15 ડૉક્ટરોની ગેંગ, વસૂલી-ગેસ્ટ હાઉસમાં યુવતીઓનો ખેલ, દારૂની પણ રેલમછેલ; આરોપી સંદીપ ઘોષના કાંડ અંગે મોટો ખુલાસો
RG Kar Medical College Case : કોલકાતાની આર જી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનાર અખ્તર અલીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેનું કહેવું છે કે, 'સંદીપ ઘોષ બાંગ્લાદેશમાં બાયોમેડિકલ વેસ્ટની તસ્કરી કરવાતો હતો અને દરેક ટેન્ડરમાં 20 ટકા કમિશન લેતો હતો. સંદીપ ઘોષે તાનાશાહની જેમ કૉલેજ ચલાવી હતી અને ટ્રાન્સફર તેના ડાબા હાથનો ખેલ હતી.' આરોપી સંદીપ ઘોષના કાંડ અંગે મોટો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, '15 ડૉક્ટરોની ગેંગ વસૂલી કરવા માટે બનાવી હતી. આ ગેંગ ગેસ્ટ હાઉસમાં યુવતીઓ લાવીને દારૂની મહેફિલ માણવામાં આવતી હતી.'
સંદીપ ઘોષના કાંડના ચોંકાવનારા ખુલાસા
આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના પૂર્વ નાયબ અધિક્ષક અખ્તર અલીએ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર આરોપ લગાવતા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા કે, 'સંદીપ તેની હેઠળના અધિકારીઓ દ્વારા બાંગ્લાદેશમાં બાયોમેડિકલ વેસ્ટની તસ્કરી કરતો, દરેક ટેન્ડરમાં 20 ટકા કમિશન લેતો અને કૉલેજમાં ગેરકાયદેસર કામ કરવા માટે 15 જૂનિયર ડૉક્ટરની ગેંગ બનાવવામાં આવી હતી. આમ કૉલેજના વિદ્યાર્થીઓ પર અન્યાય અને અત્યાચાર કરવામાં આવતો હતો.'
આ પણ વાંચો : એક વર્ષમાં પાંચ લાખ અકસ્માત, 1.5 લાખ લોકોના મોત, રોડ પ્રોજેક્ટ્સની ખરાબ ગુણવત્તા જવાબદાર: નીતિન ગડકરી
મેં મારા જીવનના 16 વર્ષ આરજી કૉલેજને આપ્યા
અલીએ કહ્યું કે, 'ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ વધી રહી હતી. મેં દરેક જગ્યાએ ફરિયાદ કરી પણ કોઈએ સાંભળ્યું નહીં. મેં મારા જીવનના 16 વર્ષ આરજી કૉલેજને આપ્યા છે, કૉલેજ મારા માટે માતા સમાન છે. જો કોઈ તમારી માતાના ચારિત્ર પર કોઈ પ્રકારે ડાઘ લગાડે તો તમે શું કરશો? હું ઇચ્છું છું કે આ સાંઠગાંઠનો પર્દાફાશ થાય અને ગુનેગારોને કડકમાં કડક સજા થાય.'
15 જૂનિયર ડૉક્ટરની ગેંગ કૉલેજ ગેસ્ટહાઉસમાં છોકરીઓ લાવતા
તેણે ખુલાસો કર્યો કે, 'જે પણ ટેન્ડર બહાર પાડવામાં આવતું હતું, તેમાં સંદીપ 20 ટકા કમિશન લેતો હતો. હૉસ્પિટલમાં ભાડા પર કેન્ટીન આપતો હતો. તેણે ક્યારેય નિયમોનું પાલન કર્યું નથી. 15 જૂનિયર ડૉક્ટરની બનાવેલી ગેંગ કૉલેજના ગેસ્ટહાઉસમાં છોકરીઓ લઈને આવતા હતા અને બહારથી આવતા કેટલાક લોકો માટે રંગીન મહેફિલ માણવાની સાથે દારુ આપવામાં આવતો હતો. જ્યાર આ ગેંગ વિદ્યાર્થીઓને પાસ-નાપાસ કરતા અને પૈસા પડાવીને તેમની પાસે અનૈતિક કામ પણ કરાવતા હતા.'
આ પણ વાંચો : હાઈકોર્ટના જજ અડધો કલાક ટ્રાફિક જામમાં ફસાયા તો ખુદ DGPએ હાજર થઈ માફી માગવી પડી
તેણે કહ્યું કે, 'મારા જીવને જોખમમાં છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. નોકરી છીનવી લેવાની ધમકીઓ મળી રહી છે. તેથી હું મારી નોકરી અને જીવ બન્ને જોખમમાં મૂકીને લડી રહ્યો છું. મેં હાઇકોર્ટમાં સુરક્ષાની માંગણી કરી હતી, પરંતુ તે સ્વીકાર્ય ન થતાં કોર્ટે કહ્યું કે, જો હું અસુરક્ષિત અનુભવું તો હું અલગથી વિનંતી કરી શકું છું. હું ગૃહમંત્રીને અપીલ કરીશ, જ્યાં સુધી મારી લડત ચાલુ છે. ગૃહમંત્રી મારા માટે સુરક્ષાની વ્યવસ્થા કરે તો હું તેમનો આભારી રહીશ.'
Comments
Post a Comment