દેશના સૌથી મોટાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળમાં એક પોસ્ટ માટે વિવાદ, બે કમાન્ડરો આવી ગયા સામસામે, જાણો શું છે વિવાદ

CRPF


CRPF 16 Battalion Commander post: દેશના સૌથી મોટા કેન્દ્રીય અર્ધલશ્કરી દળ CRPFમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.  સીઆરપીએફમાં એક પદ માટે બે કમાન્ડરો એકબીજાની સામસામે આવી ગયા છે. હકિકતમાં, અધિકૃત સત્તાધીશો તરફથી 16મી બટાલિયનના કમાન્ડર પદ માટે ટ્રાન્સફરના આદેશ આપી દીધા છે. પરંતુ વર્તમાન કમાન્ડરે નવા કમાન્ડરને ચાર્જ આપવાનો ઇન્કાર કરી દીધો છે.  સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓએ આદેશ આપી જણાવ્યું કે નવા કમાન્ડર નિતિન કુમાર કમાન્ડર પદનો ચાર્જ સંભાળશે. જો કે, બીજી તરફ વર્તમાન કમાન્ડર સુરેશ કુમારે કહ્યું કે, તેમના પાસેથી બળપૂર્વક રીતે ચાર્જ લેવામાં આવી રહ્યો છે અને આ મામલે હવે કમાન્ડર સુરેશ કુમારે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

શું છે વિવાદ? 

સીઆરપીએફની 16મી બટાલિયનના કમાન્ડર સુરેશ કુમારના ટ્રાન્સફરના આદેશ આપવામાં આવ્યા છે તેમજ નવા કમાન્ડર નિતિન કુમારને ચાર્જ સંભાળવાના આદેશ અપાયા છે. નિયમ મુજબ, આ અંગે તમામ કાર્યાલયોને સૂચિત પણ કરી દેવાયા છે, પરંતુ વર્તમાન કમાન્ડર સુરેશ કુમારે પદ છોડવાનો ઇન્કાર કરી દીધો છે. આ મામલે તેમણે કહ્યું કે, મેં આ સંબંધે પહેલાથી જ માહિતી આપી દીધી છે. મારો કેસ હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. હાઈકોર્ટના આદેશની રાહ જોયા વગર તેઓ મારી પાસેથી ચાર્જ છીનવી રહ્યા છે. કોઈપણ સંસ્થા હાઈકોર્ટના આદેશનો અનાદર કરી શકે નહીં. કમાન્ડર પદેથી મને મુક્ત કરવાનો અર્થ હાઈકોર્ટના આદેશનો અનાદર કરવાનો છે.

આ પણ વાંચોઃ અમે વિનેશ ફોગાટ પાછળ 70.45 લાખનો ખર્ચ કર્યો, કેન્દ્રીય મંત્રીના નિવેદન પછી વિપક્ષી નેતાઓ ભડક્યા

સુરેશ કુમારે ઉચ્ચ અધિકારીઓને લખ્યો પત્ર

મથુરા સ્થિત બટાલિયનના વર્તમાન કમાન્ડર સુરેશ કુમારે ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી જણાવ્યું કે, કમાન્ડર નીતિન કુમારે બળપૂર્વક મને યુનિટમાંથી દૂર કરવાનો આદેશ અપાવ્યો છે. તેમનું આ પગલું ન્યાયની વિરુદ્ધ છે. એમને પણ હાઇકોર્ટમાં કેસ થયાની સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં, નીતિન કુમાર 6 ઓગસ્ટ સુધી મંજૂર રજા પર હતા. આવી સ્થિતિમાં CRPF DIG લોએ આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને આ મામલે કાઉન્સિલ ઓફ યુનિયન ઓફ ઈન્ડિયા સાથે ચર્ચા કરવી જોઈએ. મેં નવા કમાન્ડરને ચાર્જ ન સોંપ્યુ તેથી તેઓએ 6 ઓગસ્ટે સ્ટ્રક ઓફ ઓર્ડર આદેશ જારી કર્યો છે. આવી સ્થિતિમાં સીઆરપીએફના ડાયરેક્ટોરેટ જનરલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.

આ પણ વાંચોઃ ઓલિમ્પિકમાં રમનારા ખેલાડીઓને સરકારી નોકરી કેવી રીતે મળે છે? જાણો નિયમો અને પે ગ્રેડ

આઇજી સેન્ટ્રલ સેક્ટરે આદેશ આપ્યો

ઉલ્લેખનીય છે કે, આઇજી સેન્ટ્રલ સેક્ટરે 6 ઓગસ્ટે આદેશ જાહેર કરી સુરેશ કુમારનો ટ્રાન્સફર 169મી બટાલિયનમાં કર્યું છે અને તેમને જણાવવામાં આવ્યું છે કે, જોઇનિંગ ટાઇમ લીધા બાદ તેમને ઉક્ત બટાલિયનમાં જોડાવવું પડશે. 6 તારીખથી જ 16મી બટાલિયનના કમાન્ડરના પદ પરથી તેમને દુર કરાયા છે અને તેમને ભારત સરકારના નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવા જણાવ્યું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો