પ્રિયંકાના હત્યારા અમને સોંપો, અહીં જ ન્યાય કરીશું હૈદરાબાદમાં ટોળાએ પોલીસ સ્ટેશન ઘેર્યું


બળાત્કારીઓને ઝડપી ફાંસીની માગ કરનારા ટોળાને વિખેરવા આવેલી પોલીસ પર લોકોએ ચપ્પલ ફેંક્યા, પથ્થરમારો કર્યો

ચારેય નરાધમોને 14 દિવસની કસ્ટડી, હૈદરાબાદના વિસ્તારમાં વધુ એક મહિલાનો સળગેલો મૃતદેહ મળ્યો

હૈદરાબાદ, તા. 30 નવેમ્બર, 2019, શનિવાર

હૈદરાબાદમાં એક 26 વર્ષની ડોક્ટરને નરાધમોએ રેપ કર્યા બાદ સળગાવીને હત્યા નિપજાવી હતી. આ અતી ક્રૂર અને કાળજુ કંપાવે તેવી ઘટનાએ સમગ્ર દેશમાં ફરી મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે અને નિર્ભયા કાંડ સમયે જે રોષ જોવા મળ્યો હતો તેવો જ રોષ હવે ફરી જોવા મળી રહ્યો છે. આ ડોક્ટરના હત્યારાઓ નરાધમો જે પોલીસ સ્ટેશનમાં બંધ છે તેને લોકોએ ઘેરી લીધુ છે અને હત્યારાઓને જનતાને સોપી દેવાની માગણી કરી હતી. 

સ્કૂટી પંચર થઇ જતા બાદમાં અંધારાનો લાભ લઇને આ મહિલા ડોક્ટરનું અપહરણ કરીને તેના પર રેપ કર્યો હતો અને બાદમાં તેની હત્યા કરી સળગાવી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે

ત્યારે બીજી તરફ સમગ્ર મામલાને અંજામ આપનારા ચાર અપરાધીઓને પોલીસે પકડી લીધા છે અને એક પોલીસ સ્ટેશનમાં રાખ્યા હતા, જોકે જે પોલીસ સ્ટેશનમાં તેને રાખવામાં આવ્યા તેની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા અને હત્યારાઓને સોપી દેવાની માગણી કરી પોલીસ સ્ટેશન ઘેરી લીધુ હતું.

જોકે બાદમાં પોલીસે આ ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. હજુ પણ અહીંના શાદનગર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં વિરોધ પ્રદર્શન જારી છે. કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર ચપ્પલ ફેંક્યા હતા. અને સીધા અપરાધીઓને ફાંસી આપો તેવી માગણી કરી હતી. 

બીજી તરફ નરાધમ અપરાધીઓને પોલીસે કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. કોર્ટે આ અપરાધીઓને 14 દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. એક તરફ મહિલા સુરક્ષાની વાતો થઇ રહી છે જ્યારે બીજી તરફ હૈદરાબાદની આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે. આ પરિસિૃથતિ વચ્ચે હવે એ જ વિસ્તારમાં વધુ એક મહિલાનો સળગેલો મૃતદેહ મળી આવ્યો છે.

શમશાબાદ વિસ્તારમાં આ મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે પોલીસનો દાવો છે કે મહિલાએ આત્મહત્યા પણ કરી હોઇ શકે છે તેથી બન્ને રીતે તપાસ ચાલી રહી છે. બીજી તરફ તેલંગાણા અને આસપાસના રાજ્યોમાં તેમજ દેશના મોટા શહેરોમાં લોકો દેખાવો કરવા લાગ્યા છે અને મહિલા સુરક્ષાની માગણી ઉગ્ર બની રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે