બંગાળમાં દુષ્કર્મ પીડિતા માટે CM મમતા રસ્તા પર ઉતર્યા, રેલી યોજી: આરોપીને ફાંસી આપવા માંગ


CM Mamata Held Rally For Justice Rape Victims In Bengal : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ પાર્ટીની મહિલા સાંસદો અને કાર્યકર્તાઓ સાથે વિશાળ રેલી કાઢી હતી. આ દરમિયાન કલકત્તામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરનાર આરોપીને વહેલામાં વહેલી તકે ફાંસીની સજા આપવાની માંગણી કરવામાં આવી હતી. આ રેલીમાં તૃણમૂલ કોંગ્રેસના (TMC) સાંસદોએ 'WE Want Death Penalty'ના નારા લગાવ્યાં હતા.

આ પણ વાંચો : VIDEO: ઉદયપુરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ બાદ ભયંકર હિંસા: ગાડીઓ-મૉલમાં આગચંપી, કલમ 144 લાગુ

CBIને જલ્દી તપાસ પૂરી કરીને આરોપીને ફાંસી આપવાનું અલ્ટીમેટમ આપ્યું 

પંશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે (16 ઓગસ્ટ) કલકત્તામાં મૌલાલીથી ડોરીના ચાર રસ્તા સુધી એક રેલી નીકાળીને કલકત્તાના મહિલા ડોક્ટર સાથે કરવામાં આવેલા દુષ્કર્મ સામે ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગત અઠવાડિયામાં સરકારી કોલેજ અને દવાખાનામાં કથિત રીતે મહિલા ડોક્ટરનો દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી હતી. આ રેલીમાં મમતા કહ્યું હતું કે, 'સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવીને સચ્ચાઈને છૂપાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.' આ દરમિયાન રેલીમાં જોડાયેલા TMCના સાંસદો અને કાર્યકર્તાએ આરોપીને ફાંસીની સજા કરવાની માંગ કરતાં નારા લગાવ્યાં હતા. બીજી તરફ, આ કેસને લઈને મમતા પહેલાથી જ સીબીઆઈને જલ્દી તપાસ પૂરી કરીને આરોપીને ફાંસી આપવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

મમતાએ ભાજપ અને CPMને જવાબદાર ઠેરવ્યાં

રેલીમાં મમતાએ હોસ્પિટલમાં થયેલી તોડફોડને લઈને ભાજપ અને CPMને જવાબદાર ઠેરવતાં કહ્યું હતું કે, 'આ બંનેની સાંઠગાંઠનો પર્દાફાશ થવો જોઈએ, તેમના ગુંડાઓ સામે જનતા અને ડોક્ટરોએ બતાવેલી હિંમતને હું સલામ કરું છું. અમારી સરકાર ઇચ્છે છે કે સત્ય બહાર આવે પરંતુ લોકોને ગેરમાર્ગે દોરવા માટે જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે, આપણે જૂઠાણાથી બચવાની જરૂર છે.'

આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો કેમ જાહેર ન કરાઈ ? ચૂંટણી પંચે જણાવ્યા ત્રણ મોટા કારણ

BJP અને CPMનું પણ પ્રદર્શન ચાલુ

ભાજપની મહિલા કાર્યકરોએ આર.જી. કર હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કરતી વખતે પોલીસનો સામનો કરવો પડ્યો. જેમાં ભાજપ નેતા રૂપા ગાંગુલીને પોલીસે કસ્ટડીમાં લીધા છે. આ સિવાય રાજ્યની અન્ય એક વિપક્ષી પાર્ટી CPM એ સ્વાસ્થ્ય મંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી સાથે સમગ્ર રાજ્યમાં 'ધ્યાન દિવસ'ની જાહેરાત કરી હતી.

દુષ્કર્મ અને હત્યાના કેસને લઈને લોકોનો આક્રોષ

આર.જી. કર મેડિકલ કોલેજમાં પીજીમાં ભણી રહેલી ટ્રેઈની ડોક્ટર સાથે 9 ઓગસ્ટે કોલેજ-હોસ્પિટલના સેમિનાર રૂમમાં કથિત રીતે દુષ્કર્મ કરીને મહિલા ડોક્ટરની હત્યા કરી દેવામાં આવી હતી. દુષ્કર્મ અને હત્યાના કેસને બીજી દિવસે હોસ્પિટલમાં જ એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ગઈ કાલે (15 ઓગસ્ટ) આશરે 40થી વધુ લોકોના ટોળાએ હોસ્પિટલમાં ઘૂસીને ઈમરજન્સી વોર્ડ, નર્સિંગ યુનિટ અને મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી હતી. PTIની રિપોર્ટ પ્રમાણે, આ ટોળાએ મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરવામાં આવેલા હોસ્પિટલના સેમિનાર હોલમાં તોડફોડ કરી હતી. જ્યારે પોલીસ દ્વારા આ તોડફોડમાં સામેલ 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે સચિવ સ્તરે કર્યા મોટા ફેરફાર, 20 અધિકારીઓના બદલ્યા વિભાગ, જાણો કોને શું અપાયું

પશ્ચિમ બંગાળ પોલીસના એડિશનલ કમિશનરે શું કહ્યું?

પશ્ચિમ બંગાળ પોલીસના એડિશનલ કમિશનર મુરલીધર શર્માએ જણાવ્યું હતું કે, 'પૂછપરછ દરમિયાન દરેકે એક જ વાત બોલી રહ્યાં છે કે, તેઓ બધા અહીં પોતાની મરજીથી આવ્યાં હતા. પરંતુ અમે કોઈ ષડયંત્રની શક્યતાને નકારી શકતા નથી. અમે દરેક એંગલથી તેની તપાસ કરી રહ્યા છીએ.'

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો