પાળેલા પ્રાણીઓની કતલ કેમ નથી કરાતી?



મૂંગા પ્રાણીઓની જગ્યાએ તમારી જાતને મૂકીને વિચારશો તો ખ્યાલ આવશે કે તે કેવી યાતના અને હતાશામાંથી પસાર થાય છે...સમજશો તો તમે કતલ પણ નહીં કરો કે ખાશો પણ નહીં

ગેસ્ટેસન ક્રેટ્સ : આ પીંજરાની સાઇઝ કેટલી નાની હોય છે કે ગાય આઘી પાછી થઇને કોઇ મુવમેન્ટ પણ કરી શકતી નથી. તે મુશ્કેલીથી ઉભી થઇ શકે છે...

માનવ જાત કેટલાક પ્રાણીએાને ખોરાક તરી કે ઉપયોગમાં લે છે તો કેટલાકને તે પાળે છે. કેમકે તે એમ માને છે કે તે જે પ્રાણીનો ખાવામાં ઉપયોગ કરે છે તે સંવેદનશીલ નથી હોતા. તેમનામાં લાગણી નથી હોતી કે તેમનામાં  દુખ કે ટેન્શન જોવા નથી મળતા. જો કે હકીકત એ છે કે દરેક પ્રાણીમાં સંવેદના હોય છે અને તેમનામાં સ્ટ્રેસ પણ જોવા મળે છે. 

ઉદાહરણ તરીકે જે કેટલ ફાર્મમાં ગાયોને માંસ માટે રાખવામાં આવે છે ત્યાં જ્યારે કોઇ ગાય બચ્ચાને જન્મ આપવા માંગે છે ત્યારે તે એકાંત જગ્યા શોધે છે. જ્યારે તે તેની આસપાસ કોઇ માણસને જુવે છે ત્યારે તેને ભગાડી મુકે છે. તેને એવો ડર હોય છે કે માણસ તેનું વાછરડું લઇ જશે. તેને એ પણ ખબર હોય છે કે તેના વાછરડાને શરુઆતથી જ જીંદગી માટે ઝઝુમવાનું છે.

કેટલાક દેશોમાં (ભારત અને યુરોપના દેશો સહિત વિશ્વમાં) ગાયના  ૧૬ અઠવાડીયાના પ્રેગનન્સી પીરીયડ દરમ્યાન તેને ગેસ્ટેસન ક્રેટ્સ (એક  પ્રકારનું નાનું પીંજરુ, જે ૬.૫ ફૂટ લાંબુ અને બે ફૂટ પહોળું હોય છે) માં મેટલના પીંજરામાં તેને રાખવામાં આવે છે.  હકીકતતો એ છે કે આ પીંજરાની સાઇઝ કેટલી નાની હોય છે કે ગાય આઘી પાછી થઇને કોઇ મુવમેન્ટ પણ કરી શકતી નથી. તે મુશકેલીથી ઉભી થઇ શકે છે. આ સ્થિતિમાં તે સ્ટ્રેસ કેવી રીતે બતાવે છે? આ સ્થિતિમાં ગાય પીંજરાના સળીયા ચાવે છે અને પોતાનો સ્ટ્રેસ છતો કરે છે.

ભૂંડ જ્યારે બીજા ભૂંડની પૂંછડી ચાવે છે ત્યારે તે સ્ટ્રેસમાંથી પસાર થઇ રહ્યો હોય છે. પોતાનામાં રહેલો સખ્ત સ્ટ્રેસ તે આરીતે વ્યક્ત કરે છે.

જ્યારે ભૂંડને ઓછા હવા-ઉજાસ વાળી જગ્યાએ રાખવામાં આવે કે તેને બહુ ખીચોખીચ જગ્યા પર રાખવામાં આવે તો તે સ્ટ્ર્ અનુભવે છે. મરઘીઓને પણ જ્યારે ખીચોખીચ ભરવામાં આવે છે ત્યારે તે સ્ટ્રેસ અનુભવે છે. તે એક બીજાને ચાંચ મારે છે અને પાંખો પર નહોર મારે છે. મરઘીઓને થોડી વિશાળ જગ્યા પર રાખવાના બદલે ફાર્મના માલિકો તેની ચાંચ અને અંગૂઠા કાપીને તેમની જીંદગી વધુ સ્ટ્રેસમાં નાખે છે અને તેમની યાતના વધારે છે. ઘેટાને રાખતા ફાર્મની જગ્યા મર્યાદીત હોય છે એટલે બહુ મુવમેન્ટના અભાવે તે ટેન્શનમાં રહે છે.

તેમાં જે સૌથી નબળોે હોય છે તે ઘેટાની ચામડી ખેંચાતી હોય છે. ઘોડાઓ એક સાથે દોડતા હોય છે અને એક સાથે પાણી પીવા જતા હોય છે. આ ઘોડા સોશ્યલી પણ એક બીજા સાથે જોડાયેલા હોય છે. જ્યારે તેમના સાથીઓનોે સાથ છૂટે છે ત્યારે તે ટેન્શનમાં આવી જાય છે. ટેન્શનમાં તે પોતાના પગ એક બીજાની ઉપર રાખે છે અને પોતાનું માથું ગોળ ગોળ ફેરવ્યા કરે છે. ટેન્શનમાં રહેતા ઘોડા તેના મોંમા આવી શકતા સળીયા વગેરે મોમા નાખીને ચાવવાનો પ્રયાસ કરે છે.

જ્યારે પશુઓને બાંધીને કારખાનામાં લઇ જવાય છે ત્યારે તે સખ્ત સ્ટ્રેસમાં હોય છે. આવા પશુઓ પોતાના મોંઢામાં જીભ ગોળ-ગોળ ફેરવ્યા કરે છે. સ્ટ્રેસમાં મોટા ભાગના પ્રાણીઓ પીજરાના સળીયા ચાવે છે.વાછરડા જનમ્યા હોય ત્યારથી ગૂધ પીતા હોય છે  એટલે સ્ટ્રેસમાં તેના મોંમાથી સફેદ પ્રવાહી નીકળેે છે. તે ચારમાસનું થાય ત્યાંતો તેને કતલખાને લઇ જવાય છે. તે કતલ પહેલાં સૂનમુન બની જાય છે. તે એટલી યાતના ભોગવે છે કે તે મોંની બહાર જીભ કાઢી નાખેે છે.

પોતાની માની ગેર હાજરીમાં વાછરડાં નજીકમાં પડેલી ડોલ કે નજીકની કોઇ ચીજ મોંમા લેવા મથે છે. કશું ના મળેે તો તે બાજુમાં ઉભેલા બીજા વાછરડાની ચામડી પણ મોંમા લઇ લે છે. ઘણીવાર તે નજીકના વાછરડાના કાન પણ મોમાં લઇ લે છે. ઘેટામાં રહેલા સ્ટ્રેસને માપવા માટે ન્યુ સાઉથ વેલ્સ ખાતેના સીએસ આઇઆરઓની સંશોધકોએ ઘેટાના વર્તન પર થતા ફેેરફાર નોંધ્યા હતા. વિજ્ઞાાનીઓ તેને એટેનશન બાયસ કહે છે. ફાર્મમાં ઉછેરાતા  પ્રાણીઓનું  સ્ટે્સ લેેવલ માપવામાં આવ્યું હતું.

મેરીનો પ્રકારના ૬૦ ઘેટાંને ત્રણ ગૃપમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. તેમનામાં કુદરતી રીતે કેટલો ગુસ્સો થાય છે  તે નોંધવામાં આવ્યું હતું. પ્રયોગ કરનારાઓેએે કૃત્રીમ રીતે ઘેટામાં ગુસ્સો લાવવાનો પ્રયાસ કર્યો હતો.  એક ગૃપને મિથાઇલ ક્લોરોફીનાઇલ પીપેરાઝાઇનના  ઇન્જેક્શન અપાયા હતા.

આ એક એવું ડ્રગ છે કે જે કોઇ પણ જાતના પ્રાણીમાં આતુરતા અને ઉત્તેજના ઉભી કરે છે. ત્રીજા ગૃપને ડાયઝાપામનો ડોઝ ્અપાયો હતો. જેને વેલીયમ પણ કહે છે. ફાર્મમાં આવેલી દિવાલ પાસે ડોલમાં મુકેલા ખાવાના સુધી તેમને દોરી જવામાં આવ્યા હતા. દિવાલની નજીક એક બારી પર એક કૂતરાને બેસાડવામાં આવ્યું હતું. થોડી મિનિટ પછી તેને ખસેડી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ દશ મિનિટ સુધી ઘેટાનું વર્તન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. દરેક ઘેટાએ કૂતરું જોયું હતું. પરંતુ બારી બંધ કર્યા બાદ ક ૂતરું ત્યાં દેખાતું નહોતું.

તેમ છતાં દરેક ઘેટાં કેટલીક સેકંડો સુધી બારી સામે જોયા કરતા હતા. ક્યા ગૃપને ક્યું ડ્રગ અપાયું છે તે પરથી તેનું સ્ટ્રેસ લેવલ જોવા મળ્યું હતું. જેમ માનવ જાતમાં ડર જોવા મળે છે એમ ઘેટામાં પણ જોવા મળતો હતો.

ફાર્મ ફીશ ખુબ ટેન્શનમાં જોવા મળે છે . વહેતા પાણીમાંં તે લહેરથી ફરતી જોવા મળે છે જ્યારે ફાર્મમાં ( મચ્છી ઉછેરતા ફાર્મમાં) તેને બંધિયાર પાણીમાં રહેવાનું હોય છે. એક્વા કલ્ચર ફાર્મમાં તેમને ભરચક સ્થિતિમાં રહેવું પડે છે.

તેમનોે ગ્રોથ પણ ફાર્મમા ંઅટવાઇ જાય છે અને અચાનક કરાતી લાઇટીંગ અને ખોેરાકના ધાંધીયાના કારણે તે સાવ નિરાશ સ્થિતિમાં સપાટી પર તર્યા કરે છે. આવી ફીશ ડ્રોપ આઉટ તરીકે ઓળખાય છે. હતાશ લોકોની જેવી લાઇફ હોય છે એવી લાઇફ આ ડ્રોપ આઉટની હોય છે એમ રોયલ સોસાયટી ફોર ઓપન સાયન્સના સંશોધનકારોએ નોંધ્યું છે.

આવા મૂંગા પ્રાણીઓની જગ્યાએ તમારી જાતને મુકીને વિચારશો તો ખ્યાલ આવશે કે તે કેવી યાતના અને હતાશામાંથી પસાર થાય છે. તો તમે તેની કતલ પણ નહીં કરો અને ખાશો પણ નહીં. આવા હજારો પ્રાણીઓની રોજ કતલ થાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો