રાહુલ ગાંધીના રાજીનામાનું સસ્પેન્સ નુકસાન કરશે



નવી દિલ્હી, તા.25 જૂન 2019, મંગળવાર

રાહુલ ગાંધીના પક્ષના પ્રમુખપદેથી આપેલા રાજીનામાથી કોંગ્રેસીઓ મુંઝવણમાંથી હજુ બહાર આવ્યા નથી. તેઓ કહે છે કે આના કારણે પક્ષની પ્રતિભા ખરડાય છે. પરંતુ નોંધપાત્ર બાબત એ છે કે રાહુલે હરિયાણા રાજ્યના સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી હતી. તેમણે આવતી કાલે મહારાષ્ટ્રના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોને પણ આવતી કાલે બેઠક માટે બોલાવ્યા હતા.

શુક્રવારે તેઓ દિલ્હી કોંગ્રેસના વડા શીલા દિક્ષીતને પણ મળશે. આ તમામ બાબતો દર્શાવે છે કે તેઓ હવે આઘાતમાંથી બહાર આવ્યા છે, પરંતુ હોદ્દો છોડવા અંગે મક્કમ છે. કારોબારી સમિતિ તેમને હોદ્દા પર ચાલુ રહેલા કહે છે.'ક્યાં સુધી આ સસ્પેન્સ બરકરાર રહેશે?'એમ પક્ષના એક વરિષ્ઠ નેતાઓ પૂછ્યું હતું.

માયાવતીનું જોખમી જુગાર ભાજપ માટે આશિર્વાદ
ઉત્તર પ્રદેશમાં ફરીથી ચાર પક્ષીય ચૂંટણીના એંધાણ વર્તાય છે. માયાવતીએ સપા સાથેના સબંધોનો અંત કર્યા હતા. જાણકારો કહે છે કે આનાથી ભાજપને ફરી સત્તામાં આવવાની તક મળશે. ૨૦૧૯ની લોકસભામાં ભાજપે રાજ્યના ૮૦ પૈકી ૬૨ બેઠકો જીતી હતી. સપા સાથેના ગઠબંધને તોડયા પછી એકલા હાથે ભાજપનો મુકાબલો  માયાવતી માટે ખૂબ મુશ્કેલ બની રહેશે.

માયાવતીએ પક્ષને ઘરની જ પાર્ટી બનાવી દીધી
માયાવતીની વિરૂધ્ધ જે બાબત છે તે એ કે તેમણે પક્ષના મહત્તવના હોદ્દાઓ પર તેમના ભાઇ અને ભત્રીજાને બેસાડી દીધા હતા.આમ તેમના મતદારો માટે આ એર પરિવારવાદી  પાર્ટી બની ગઇ છે. તેમના સમર્થકોને આ વાત ગમી નથી. પક્ષના આંતરિક વર્તુળો મુજબ જો તેઓ એકલા હાથે ચૂંટણી લડશે તો તેમના માટે ઘાતર સાબીત થશે. તેઓ કહે છે કે સપા પણ બાપ-દિકરાની પાર્ટી છે અને રાલોદ પણ અજીત સિંહ અને પુત્ર જયંત ચૌધરીની પરિવારના પાર્ટી છે.તો શું કામ માયા એ આ રૂટ પસંદ કર્યો?

ભાજપ-બીજેડી વચ્ચે ઇલુ ઇલુ
રાજ્યસભાની ઓડિશાની ખાલી પડેલી ત્રણે બેઠકો પૈકી એક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ સનદી અધિકારી અશ્વિની વૈષ્ણવને બીજેડી ટેકો આપશે એ વાતથી સૌ ચોંકી ગયા હતા. તો બીજી તરફ લોકો એવા ઇશારા કરી રહ્યા હતા કે બંને પક્ષો વચ્ચે નીકટતા વધી રહી છે. રાજ્યના મુખ્ય પ્રધાન બીજુ પટનાયકે પહેંલા તો એમ કહ્યું હતું કે વૈષ્ણવ તેમના ઉમેદવાર છે, પરંતુ પછી તેમને જાણવા મળ્યું હતું કે ભાજપે તેમને પોતાના ઉમેદવાર બનાવી દીધા હતા. આમ તેઓ હવે ભાજપના ઉમેદવારને ટેકો આપશો.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો