમલો આ મહિનાની શરૂઆતમાં કરાયો હતો. અમેરિકા પણ આ હુમલો જોઇને કાંપી ઉઠયું હતું. આ જહાજમાંથી મોટાપાયે ઓઇલ દરિયામાં લીક થવાની ચિંતા આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યક્ત કરાઇ રહી છે. જો ઓઇલ લીક થઇ દરિયામાં ભળશે તો એક મોટી પર્યાવરણીય આફત ઉભી થશે. જેના કારણે આ વિસ્તારમાં આવનજાવન કરવી પણ અશક્ય બની જશે. હૂથી બળવાખોરોના પ્રવક્તા યાહ્યા સારીએ જણાવ્યું હતું કે સોનિયન એક એવી કંપનીનું જહાજ છે જેણે રાતા સમુદ્રમાં ઇઝરાયેલ જતાં જહાજો સામે યમની જૂથ દ્વારા જાહેર કરાયેલી નાકાબંધીનું ઉલ્લંઘન કર્યું હતું. હૂથી બળવાખોરો સતત ઇઝરાયેલી જહાજો સામે હુમલાઓ કરી રહ્યા છે. તેઓ ગાઝામાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલી લડાઇને ખતમ કરવા દબાણ કરવા મ...