ચાર શંકાસ્પદોની અટકાયત : શરીર બળી ગયું પણ લોકેટ પરથી ઓળખાણ થઇ શકી હૈદરાબાદ, તા. 29 નવેમ્બર, 2019, શુક્રવાર તેલંગાણાના હૈદરાબાદમાં દિલ્હીની નિર્ભયા જેવી ઘટના સામે આવી છે. અહીં 26 વર્ષની એક મહિલા ડોક્ટરનું નરાધમોએ અપહરણ કરીને રેપ કર્યો હતો, બાદમાં આ યુવતીને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટના બાદ સમગ્ર દેશમાં મહિલા સુરક્ષાને લઇને ફરી સવાલો ઉઠવા લાગ્યા છે અને લોકો આ યુવતીની તસવીરો શેર કરીને પોતાનું દુ:ખ પણ વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરી રહી હતી. જ્યારે બીજી તરફ આ મામલે ચાર શખ્સને કસ્ટડીમાં લઇને પૂછપરછ ચાલી રહી છે. 26 વર્ષીય મહિલા ડોક્ટર પોતાના કામકાજને પૂર્ણ કર્યા બાદ પોતાના ઘર તરફ જઇ રહી હતી, જે દરમિયાન જ તેનું વચ્ચે અપહરણ કરીને બાદમાં તેને એક પુલ નીચે લઇ જઇ તેના પર ગેંગ રેપ કર્યો હતો, એટલુ જ નહીં આ યુવતીને જીવતી સળગાવીને નરાધમો નાસી છુટયા હતા, યુવતીનું ઘટના સૃથળે જ મોત નિપજ્યું હતું. આશરે 75 ટકા જેટલો સળગેલો તેનો મૃતદેહ હૈદરાબાદ પાસેેના એક બ્રિજ નીચે મળી આવ્યો હતો. એક સીસીટીવી કેમેરાના આધારે હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ સીસીટીવી પરથી સ્પષ્ટ ...