ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપને ધમકી, દિગ્ગજ નેતાએ રાજીનામું આપી કહ્યું, ‘નહિં તો હું અપક્ષ ચૂંટણી લડીશ’
Jammu and Kashmir Assembly Election 2024 : જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ સામે અનેક પડકારો ઉભા થઈ રહ્યા છે. ભાજપ એકતરફ મહારાષ્ટ્રમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે, તો બીજીતરફ જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપમાં જ આંતરીક ડખા ઉભા થવાના અહેવાલો સામે આવ્યા છે.
ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપમાં બળવો
મળતા અહેવાલો મુજબ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપમાં વધુ એક નેતાઓ બળવો કર્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ચંદ્રમોહન શર્મા (Chandra Mohan Sharma)એ શુક્રવારો પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે લડવાની ભાજપને ધમકી પણ આપી છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘ભાજપ દ્વારા અયોગ્ય રીતે ટિકિટ વહેંચણી કરાતી હોવાથી પાર્ટીના નેતાઓ અને કાર્યક્રતાઓમાં ગુસ્સો અને અસંતોષ ફેલાયો છે. તેઓ પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માટે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.’
આ પણ વાંચો : NDAમાં ભયંકર વિખવાદ: શિંદેના નેતાએ કહ્યું- અજીત પવારની બાજુમાં બેસું તો ઊલટી આવે છે
‘જમ્મુ પૂર્વમાં ઉમેદવાર બદલે તો ઠીક છે, નહીં તો...’
હું ભાજપના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક છું અને હું આનાથી દુઃખી થઈને અન્ય લોકો સાથે પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું. શર્માએ પાર્ટીના હાઈકમાન્ડ સમક્ષ ટિકિટ વિતરણનો અયોગ્ય પ્રસ્તાવ રજુ કરવા મામલે પ્રદેશ પાર્ટીના નેતૃત્વની ટીકા કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, પાર્ટી નેતૃત્વ મારું રાજીનામું સ્વિકારી લેશે. જો તેઓ જમ્મુ પૂર્વ વિધાનસભા મતક્ષેત્રમાં ઉમેદવાર બદલવાની ફરી વિચારણા કરે, તો ઠીક છે. નહીં તો હું કાર્યકર્તાઓની ઈચ્છા મુજબ જમ્મુ પૂર્વ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડીશ.
વરિષ્ઠ નેતાઓ અસંતુષ્ટોને મનાવવાના પ્રયાસમાં
જમ્મુ-કાશ્મીરમાં ટિકિટની વહેંચણીને લઈને ભાજપ અસંતોષ સાથે પડકારોનો સામનો કરી રહ્યું છે. જમ્મુ ક્ષેત્રના ઘણા જિલ્લાઓમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. આ પડકારો સામે આવ્યા બાદ ભાજપ સંકટ ટાળવાના પ્રયાસમાં લાગી ગયું છે. પાર્ટી નેતૃત્વએ કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓને પરિસ્થિતિને શાંત કરવા અને અસંતુષ્ટોને મનાવવાની જવાબદારી સોંપી છે. કેન્દ્રીય મંત્રીઓ જી.કે.રેડ્ડી, જિતેન્દ્ર સિંહ અને રાષ્ટ્રીય મહાસચિવ સહિત ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ હાલમાં જમ્મુમાં નજર રાખી રહ્યા છે અને ચૂંટણીમાં પાર્ટી પર આવી ચઢેલા પડકારોનો સામનો કરવા માટે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો : શરદ પવારે Z+ સિક્યુરિટી લેવાની પાડી ના, શું કોઈ VIP આવી રીતે ના પાડી શકે, જાણો નિયમ
Comments
Post a Comment