પહેલી વખત રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરાલાની બેઠક પરથી ચૂંટણી લડશે

નવી દિલ્હી,તા. 31. માર્ચ 2019 રવિવાર

2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીની સાથે સાથે કેરાલાની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે.

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી માટે અમેઠીમાં ઉભા કરેલા પડકાર બાદ રાહુલ ગાંધી બીજી બેઠક પરથી પણ ચૂંટણી લડશે તેવી અટકળો થઈ રહી હતી.જે સાચી પડી છે.કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલા અને એ કે એ્ન્ટનીએ કહ્યુ હતુ કે, દક્ષિમ ભારતના કાર્યકરો રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડે તેવી માંગણી કરી રહ્યા હતા. જે માંગણી રાહુલ ગાંધીએ સ્વીકારી છે.દક્ષિણ ભારતની પરંપરાઓ પર મોદી સરકાર હુમલો કરી રહી છે.રાહુલ ગાંધી આ બેઠક પરથી લડીને કેરલ,તામિલનાડુ અને કર્ણાટક એમ ત્રણ રાજ્યોનુ પ્રતિનિધિત્વ કરશે.

સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, 2014માં મોદીજી પણ ગુજરાતની સાથે વારાણસીથી ચૂંટણી લડ્યા હતા, શું તેમને ગુજરાત પર ભરોસો નહોતો?, વાયનાડથી ચૂંટણી લડવાનો અર્થ એ નથી કે અમે કોઈ પાર્ટી સામે ચૂંટણી લડી રહ્યા છે.અમે તો દેશના ભાગલા પાડનારી નીતિ સામે લડાઈ લડી રહ્યા છે.અમે દક્ષિણ ભારતના લોકોને સંદેશો આપવા માંગીએ છે કે, કોંગ્રેસ તેમની પરંપરાઓની સાથે છે.

સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી માટે અમેઠી કર્મભૂમિ છે.તે અમેઠીને નહી છોડી શકે.સ્મૃતિ ઈરાની આ વખતે હારવાની હેટ્રિક લગાવશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો