પર્સનલ લોનની માત્રામાં તગડા વધારાથી બેંકોને સીધો લાભ થયો
લોન આપનારી સંસ્થાઓ તેમના વ્યવસાયને વધારવા માટે પર્સનલ લોન પર આશા રાખી રહી છે. ક્રેડિટ બ્યુરો દ્વારા પ્રાપ્ત ડેટા દર્શાવે છે કે, ચાલું નાણાકીય વર્ષમાં વ્યક્તિગત(પર્સનલ) લોનમાં રૂ.૩.૫ લાખ કરોડના રેકોર્ડ સ્તરે વધારો થયો છે. બેન્કો પર્સનલ લોન માટે ગ્રાહકો પાસે કોઈ પણ દસ્તાવેજ ગીરવે(મોર્ટગેજ) પર રાખતી નથી. તેથી, હોમ અને કાર લોન્સ કરતાં વ્યાજના દર પણ ઊંચા હોય છે.
સામાન્ય રીતે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સારા ક્રેડિટ સ્કોર્સ ધરાવતા પગારદાર વર્ગના લોકોને વ્યક્તિગત લોન આપે છે. કેર રેટિંગ્સ એજીએમ આર બંદારુએ જણાવ્યું હતું કે, આ પહેલાં પર્સનલ લોન ક્યારેય આટલી ઉચ્ચ સપાટીએ પહોંચી નથી. તેમણે વધુમાં જણાવતાં કહ્યું કે, કંપનીઓને લોન આપવામાં હવે બેન્કોને પણ વધુ રસ રહ્યો નથી, તેમજ તેઓ તેમની લોન બુકમાં ઝડપથી વધારો કરવાની ઈચ્છા ધરાવે છે.
બંદારુએ કહ્યું કે, આ પ્રકારની નાની રકમની લોન માટે બેન્કો અને નાણાકીય સંસ્થાઓને ગ્રાહકોના માત્ર ક્રેડિટ ઇતિહાસને તપાસવું પડે છે. તેમજ તે બેન્કોને ચોખ્ખી વ્યાજ માજન વધારવામાં પણ મદદ કરે છે. પર્સનલ લોન સામાન્ય રીતે ૧૨ થી ૨૪ ટકાના વાષક વ્યાજ પર આપવામાં આવે છે. જ્યારે કેટલીક એનબીએફસી અને ફાઇનાન્શિયલ ટેક કંપનીઓ નીચા ક્રેડિટ સ્કોર્સ ધરાવતા ગ્રાહકો પાસેથી પર્સનલ લોન પર ૨૬ ટકા વાષક વ્યાજ વસૂલી રહી છે.
કોટક મહિન્દ્રા બેન્કના કન્ઝયુમર એસેટ્સ વટકલના હેડ અંબુજ ચંદનાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો વપરાશ માટે પર્સનલ લોન લે છે. વધુમાં લોકો લગ્ન માટે, સંપત્તિ ખરીદવા અથવા ઘરના નવીકરણ માટે પર્સનલ લોન લેતા હોય છે. ખાનગી ક્ષેત્રની બેન્કો પર્સનલ લોન સેગમેન્ટમાં મજબૂત પકડ ધરાવે છે, પરંતુ સરકારી બેન્કો અને એનબીએફસી નાના વેપારીઓ તેમજ ગ્રામીણ વિસ્તારોમાં તેને વિસ્તૃત કરીને આ વ્યવસાયમાં વધારો કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.
ટેકનોલોજીના વધતા જતા ઉપયોગથી પર્સનલ લોનમાં પણ વધારો થયો છે. સરકારી બેન્કો ૪૮ કલાકમાં પર્સનલ લોનનું વિતરણ કરી રહી છે ત્યારે ખાનગી બેન્કો અને સ્થાપિત એનબીએફસી ૨૪ કલાકમાં પર્સનલ લોન ઓફર કરે છે. નવી ઉંમરની ધિરાણ કંપનીઓ આ પ્રકારની લોનને ચારથી આઠ કલાકમાં વહેંચી રહી છે. તેમજ રૂ.૨ થી ૫ લાખની પર્સનલ લોન સામાન્ય રીતે ત્રણથી પાંચ વર્ષ માટે આપવામાં આવે છે.
નવી દિલ્હી થ બ્રાન્ડેડ ઉત્પાદનો હેવા છતાં ૨૦૧૮ કેલેન્ડર વર્ષમાં ભારતનો એકંદરે ફાસ્ટમુવિંગ કન્ઝયુમર ગુડ્સ (એફએમસીજી) માર્કેટમાં ઘટાડો થયો છે. ખાસ કરીને લિસ્ટેડ કંપનીઓમાંથી ડબલ ડિજિટ વૃદ્ધિ જોઈને અનબ્રાન્ડેડ અને અસમથત ઉત્પાદનોની માંગ ઘટી રહી છે.
કોમ્યુનિકેશન અને એડવર્ટાઈઝીંગ જાયન્ટ ડબલ્યુપીપીની માલિકીની વૈશ્વિક ગ્રાહક સંશોધન કંપની કેન્ટર વર્લ્ડપેનલના ડેટા અનુસાર, વર્ષ ૨૦૧૮માં એક વર્ષ પહેલા ૭.૫ ટકાની વૃદ્ધિ સાથે વોલ્યુમ દ્રારા એકંદરે એફએમસીજી બજાર ૧ ટકા ઘટયું હતું. જ્યારે એક વર્ષ અગાઉ ૮ ટકા વધારો થયો હતો.
માર્કેટ રિસર્ચર નિલ્સનના આંકડા કરતા કેન્ટરના આંકડા અલગ તરી આવે છે. નિલ્સને જણાવ્યું છે કે, સમાન ગાળામાં એફએમસીજીમાં ૧૧ ટકાનો વોલ્યુમ ગ્રોથ નોંધાયો હતો. તેનું કારણ એ છે કે નિલ્સન મુખ્યત્વે પેકેજ્ડ ગૂડ્સના રિટેલ સેલ્સને કવર કરે છે જ્યારે કેન્ટર લગભગ ૯૬ કેટેગરીમાં હાઉસહોલ્ડ કન્ઝમ્પશનને ટ્રેક કરે છે. તેમાં બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ પ્રોડક્ટ બંને સામેલ છે.
એફએમસીજીએ ૨૦૧૫થી ૨૦૧૭ વચ્ચે ઝડપી વૃદ્ધિ નોંધાવી હતી જ્યારે ૨૦૧૮માં ઘટાડો થયો હતો. તેમાં આટા અને ઘઉંની કેટેગરીનો દેખાવ મુખ્ય છે જેના વોલ્યુમમાં બે ટકા ઘટાડો થયો હતો.
આ ડેટા ફૂડ અને બેવરેજ સેગમેન્ટ તરફ વધારે ઝુકાવ ધરાવે છે જે કવર કરાયેલી પ્રોડક્ટના કુલ વોલ્યુમમાં લગભગ ૭૦ ટકા છે. આ નરમાઈ માત્ર ફૂડ પૂરતી મર્યાદિત નથી. આંકડા દર્શાવે છે કે, ફૂડ, હોમ અને પર્સનલ કેર સહિત કુલ કેટેગરીમાંથી ક્માં એક વર્ષ અગાઉ કરતાં ધીમી વૃદ્ધિ છે. ઉદાહરણ તરીકે ટોઇલેટ શોપ્સ, હેર અને ખાદ્ય તેલ, મિલ્ક ફૂડ ડ્રિંક્સ અને સોલ્ટમાં એબ્સોલ્યુટ ટર્મમાં ઘટાડો થયો હતો જ્યારે લોન્ડ્રી, ટી, સોફ્ટ ડ્રિંક અને મસાલામાં વોલ્યુમ ૨૦૧૭ની તુલનાએ ઘટયું હતું.
ભારતમાં ડેરી, ચોખા અને ઘઉં જેવી ચીજોના વેચાણમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ્સનો હિસ્સો લગભગ ૧૦ ટકા કરતાં પણ ઓછો હોય છે. ચા જેવા સેગમેન્ટમાં નાની કંપનીઓ અને છૂટક વેચાણ કરતી કંપનીઓ લગભગ ૪૦ ટકા જેટલું બજાર ધરાવે છે.
તેમાંથી અમુક કંપનીઓ ચોક્કસ જિલ્લા કે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય છે. વર્ષોથી લોકલ અને અનબ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વધારે ચાલે છે જેના ભાવ નીચા હોય છે અને તેઓ અગ્રણી કન્ઝયુમર પ્રોડક્ટ કંપનીઓ પાસેથી બજાર આંચકી રહી છે. ખાસ કરીને ડિટર્જન્ટ, હેર ઓઇલ, ચા, નાસ્તો અને બિસ્કિટ જેવા સેગમેન્ટમાં તેમનું પ્રભુત્વ છે.
- પ્રસંગપટ
Comments
Post a Comment