બિહારમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 35 ઈજાગ્રસ્ત

Accident

Nepali Pilgrims Injured In Samastipur : બિહારના સમસ્તીપુરમાં મુસરીઘરારી ક્રોસિંગ પાસે નેપાળથી આવી રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આજે (25 ઑગસ્ટ) સવારે ઝડપી આવી રહેલા ટ્રકે બસને પાછળથી ટક્કર મારતા બસમાં મુસાફરી કરી રહેલી મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 35 નેપાળી યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણકારી પોલીસને થતાં સ્થાનિક લોકોની મદદથી તમામ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

35 નેપાળી યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયાં 

ઘટનાને લઈને સમસ્તીપુર સદર અનુમંડળના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'આ ઘટના વહેલી સવારે નેશનલ હાઈવે-28 પર મુસરીઘરારી ક્રોસિંગ પાસે બની હતી. ઘટના સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે, નેપાળી બસને એક ઝડપી આવતા ટ્રકે પાછળથી ટક્કર મારી હતી, ત્યારબાદ બસ પલટી ગઈ હતી. જેમાં 35 નેપાળી યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયાં હતા'

આ પણ વાંચો : ‘જો તમે જાતિની વસ્તી ગણતરી અટકાવવાનું વિચારી રહ્યા છો તો...’ રાહુલે ફરી PM પર સાધ્યું નિશાન

ઘટના સ્થળ પર પોલીસ પહોંચી

સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચીને બસમાં સવાર ઈજાગ્રસ્ત યાત્રીઓને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. પોલીસે જણાવ્યું હતું કે, ઘટનામાં માત્ર બે લોકોને ગંભીર ઈજા થયેલા યાત્રીઓને અન્ય હોસ્પિટલ રીફર કરવામાં આવ્યાં છે. જો કે, સારવાર પછી તમામ ઈજાગ્રસ્ત યાત્રીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

પોલીસે બસ અને ટ્રક બંને વાહનો જપ્ત કર્યા

પોલીસ અધિકારીઓ કહ્યું કે, 'બસ અને ટ્રક બંને વાહનોને જપ્ત કરીને વધુ તપાસ હાથ ધવામાં આવી છે.' જ્યારે સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું કે, ' નેપાળથી આવેલા શ્રદ્ધાળુઓ ઝારખંડના દેવઘર જિલ્લામાં પૂજા કરવા માટે જઈ રહ્યાં હતા, ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો.'

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે