6.3ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી હચમચ્યું તાઈવાન, ગગનચૂંબી ઈમારતો ડોલતાં લોકોમાં ફફડાટ


Earthquake in Taiwan: તાઇવાનમાં વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા 6.3 મપાઈ હતી. અત્યાર સુધી ભૂકંપથી કોઈ જાનહાનિના કે માલહાનિના અહેવાલ તો સામે આવ્યા નથી પરંતુ ભૂકંપનો આંચકો ભારે હોવાથી લોકોમાં ડર ફેલાયો હતો. 

ઈમારતો હચમચી ગઈ, લોકોમાં ફફડાટ 

માહિતી અનુસાર ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે રાજધાની તાઈપેમાં આવેલી ઈમારતો હચમચી ગઇ હતી. અધિકારીઓએ કહ્યું કે શહેરમાં હાલમાં મેટ્રો સેવાઓ ધીમી ગતિએ ચાલુ છે. લોકો માટે સમુદ્ર સંબંધિત હાઈવે પર ગાડી હંકારતી વખતે સાવચેત રહેવા કહેવાયું છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો