રાજ્યસભામાં ચૂંટણી વિના જીત્યા 12 સાંસદ: સૌથી વધુ ફાયદો ભાજપને, જુઓ લિસ્ટ

Rajya Sabha


Rajyasabha Election: અનેક નિર્ણયો પર બેકફૂટ પર ચાલી રહેલ NDA સરકારને રાજ્યસભા પેટાચૂંટણીથી સારા સમાચાર મળ્યા છે. NDA ગઠબંધને ફરી રાજ્યસભામાં બહુમતી મેળવી લીધી છે. પેટાચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ ભાજપના નવ અને સાથી પક્ષોના બે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. 

ભાજપનો દબદબો વધ્યો 

નવા નવ સાંસદોની સાથે હવે રાજ્યસભામાં ભાજપના સાંસદોની કુલ સંખ્યા 96 થઈ ગઈ છે. આ સિવાય ભાજપના સાથી પક્ષોના સાંસદોની સંખ્યા ગણીએ તો NDAના કુલ 112 સાંસદો રાજ્યસભામાં છે. 

ભાજપના નવ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા 

નવ રાજ્યોની 12 બેઠકો પર રાજ્યસભાની પેટાચૂંટણી થવાની હતી. જેમાં ભાજપના નવ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જેમાં મિશન રંજન દાસ, રામેશ્વર તેલી, મનન કુમાર મિશ્રા, કિરણ ચૌધરી, જોર્જ કુરિયન, શીલ પાટીલ, મમતા મોહંતા, રવનીત સિંહ બિટ્ટુ, રાજીવ, ભટ્ટાચાર્જી સામેલ છે. 

આ સિવાય અજીત પવાર જૂથના નીતિન પાટીલ મહારાષ્ટ્રથી અને રાષ્ટ્રીય લોક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા પણ બિનહરીફ ચૂંટાયા છે. બીજી તરફ કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી તેલંગાણાથી બિનહરીફ ચૂંટાયા છે. 

નોંધનીય છે કે રાજ્યસભામાં સંખ્યાબળ મજબૂત થઈ જવાના કારણે હવે NDAને બિલ પાસ કરાવવામાં સરળતા રહેશે. છેલ્લા ઘણા સમયથી NDAને બિલ પસાર કરાવવામાં રાજ્યસભામાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો. 

બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો

ઉપેન્દ્ર કુશવાહાઃ   હાલમાં જ લોકસભા ચૂંટણીમાં ઉપેન્દ્ર કુશવાહાને બિહારની કારાકટ સીટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે એનડીએ વતી કારાકટ બેઠક પરથી આરએલએમની ટિકિટ પર ચૂંટણી લડી હતી. કુશવાહા બિહારના મોટા નેતા છે. તેઓ બિહાર વિધાન પરિષદ અને વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે.

રવનીત સિંહ બિટ્ટુ:   ત્રણ વખત કોંગ્રેસ સાંસદ રહી ચૂકેલા બિટ્ટુ 2009માં પહેલી વાર આનંદપુર સાહિબથી લોકસભા માટે ચૂંટાયા હતા. આ પછી તેણે 2014 અને 2019માં લુધિયાણાથી જીત મેળવી હતી. 33 વર્ષની ઉંમરે 2008માં પંજાબ યુથ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

મનન કુમાર મિશ્રા: મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના કુચાઇકોટ બ્લોકના તિવારી ખરેયા ગામના વતની મનન કુમાર મિશ્રા એપ્રિલ 2012થી સતત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ચૂંટણી જીતી રહ્યા છે. સાત વખત BCIના અધ્યક્ષ મનનકુમાર મિશ્રાને ભાજપે બિહારથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. મિશ્રા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો