પુલવામા હુમલો મોદી માટે ચૂંટણી ગિફ્ટ સમાનઃ પૂર્વ રો ચીફ દુલાત
નવી દિલ્હી,તા. 31. માર્ચ 2019 રવિવાર
ભારતની જાસૂસી સંસ્થા રોના પૂર્વ ચીફ એ એસ દુલાતે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યુ છેકે, પુલવામા હુમલો ભાજપ માટે ચૂંટણીની ગિફ્ટ સમાન છે.
હૈદ્રાબાદમાં એક કાર્યક્રમમાં હાજર રહેલા દુલાતને ટાંકતા એક અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં કહ્યુ છે કે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે પુલવામા હુમલો મોટી ગિફ્ટ સાબિત થયો છે.ભારત પાસે પાકિસ્તાન સ્થિત આતંકવાદી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો અધિકાર છે.મેં પહેલા પણ કહ્યુ છે અને ફરી કહુ છું કે, પુલવામા હુમલા જૈશ એ મહોમ્મદ દ્વારા પીએમ મોદીને અપાયેલી ભેટ છે.
દુલાતે કહ્યુ હતુ કે, ચૂંટણી આવનારી છે અને તેવામાં અપેક્ષા હતી જ કે ભારત સામે કાર્યવાહી કરશે.કશુંક તો થવાનુ નક્કી જ હતુ.પાકિસ્તાનની અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરવી યોગ્ય હતુ.જોકે જ્યાં દેશભક્તિથી જ કાફી હોય ત્યાં રાષ્ટ્રવાદ પર બહુ જોર આપવુ ના જોઈએ.કારણકે રાષ્ટ્રવાદ યુધ્ધ તરફ લઈ જાય છે.કાશ્મીરીઓ સાથે વાતચીત આગળ વધવાનો એક માત્ર રસ્તો છે.
તેમણે દાવો કર્યો હતો કે, તત્કાલીન પીએમ મનમોહનસિંહ પોતાના કાર્યકાળમાં પાક સાથે શાંતિ કરાર પર સહી કરવાની નજીક પહોંચી ગયા હતા.
Comments
Post a Comment