કોંગ્રેસ-ભાજપ બંનેને NRIની મદદ જોઇએ છે



નવી દિલ્હી,તા.30 માર્ચ 2019, શનિવાર

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને ભાજપ બંને મદદ માટે બિન નિવાસી ભારતીયો તરફ જોઇ રહ્યા છે. ૩૦ દેશોમાં શાખા ધરાવતા ભાજપની શાખા ઓવરસિઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી ભાજપ અને મોદી માટે માર્કેટિંગ કરે છે. ભાજપને માનનાર લોકો તેમને મદદ કરશે.ભાજપના વિદેશી બાબતોમાં પ્રભારી વિજય ચારાથાવલ્લેએ કહ્યું હતું કે મોદી વિદેશમાં વસતા ભારતીયો સાથે સતત સપર્કમાં છે, તો સામે પક્ષે કોંગ્રેસે પણ તેના સ્ત્રોતનો ઉપયોગ  શરૂ કર્યો હતો.

કોંગ્રેસના મહામંત્રી વેણુગોપાલે તમામ પ્રદેશ પ્રમુખોને એનઆરઆઇ સાથે તાલનેલ બેસાડવા એક ઇનચાર્જની નિમણુંક કરવા કહ્યું હતું. વિદેશોમાં વસતા અનેક ભારતીયો અને ખાસ તો મધ્ય પૂર્વ યુરોપ, આફ્રિકા અને એશિયા તેમજ અમેરિકામાં રહેતા લોકોએ કોંગ્રેસને મદદ કરવાની ઇચ્છા જાહેર કરી હતી. કેટલાક એનઆરઆઇ તો ઉમેદવારોની મદદ કરવા પોતે ભારત આવવા પણ ઇચ્છે છે.

જદયુમાં વિભાજનની અટકળો
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર દ્વારા બિહાર બોલાવવામં આવેલા જાણીતા વ્યુહરચનાકાર પ્રશાંત કિશોરે પક્ષના ઉપાધ્યક્ષ તરીકે પક્ષને મદદ કરવા યોજના બનાવી હતી. પરતું હવે તેઓ પણ કંટાળી ગયા છે. તેમણે કહ્યું હતું કે હે પછી તેઓ પક્ષના પ્રચારની વ્યવસ્થા નહીં સંભાળે. 

આ વાત જ દર્શાવે છે કે પક્ષના કેટલાક લોકોને કિશોરનું આગમન ગમ્યું નથી. આરસીપી સિંહ એક વરિષ્ઠ અને અનુભવી નેતા છે તેમના જણાવ્યા અનુસાર પક્ષના લોકો એનડીએના બેનરમાં સારો દેખાવ કરી જ રહ્યા છે. પણ કેટલાક લોકો એમ કહે છે કે મુખ્ય પ્રધાન સાથે નજીકનો ધરોબો ધરાવતા કિશોરની અવગણના ભારે પડશે.

કિર્તી આઝાદ અને શત્રુઘ્ન સિંહાને બેઠક મળશે, પણ...
તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા કિર્તી આઝાદ અને શત્રુઘ્ન સિંહાને તેમની મનગમતી બેઠકો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આઝાદને દરભંગાને બદલે પશ્ચિમ ચંપારણની બેઠકની ઓફર કરાઇ હતી. એવી જ રીતે કોંગ્રેસે પણ બિહારી બાબુ શોટગનની બેઠક અંગે પણ નિર્ણય કર્યો નથી. તેઓ છટ્ટી એપ્રિલે કોંગ્રેસમાં જોડાશે. એમ મનાય છે કે તેમને પટણા સાહબેની બેઠક નક્કી જ છે.

માધુરી દિક્ષીતે ચૂંટણી લડવા ના પાડી
સલમાન ખાન, અક્ષય કુમાર અને સંજય દત્તે પોતે રાજકારણમાં નહીં જ જોડાય તેની ચોખવટ કરી દીધી હતી. એવી જ રીતે અભિનેત્રી માધુરી દિક્ષિતે પણ પુણેમાંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારા રોજકારણમાં જોડાવવાની માત્ર અફવા જ હતી. હું ક્યાયથી પણ ચૂંટણી નહી લડું.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે