ગ્રામવિસ્તારો જ વિપક્ષ છે



કેન્દ્રમાં પોતાના શાસનની પંચવાષક પૂર્ણાહુતિના નજીક આવી રહેલા અવસરે ભાજપ, કોંગ્રેસને મુખ્ય વિપક્ષ માને છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વખતે ભાજપ માટે દેશના ગ્રામ્યવિસ્તારો જ વિરોધ પક્ષની ભૂમિકામાં છે. એનું કારણ એક જ છે કે ગામડાંઓમાં વસતા લોકોના કોઈ ને કોઈ સંતાનો શહેરોમાં ખાનગી નોકરી કરતા હતા અને સુખેથી રહેતા હતા. નોટબંધી પછી એ લોકોની નોકરીમાં પગાર ઘટયા. નોકરી ગઈ અથવા નવી નોકરી સાવ ઓછા પગારની મળી. કે પછી કેટલાક એટલે કે દોઢ કરોડથી વધુ યુવા અને મધ્યવયના લોકો હજુ બેરોજગાર છે. 

ઘર વસાવી લીધા પછી અને ઘરસંસાર કંઈક આગળ ધપી ગયા પછીની બેરોજગારી ગૃહસ્થને લગ્નોત્તર બેકારીનો જે વિષાદયોગ આપે છે તે અનેક પ્રકારના અપમાનો અને યાતનાઓથી યુક્ત હોય છે. એવા જે શહેરોમાં પોતપોતાની નોકરીઓમાંથી વિસ્થાપિત થયેલા નોટબંધીના અસરગ્રસ્ત પરિવારો છે એનું દુઃખ દેશના ગામડે ગામડે પહોંચી ગયું છે. ઈવીએમમાં જો કોઈ 'ટેકનીકલ ક્ષતિ' નહિ હોય તો, ભારતીય ગ્રામ વિસ્તારો સ્વયં વિપક્ષ જેવું વર્તન કરીને ભાજપની વિરુદ્ધમાં ઊભા રહેશે. 

આ સિવાયનો પણ એક વર્ગ નાના અને મધ્યમ પ્રકારના ઔદ્યોગિક સાહસિકોનો છે. જેઓ ગામડેથી શહેરમાં આવીને માંડ માંડ પોતાના પગ પર ઊભા થયા હતા. નોટબંધી અને જીએસટીએ તેમની પણ આથક કમર તોડી નાખી છે. ભારતીય ગ્રામ સમાજ બહુ જ બુદ્ધિમાન છે. જેણે ભાગ્યે જ કોંગ્રેસના વિકલ્પ પર વિશ્વાસ મૂક્યો છે.

યુપીએના ગત દાયકા પર્યંતના શાસન દરમિયાન ભ્રષ્ટાચારનો જે લુણો લાગ્યો એણે કોંગ્રેસની ઇમારત ધ્વસ્ત કરી નાખી. પોતાના જ કૌભાંડકારી નેતાઓ ઉપર કોંગ્રેસ કારોબારી અને કોંગ્રેસ સરકાર પગલાં લેવામાં નિષ્ફળ નીવડી. કાત ચિદમ્બરમ અને રોબર્ટ વાઢેરા ( કે વાડ્રા) સહિતના કીમિયાગરો પર જો ખુદ કોંગ્રેસે આકરા પગલા લીધા હોત અને તે સમયે જ સરકાર દ્વારા કડક છાનબીન કરાવી હોત તો આખી કોંગ્રેસે ઘરે બેસવાનો વારો ન આવ્યો હોત. 

છેલ્લી ઈનિંગના છેલ્લા દડાઓ જેવી આ મોસમમાં ભાજપ પોતાનો રનરેટ વધારવા નહીં પરંતુ રનરેટ વધુ છે એવું સાબિત કરવાની મથામણમાં છે. અરવિંદ કેજરીવાલને પોતે મુખ્યમંત્રી તરીકે સત્તા ગ્રહણ કરી એના થોડા જ સમયમાં પણ જ્યારે ખબર પડી કે પ્રચારના ઢોલ ઘડીક વાગે ખરા પણ લાંબે ગાળે બહુ કામમાં આવે નહીં ત્યારથી તેઓ દિલ્હી સરકારના ખરા અર્થમાં મુખ્ય સેવક બનીને કામે લાગી ગયા છે. જેના સારા પરિણામો દિલ્હીની પ્રજાને મળવા લાગ્યા છે.

જો વડાપ્રધાન મોદીને એ વાત સમજાઈ હોત કે કામ જ, બોલશે તેમણે બોલવાની જરૂર નથી, તો તેઓ થોડુંક યાદગાર કામ કરી શક્યા હોત. પરંતુ તેમણે સરકારમાં ધ્યાન આપવાને બદલે પોતાના  અહંકારની સાઈઝ વધારવામાં જ ધ્યાન આપ્યું, આને કારણે સૌથી મોટી દુર્ઘટના એ બની કે દેશના વિવિધ વર્ગોજેવા કે નોકરિયાતો, કિસાનો, ીઓ, વિદ્યાર્થીઓ, નાના વેપારીઓ વગેરે તેમની નજર બહાર જ રહી ગયા.

ખરેખર તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને એના પરિણામો નરેન્દ્ર મોદી અને ભાજપ માટે સાવધાનીની પહેલી ઘંટડી હતી. પોતાના વતન રાજ્યમાં ભાજપની સરકાર માંડ માંડ રચાઈ તો પણ એ તકલાદી બહુમતીથી વડાપ્રધાન અને તેમની નજીકના અહો રૂપમ્ અહો ધ્વમ્ધિરાવતા નેતાઓની આંખો ઉઘડી નહીં. એનું પરિણામ એ આવ્યું કે પછીથી યોજાયેલી વિવિધ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં પોતાની સરકાર બનાવી.

એ પરિણામો પછી પણ એનડીએ સરકાર અને એનું નેતૃત્વ કરતા ભાજપમાં કોઈ પણ ફેરફાર થયો નહીં, એની એ જ ખોટું બોલવાની કળા, આંકડાઓ છુપાવવાની પ્રેક્ટિસ અને સત્યથી દૂર ભાગવાની વૃત્તિ ભાજપે ચાલુ જ રાખી. એનું પરિણામ એ આવ્યું કે આજે ભાજપની પ્રચાર કરવાની દિશા જ હજુ સુધી નિશ્ચિત નથી. પ્રજા પાસે જતા પહેલાની ભાજપની સંદિગ્ધતાએ એના નેતાઓના આત્મવિશ્વાસને ગંભીર હાનિ કરી છે. 

છેલ્લા છ મહિનાથી ભાજપે પોતાની ટુકડે-ટુકડા થઈ ગયેલી પ્રતિાને સાંધવા માટેના વ્યાયામ શરૂ કર્યા છે ખરા. પરંતુ પોતાની ભૂલો ન સ્વીકારી હોવાને કારણે લોકોના મનમાં ભાજપ સરકારના તમામ છબરડાઓ હજુ એવા ને એવા તરોતાજા છે. આજે પણ સામાજિક પ્રસંગોમાં લોકો ટોળે વળે છે ત્યારે જે નવરાશની વાતોએ ચડે છે એમાં નોટ બંધી વખતે પોતે કેવા હેરાન થયા હતા એના પ્રસંગો હજુ આક્રોશપૂર્વક વર્ણવે છે.

લોકમાનસમાંથી એ લાંબી લાઈનો હજી ભૂંસાઈ નથી. છ મહિના પહેલા ભાજપ પાસે કિસાનો માટે એક રૂપિયો પણ હતો નહીં પરંતુ ત્રણ રાજ્ય વિધાન સભાઓની ચૂંટણીઓ હાર્યા એટલે એણે કિસાનો માટે રાતોરાત ૭૮,૦૦૦ હજાર કરોડની વ્યવસ્થા કરી લીધી. છેલ્લા પાંચ વર્ષ સતત કિસાનોના આંદોલનો ચાલતા રહ્યા છે.

એક મહિનો પણ એવો ખાલી ગયો નથી કે ભારતમાં કોઈ ને કોઈ રાજ્યમાં કિસાનોએ પોતાની સમસ્યાઓ અંગે સરકારની વિરુદ્ધમાં પ્રદર્શન ન કર્યું હોય. હવે તો ગંગા અને યમુનામાંથી ઘણા પાણી વહી ગયા છે. ભાજપના નેતાઓ રેલીઓમાં બોલે છે શું અને પ્રજા સમજે છે શું તે કોયડો છે. ૨૦૧૪માં ભારતીય પ્રજાને નરેન્દ્ર મોદી તરફ એટલું સન્માન અને આશા હતા કે તેમના દરેક વાક્યને લોકો ગંભીરતાથી સાચું માનતા હતા. આજે તેમની વાતો લોકોને હાસ્યાસ્પદ લાગે છે.

એટલું જ નહીં તેઓ ખુદ પણ વ્યર્થ આત્મવિશ્વાસમાં હજુ પણ હાસ્યાસ્પદ વાતો કરી રહ્યા છે. કોંગ્રેસને તો જે કંઇ બેઠકો મળે એમાં વકરો એટલો નફો છે. પરંતુ ભાજપ પાસે જે તક હતી તે એણે લોકો સાથે સતત લુચ્ચાઈ અને છેતરપિંડી કરીને જે રીતે વેડફી નાખી એ રીતે જોતા હવે ફરી કેન્દ્રમાં સત્તામાં આવવું ભાજપ માટે કમળની દંતપંક્તિઓ થી લોખંડના ચણા ચાવવા નું કામ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો