બે સીટો પરથી ચૂંટણી લડવાના રાહુલ ગાંધીએ આપ્યા સંકેત


નવી દિલ્હી, તા. 29 માર્ચ 2019, શુક્રવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આગામી લોકસભાની ચૂંટણી 2 સીટો પરથી લડવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ભૂતકાળમાં પાર્ટીના ઘણાં મોટા નેતાઓએ એકથી વધારે સીટો પરથી ચૂંટણી લડી છે અને આ મામલે તેમની પાર્ટી જલ્દી કોઇ નિર્ણય કરશે. જો કે તેમની કર્મભૂમિ અમેઠી જ રહેશે તેના પર પણ ભાર આપ્યો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમેઠી તેમની કર્મભૂમિ છે અને હંમેશા રહેશ. કર્ણાટક, કેરળ અને તમિલનાડૂમાં અમારા કાર્યકર્તાઓએ જે પ્રેમ વ્યક્ત કર્યો છએ તેના માટે હું તેમનો આભારી છું. ભૂતકાળમાં પણ કોંગ્રેસ અને અન્ય પાર્ટીના ઘણાં નેતાઓ એક અથવા વધારે સીટો પરથી ચૂંટણી લડ્યા છે. આ બાબતે પાર્ટી જલ્દી કોઇ નિર્ણય કરશે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો