હળવદ: નદીમાં ટ્રેક્ટર સાથે તણાયેલા 8માંથી 7ના મૃતદેહ મળ્યા, મૃતકના પરિવારજનોને 4-4 લાખની સહાય

Dhavana Village

Halavad Dhavana Village News : રાજ્યમાં ભારે વરસાદી સ્થિતિના કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે, થોડા દિવસ પહેલા હળવદ તાલુકાના ઢવાણા ગામે ટ્રેક્ટર સાથે નદીના પાણીમાં તણાયેલા 8 લાપતા વ્યક્તિમાંથી 7 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે. જેમાંથી હજુ 1 લાપતા વ્યક્તિને શોધવા માટે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરીયાના જણાવ્યા પ્રમાણે NDRFની ટીમ દ્વારા સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે. બીજી તરફ, સરકાર દ્વારા ઘટનામાં મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાય કરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતના આ 12 જિલ્લામાં કાલે રેડ એલર્ટ, હજુ છ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ આગાહી

ડ્રાઇવર સહિત 17 વ્યક્તિ પાણીમાં તણાયા 

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ગત 25 ઑગસ્ટે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂના ઢવાણાથી ટ્રેક્ટર લઈને જતાં નવા ઢવાણા ગામ તરફ જવાના રસ્તા પરના કોઝવેમાં વરસાદી પાણી આવી જતાં ટ્રેક્ટરના ડ્રાઇવર સહિત 17 વ્યક્તિ પાણીમાં તણાયા હતા. આ દરમિયાન સ્થાનિકો દ્વારા બચાવ કામગીરીમાં 9 વ્યક્તિને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 5 બાળકો, 2 મહિલા અને 1 પુરુષ થઈને કુલ 8 વ્યક્તિઓ પાણીમાં તણાઈ ગયા હતા.

મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાય કરાશે

પાણીમાં તણાયેલા 8 વ્યક્તિને શોધખોળ કરતાં ગઈકાલે (27 ઑગસ્ટે) 3 વ્યક્તિ અને આજે (28 ઑગસ્ટે) 4 વ્યક્તિના મૃતદેહ કાઢવામાં આવ્યાં છે. જ્યારે લાપતા હજુ એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. ઘટનાને લઈને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, 'ઢવાણા ગામ પાસે બનેલી દુઃખદ દુર્ઘટનામાં લાપતા વ્યક્તિને શોધવા માટે NDRFની ટીમ દ્વારા સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે. સરકાર દ્વારા ઘટનામાં મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાય કરવામાં આવશે.

મૃતક અને લાપતાની યાદી

1. અશ્વિનભાઈ રાઠોડ (ઉં.28) રહે. જોરાવરનગર

2. આશિષભાઈ સુરેશભાઈ બારોટ (ઉં.12) રહે. નવા ઢવાણા

3. રાજુબેન ગણપતભાઈ બારોટ (ઉં.45) રહે. નવા ઢવાણા

4. વિજયભાઈ સુરેશભાઈ બારોટ (ઉં.19) રહે. નવા ઢવાણા

5. ગીતાબેન સુરેશભાઈ બારોટ (ઉં.16) રહે. નવા ઢવાણા 

6. જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા (ઉં.32) રહે. નવા ઢવાણા 

7. રામદેવ પ્રવીણભાઈ મકવાણા (ઉં.14) રહે. નવા ઢવાણા

8. જિનલ મહેશભાઈ બારોટ (ઉં.6) રહે.પાટડી (હજુ લાપતા)

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે