કાર્ટોસેટ થ્રી લોંચ કરીને ઇસરોએ ઇતિહાસ સર્જ્યો
નવી દિલ્હી તા.27 નવેંબર 2019, બુધવાર
ઇસરોએ આજે બુધવારે 27 નવેંબરે સવારે 9-28 વાગ્યે શ્રીહરિકોટા મથક પરથી કાર્ટોસેટ થ્રીનું સફળ લોંચિંગ કર્યું હતું. આ પગલા દ્વારા ઇસરોએ નવો ઇતિહાસ રચ્યો હતો.
આ કાર્ટોસેટ થ્રી સમગ્ર અંતરીક્ષ પર બાજનજર રાખશે. આ ઉપગ્રહની સૌથી મોટી ખૂબી એ છે કે એ સતત પાકિસ્તાની લશ્કર અને આતંકવાદીઓ પર નજર રાખવા ઉપરાંત જરૂર પડ્યે શત્રુ પર સર્જિકલ સ્ટ્રાકઇ પણ કરી શકશે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
ઇસરોના વડા ડૉક્ટર કે સિવને કહ્યું કે હું ખરેખ ખૂબ આનંદ અનુભવી રહ્યો છું કે PSLV c-47એ ખૂબ સહજતાથી કાર્ટોસેટ થ્રી અને 13 અમેરિકી સેટેલાઇટ્સનું પ્રક્ષેપણ કર્યું હતું. હું મારા તમામ સાથીદારોને અભિનંદન આપું છું અને આ સિદ્ધિ દેશને અર્પણ કરું છું.
તેમણે વધુમાં કહ્યું કે અમે 2020ના માર્ચ સુધીમાં બીજા 13 ઉપગ્રહો છોડવાના છીએ. આ ટાર્ગેટને પૂરું કરવા અમે તમામ શક્તિ કામે લગાડી દેવાના છીએ.
#PSLV-C47 carrying Cartosat-3 and 13 USA nanosatellites lifts off from Sriharikota pic.twitter.com/BBA9QQ2AVd
— ISRO (@isro) November 27, 2019
Comments
Post a Comment