દિલ્હીની વાત : વાસ્તવિક આર્થિક વિકાસ દર દોઢ ટકા જ છે ?


વાસ્તવિક આર્થિક વિકાસ દર દોઢ ટકા જ છે ?   

નવી દિલ્હી,તા.30 નવેમ્બર 2019, શનિવાર

અર્થતંત્રની અવદશાના સમાચારો વચ્ચે નિર્મલા સીતારામન સામે સુબ્રમણ્યમ સ્વામી મેદાનમાં આવ્યા છે. સ્વામીના કહેવા પ્રમાણે નિર્મલાને અર્થશાસ્ત્રની કંઈ ગતાગમ જ નથી પડતી. નિર્મલા પોતે જવાબ આપવાના બદલે અધિકારીઓ પાસે માઈક ધકેલી દે છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાના કારણે અર્થતંત્ર ના સુધરે કેમ કે કોર્પોરેટ કંપનીઓ તેનો ઉપયોગ પોતાનાં દેવાં ઓછાં કરવા કરી રહી છે.

સ્વામીએ તો નરેન્દ્ર મોદીને પણ છોડયા નથી. તેમના મતે મોદીને અર્થશાસ્ત્રમાં ખબર પડતી નથી અને તેમના સલાહકારો તેમને સાચી વાત કહેતા નથી. સ્વામીના કહેવા પ્રમાણે, મોદી પોતાને નથી ઈચ્છતા કેમ કે તેમને પોતાની સામે બોલે તેવા પ્રધાન નથી જોઈતા.  સ્વામીએ ચોંકાવનારો દાવો એ કર્યો કે, અત્યારે આપણો આથક વિકાસ દર કાગળ પર સાડા ચાર ટકા જાહેર કરાય છે પણ વાસ્તવમાં એ દોઢ ટકા જ છે.

સ્વામી ક્યા આધારે આ આંકડો આપે છે તેની તેમને જ ખબર પણ સ્વામી મેદાનમાં આવતાં મીડિયાને મસાલો ચોક્કસ મળી રહેશે. અગાઉ જેટલી સામે પણ સ્વામીએ આ રીતે મોરચો માંડીને મીડિયાને ખુશ કર્યું હતું.

નિર્મલાની અર્થશાસ્ત્રની ડીગ્રીની તપાસ કરો

દેશનો આથક વિકાસ દર ઘટીને સાડા ચાર ટકા થઈ ગયો છતાં નિર્મલા સીતારામન જે રીતે વર્તી રહ્યાં છે તેના કારણે લોકોમાં આક્રોશ છે. સાથે સાથે નિર્મલા લોકોની નજરમાં હાસ્યાસ્પદ બની ગયાં છે. શુક્રવારે આથક વિકાસ દરના નવા આંકડા બહાર આવ્યા પછી અર્થતંત્ર વિશે ગંભીર વાત કરવાના બદલે નિર્મલાએ મોદી સરકારનાં વખાણ જ ચાલુ રાખ્યાં.

નિર્મલાએ ટ્વિટ પર ટ્વિટ કરીને મોદી સરકારે છેલ્લા છ મહિનામાં અર્થતંત્રને સુધારવા લીધેલાં પગલાંની યાદી આપીને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, મોદીના નેતૃત્વમાં દેશ ફાઈવ ટ્રિલિયન ઈકોનોમી બનશે. કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના પગલાને તેમણે ઐતિહાસિક ગણાવ્યું. આ હરકતોના સોશિયલ મીડિયા પર નિર્મલાની મજાક ઉડી રહી છે. નિર્મલાએ ડો. મનમોહનસિંહ પાસે અર્થશાસ્ત્રના પાઠ ભણવા જોઈએ એ પ્રકારની કોમેન્ટ્સનો તો મારો ચાલ્યો છે. નિર્મલાની ડીગ્રીની તપાસ થવી જોઈએ એવી મજાક પણ ઉડી રહી છે.  કેટલાક લોકોએ નિર્મલાને ફાઈવ ટ્રિલિયનમાં કેટલાં મીંડાં આવે તેવો સવાલ પણ કર્યો છે.

મોદી સામે બગાવત કરનારની કોંગ્રેસે કદર કરી

ભાજપમાં નરેન્દ્ર મોદી સામે બોલવાની કોઈ હિંમત નહોતું બતાવતું એ વખતે નાના પટોળેએ બગાવત કરવાની હિંમત કરી હતી. કોંગ્રેસે તેની કદર કરીને પટોળેને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બનાવ્યા છે. પટોળે ૨૦૧૪માં ભંડાર-ગોંદિયા લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા. એનસીપીના ધુરંધર પ્રફુલ્લ પટેલને હાર આપીને જીતેલા પટોળે એ વખતે હીરો બની ગયેલા.

પટોળે ઓબીસી કુનબી સમાજમાંથી આવે છે. તેમની જ્ઞાાતિમાં મોટા ભાગનાં લોકો ખેતી કરે છે તેથી પટોળેએ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા માંડયા હતા. ભાજપે તેમને નાથવા કોશિશ કરી તો તેમણે રાજીનામું ધરી દીધું હતું. પટોળે એ પછી કોંગ્રેસમા જોડાયા ને ૨૦૧૯માં નાગપુર બેઠક પરથી નીતિન ગડકરી સામે હાર્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં એ સરળતાથી જીતીને ધારાસભ્ય બનતાં તેમને સ્પીકરપદ મળ્યું છે.

ઉધ્ધવ કેબિનેટમાં મરાઠાવાડના નેતાઓની બહુમતી છે ત્યારે વિદર્ભના નેતાની પસંદગી કરીને કોંગ્રેસે આ વિસ્તારમાં પોતાનો પ્રભાવ વધારવાની ચાલ ખેલી છે.

ઝારખંડમાં ઓછા મતદાનથી ભાજપમાં ચિંતા

ઝારખંડમાં શનિવારે પહેલા તબક્કાનું મતદાન સમાપ્ત થયું. શનિવારે જે ૧૩ બેઠકો પર મતદાન હતું તે બધી નકસલવાદ પ્રભાવિત વિસ્તારો છે. આ કારણે મોદી સરકાર તથા ચૂંટણી પંચ બંને ચિંતામાં હતાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાન પતતાં તેમને રાહત થઈ છે. મતદાન ઓછું છે પણ શાંતિપૂર્ણ છે તેથી તંત્રને હાશકારો થયો છે.

જો કે પહેલા તબક્કાના મતદાન પછી ભાજપની ચિંતામાં વધારો થયો છે. ભાજપે નકસલવાદીઓ સામે આકરું વલણ અપનાવ્યું છે તેના કારણે નકસલો હિંસા આચરશે તેવી ચિંતા હતી. હિંસા થઈ નથી તેનું એવું અર્થઘટન કરાય છે કે, નકસલવાદીઓએ હિંસા કરવાના બદલે ભાજપ વિરોધી મતદાન કરાવવામાં વધારે રસ બતાવ્યો છે. નકસલવાદીઓએ ભાજપ તરફી મતદારોને બહાર નિકળવા ના દીધા તેથી ઓછું મતદાન થયું એવું પણ ભાજપના નેતા માને છે. આ કારણે પહેલા તબક્કાના મતદાનમાં ભાજપની સ્થિતી ખરાબ થશે તેવી આશંકા તેમને છે. ૨૦૧૪માં ભાજપ આ ૧૩માંથી ૬ બેઠકો જીત્યો હતો. આ વખતે ભાજપને આ બેઠકો જાળવવી પણ અઘરી લાગે છે.

ભાજપે બંધારણની દુહાઈ આપતાં ઉડી મજાક

મહારાષ્ટ્રમાં ભાજપે પહેલા દિવસથી જ વિરોધ પક્ષની ભૂમિકા ઊજવવાની શરૂઆત કરી દીધી. ઉધ્ધવ ઠાકરેએ શપથ લીધા પછી પ્રોટેમ સ્પીકર બદલી દીધા. રાજ્યપાલે નિમેલા કાલિદાસ કોલંબકરને બદલે એનસીપીના દિલીપ વાલસે પાટિલને પ્રોટેમ સ્પીકર બનાવીને વિશ્વાસનો મત લીધો. ઉધ્ધવે શપથ પહેલાં માતા-પિતા તથા છત્રપતિ શિવાજી મહારાજનાં નામ લીધાં હતાં. કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધી તથા એનસીપીના સભ્યોએ શરદ પવારનાં નામ લીધાં હતાં. ભાજપે તેને ગેરકાયદેસર ગણાવીને વાંધો લઈને વોકઆઉટ કર્યો. પ્રોટેમ સ્પીકર બદલવાના નિર્ણય સામે તો ભાજપે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ જાહેરાત કરી છે.

ભાજપના વલણને રાજકીય વિશ્લેષકો સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી જેવો ગણાવે છે. ભાજપે સરકાર રચવા માટે બંધારણને સાવ કોરાણે મૂકી દીધી હતી. એ સિવાય ભાજપે સંખ્યાબંધ વાર બંધારણની ઐસીતૈસી કરી છે. હવે ઉધ્ધવે પોતાની રીતે નાનકડો નિર્ણય લીધો તેમાં તો ભાજપ બંધારણની દુહાઈ આપતો થઈ ગયો છે.

શાહ ઉત્તર-પૂર્વનાં રાજ્યોને બે દિવસ સુધી સમજાવશે

મોદી સરકાર સંસદના ચાલુ સત્રમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ પસાર કરવા માંગે છે. આ ખરડો પસાર થતાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ભાગીને આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળશે. આ સુધારા બિલમાં બિન-મુસ્લિમ શરણાર્થી ભારતમાં છ વર્ષ રહે તો તેને નાગરિકતા આપવાની જોગવાઈ છે.

આ ખરડો પસાર થાય એ પહેલાં ઉત્તર-પૂર્વનાં આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ, બિન સરકારી સંગઠનો, નાગરિક સંગઠનો તથા વિદ્યાર્થી સંગઠનોના નેતા શાહને મળવાના છે. શાહ આ બધા પ્રતિનિધીઓ સાથે બે દિવસ સુધી વાત કરશે ને પછી ખરડામાં સુધારા અંગે નિર્ણય લેશે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ગયા સપ્તાહે આ મુદ્દે રજૂઆત કરી પછી શાહે તેમને બેઠકના આયોજનની જવાબદારી સોંપી હતી. તેને અનુલક્ષીને આ બેઠક થઈ રહી છે.

આ રાજ્યોમાં આ ખરડા સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. શાહ આ રાજ્યોના પ્રતિનિધીઓને આ વિરોધ પાછો ખેંચવા સમજાવશે. ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ભાજપે એ કરવું જરૂરી છે તેથી શાહે આ ક્વાયત આદરી છે. બાકી ભાજપ ક્યાં કોઈને સાંભળવામાં માને છે ?  

***

બિન અનુભવી ઉદ્ધવ ઠાકરે અનેક પડકારોનો સામનો કરી શકશે?

પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના નેતા ફડણવિસે સત્રને બિન બંધારણીય બતાવી અનેક સવાલો પૂછતા અને ચાર ધારાસભ્યોની ગેરહાજરી તેમજ ભાજપના ૧૧૫ની સાથે ચાર અન્ય ધારાસભ્યોએ કરેલા વોકઆઉટ પછી ઉધ્ધવ ઠાકરેએ વિધાનસભામાં ૧૬૯ મત સાથે  આજે વિશ્વાસનો મત જીતી લીધો હતો.કોંગ્રેસ અને એનસીપી સાથે હજુ અનેક મુદ્દાઓનો ઉકેલ લાવવાનો બાકી છ પાટનગર દિલ્હીમાં એક જ સવાલ પૂછાઇ રહ્યો છે શું નવા મુખ્ય મંત્રી ઉધ્ધવ ઠાકરે અનેક પડકારોનો સામનો કરી શકશે?નિષ્ણાંતો કહે છે કે શાસન તેમજ વહીવટ કરવાનો તેમની પાસે અનુભવ નથી.તેમની સામે સૌથી મોટો પડકાર છે ગ્રામીણ અર્થતંત્ર જે ખાડે ગયું છે.

રાજ્યના અનેક ભાગોમાં અવારનવાર અકાળ અને પૂરના કારણે ખેડૂતોની આવકની પેટર્નમાં બદલાવ આવ્યો હતો. કેન્દ્રમાં વિરોધી પક્ષની સરકાર હોવાથી નાણાકીય સહાય મળવામાં મુશ્કેલી પડશે. જો કે સેનાએ ખેડૂતોની લોન માફ,ઘરેલુ વપરશાની વીજળીમાં ૩૦ ટકા ઘટાડો, માત્ર દસ રૂપિયામાં ભોજન અને  માત્ર એક રૂપિયામાં હેલ્થટેકઅપ જેવા લોકપ્રિય વચનો  આપ્યા હતા. પણ જો આતમામ વચનો પુરા કરવા પડે તો રાજ્યની તિજોરી તળીયા ઝટક થઇ જશે અને વિકાસ માટે જરાય ફંડ બચશે નહીં.કૃષિ ક્ષેત્રે, માત્ર લોન માફીથી કંઇ નહીં થાય.બીજુ એ કે  બેરાજગારીનો આંક  ચેતવણી આપે છે. તો બીજી તરફ તેમની સરકારે મહારાષ્ટ્રના નેતા સાવરકારને ભારત રત્ન આપવા પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે. તેમના જોડીદાર પક્ષો સાવરકરને એવોર્ડ આપવાના વિરોધી છે.

નિર્ભયા ફંડની 90 ટકા રકમ વપરાયા વિના પડી રહી હોવાનો ઘટસ્ફોટ

હૈદરાબાદમાં એક પશુ ચિકિત્સક મહિલા ડોકટર પર બળાતકાર પછી કરાયેલી તેની હત્યાનાકારણે આખા દેશમાં આઘાતની લાગણી ફેલાઇ ગઇ હતી. લોકો માંગણી કરી રહ્યા છે કે બળાત્કારીઓને ફાંસીએ લડકાવી દેવા જોઇએે. આપણા સાંસદો પણ લોકસભામાં  પ્રજ્ઞાા ઠાકુરે કરેલી ગોડસે અંગેની ટીપ્પણી પછી અંદરો અનંદર લડવામાં વ્યસ્ત હતા એટલા માટે ચારે તરફ તેમની ટીકા થઇ રહી છે. તેમણે પણ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો નહતો. પરંતુ એના  કરતાં પણ વધુ આઘાતજનક વાત તો એ છે કે બેટીઓ બચાવવા માટે કેન્દ્ર સરકારે ફાળવેલા નિર્ભયા ફંડની ૯૦ ટકા રકમ વપરાયા વિના પડી રહી છે. ફાળવેલા ૧૫૮૪ કરોડ રૂપિયામાંથી માત્ર ૧૪૭ કરોડ રૂપિયાજ વપરાયા હતા. એવો પણ ઘટસ્ફોટ થયો હતો કે રાજ્યોએ આ ફંડમાંથી રકમ લેવામાં જરાય રસ દાખવ્યો નહતો.

શું ઝારખંડમાં કોઇ એક પક્ષને બહુમતી મળશે?

ઝારખંડની ૮૧ બેઠકોની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે પુરૂ થયું હતું. વર્ષ ૨૦૦૦માં થયેલી રચના પછી હાલની ભાજપની સરકાર એક માત્ર સરકાર છે જેણે પુરા પાંચ વર્ષ પુરા કર્યા હતા. પરંતુ હવે એ સવાલ પૂછાઇ રહ્યો છે કે બિહારમાંથી અલગ કરાયેલા ઝારખંડની ૮૧ બેઠકોમાં શું આ વખતે કોઇ એક પક્ષને સંપૂર્ણ બહુમતી મળશે? આજના મતદાનના આંકડા કહે છે કે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા રહેશે અને સરકાર અસ્થિર રહેશે.

 એનઆરસીથી બાંગ્લાદેશે ડરવાની કોઇ જરૂર નથી

ગઇ કાલે ભારતીય મહિલા પત્રકારો સાથેની વાતચીતમાં બાંગ્લાદેશના હાઇ કમિશનર સૈયદ મુઅઝ્ઝીન અલી સામે એનઆરસી અંગે અનેક સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બાંગલાદેશને જરાય ચિંતા કરવાની જરૂર નથી,કારણ કે વડા પ્રધાન મોદીએ પોતે જ કહ્યું હતું કે આ તો અમારી આંતરિક બાબત છે અને અમે તેને ઉકેલી લઇશું.અલીએ કહ્યું હતું કે અત્યાર સુધી એક પણ વ્યક્તિને બાંગલાદેશ પાછો મોકલવામાં આવી નથી. બાંગ્લાદેશ અને ભારત પાસે  એક બીજાને સહકાર આપ્યા સિવાય છુટકો જ નથી, કારણ કે એનઆરસી જેવા મુદ્દે અમારા નેતાઓ વચ્ચે સતત વાતચીત ચાલતી જ રહે છે. હાલમાં તેમણે ક્યારે પણ એનઆરસી અંગે દ્વીપક્ષીય વાત કરી જ નથી.આસામના ભાજપના લોકોએ એનઆરસીમાં ના હોય તેવા લોકોને તગેડી મૂકવામાં આવશે એવા કરેલા નિવેદનોની અવગણના કરી તેમણે કહ્યું હતું કે 'મારે તો સરકાર સાથે કામ પાર પાડવાનું હોય છે. હું રાજકીય પ્રચાર કરતો નથી'.

કાશ્મીર પરથી પ્રતિબંધો દૂર કરવાની માંગણીઓ વધતી જાય છે

પહેલીથી છટ્ટી  ડિસેમ્બર વચ્ચે સ્વીડનના રાજા કાર્લ ગુસ્તાવ અને રાણી સિલ્વીયાની છ દિવસની ભારતની મુલાકાત પહેલાં સ્વીડનના વિદેશ મંત્રી એન્ન લિન્ડાની સ્વીડીશ સંસદમાં બોલતી વખતે ત્યાંની સ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતે કાશ્મીર પરથી તમામ પ્રતિબંધ ઉઠાવી લેવા જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ મહિનાની શરૂઆતમાં જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કલ અને ફિનલેન્ડના વિદેશ મંત્રી પેક્કા હાવિસ્તોએ પણ ભારતની મુલાકાત દરમિયાન કાશ્મીરમાંથી તમામ પ્રતિબંધ ઉઠાવી લેવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં  સ્થિતી લાંબા સુધી ચાલી શકે નહીં.સ્વીડન અને યુરોપીયન સંઘ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંપર્ક દ્વારા દ્વીપક્ષીય રાજકીય ઉકેલનું સમર્થન કરે છે.

27 રાજ્યોના આદીવાસીઓનું દિલ્હીમાં આદિ મહોત્સવ

દિલ્લી હાટમાં ચાલી રહેલા આદિ મહામહોત્સવમાં ૨૭ રાજ્યોના આશરે ૧૦૦૦ આદિવાસીઓ તેમના સ્થાનિક વસ્ત્રોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લાકડાના ફર્નિચર અને તીર કામઠાથી તેઓ લોકોને આકર્ષે છે. તેમના ઉત્પાદનો જોઇ લોકો ખૂબ ખુશ થાય છે. ટ્રાયબલ કો ઓપરેટિવ માર્કેટિંગ ડેવેલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અનુસાર, કાપડ, ફર્નીચર, હાથી બનાવેલા દાગીનાની સૌથી વધુ માગ હતી. તેમણે ક્હયું હતું કે એમારો ઇરાદો આદિવાસી કળા અને તેમની સંસકૃત્તિથી વધુમાં વધુ લોકોને પરિચીત કરાવવાનો છે. વર્ષ ૨૦૧૯ના અંત સુધીમાં એમે દરેક રાજ્યના પાટનગરોમાં આવા ૨૭ મહામહોત્સવનુ ંઆયોજન કરી શકીશું.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો