તેલંગાણામાં બળાત્કાર કરી મહિલા ડોક્ટર જીવતી સળગાવી દેવાઈ


ચાર શંકાસ્પદોની અટકાયત : શરીર બળી ગયું પણ લોકેટ પરથી ઓળખાણ થઇ શકી

હૈદરાબાદ, તા. 29 નવેમ્બર, 2019, શુક્રવાર

તેલંગાણાના હૈદરાબાદમાં દિલ્હીની નિર્ભયા જેવી ઘટના સામે આવી છે. અહીં 26 વર્ષની એક મહિલા ડોક્ટરનું નરાધમોએ અપહરણ કરીને રેપ કર્યો હતો, બાદમાં આ યુવતીને જીવતી સળગાવી દીધી હતી.

આ ઘટના બાદ સમગ્ર દેશમાં મહિલા સુરક્ષાને લઇને ફરી સવાલો ઉઠવા લાગ્યા છે અને લોકો આ યુવતીની તસવીરો શેર કરીને પોતાનું દુ:ખ પણ વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરી રહી હતી. જ્યારે બીજી તરફ આ મામલે ચાર શખ્સને કસ્ટડીમાં લઇને પૂછપરછ ચાલી રહી છે. 

26 વર્ષીય મહિલા ડોક્ટર પોતાના કામકાજને પૂર્ણ કર્યા બાદ પોતાના ઘર તરફ જઇ રહી હતી, જે દરમિયાન જ તેનું વચ્ચે અપહરણ કરીને બાદમાં તેને એક પુલ નીચે લઇ જઇ તેના પર ગેંગ રેપ કર્યો હતો, એટલુ જ નહીં આ યુવતીને જીવતી સળગાવીને નરાધમો નાસી છુટયા હતા, યુવતીનું ઘટના સૃથળે જ મોત નિપજ્યું હતું. આશરે 75 ટકા જેટલો સળગેલો તેનો મૃતદેહ હૈદરાબાદ પાસેેના એક બ્રિજ નીચે મળી આવ્યો હતો. 

એક સીસીટીવી કેમેરાના આધારે હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ સીસીટીવી પરથી સ્પષ્ટ થાય છે કે આ મહિલા ડોક્ટર શમશાબાદ પાસે આવેલા એક ટોલ બૂથ પાસેથી એક સ્કૂટી પર જતી જોવા મળી રહી છે.

સૌથી પહેલા આ યુવતી આ ડોલ બુથ પાસે આવે છે. જ્યા તે પોતાનું સ્કૂટર પાર્ક કરે છે. અને કેબ દ્વારા તે એક ડર્મેટોલોજિસ્ટને મળવા માટે જાય છે. જોકે જ્યારે તે રાત્રે નવ કલાકે આ ટોલ બૂથ પર આવે છે ત્યારે તેના સ્કૂટરને પંચર હોય છે. 

સવારે આ યુવતીનો મૃતદેહ આ ટોલબૂથથી 30 કિમી દુર આવેલા એક પુલની નીચે સળગતી અવસૃથામાં મળી આવે છે.  જ્યારે જે ટોલબૂથ પર તે ઉભી રહી હતી ત્યાંની નજીક જ આ યુવતીના કપડા, દારૂની બોટલ અને તેના ચપ્પલ મળી આવ્યા હતા.

રંગારેડ્ડી જિલ્લામાં આવેલા એક પુલની નીચેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જે સૃથળેથી મૃતદેહ મળી આવ્યો તે યુવતીએ જે ટોલબુથ પાસે પોતાનું સ્કૂટર પાર્ક કર્યું હતું ત્યાંથી 30 કિમી જ દુર આવેલો છે. તેથી પોલીસને કપડા અને દારૂની બોટલ વગેરે મળી આવતા એવી શંકા છે કે આ યુવતીને જીવતી સળગાવવામાં આવી તે પહેલા તેના પર નરાધમોએ રેપ કર્યો હતો અને બાદમાં તેને સળગાવીને મારી નાખી હતી.

કાળજુ કંપાવી નાખે તેવી આ ઘટનાથી લોકોમાં રોષ વધી રહ્યો છે અને મહિલા સુરક્ષાની માત્ર વાતો કરી રહેલી સરકારો પર સવાલો ઉઠી રહ્યા છે. આ યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે અમે પોલીસની મદદ માગી ત્યારે તાત્કાલીક મદદ કરવાને બદલે પોલીસે બિનજરૂરી સવાલો પૂછવામાં જ સમય વેડફી નાખ્યો હતો.

યુવતીના પીતાએ જણાવ્યું હતું કે જ્યારે અમે શમશાદાબાદ પોલીસ સ્ટેશને મદદ માગવા ગયા તો પોલીસે અમને કહ્યું હતું કે જે સૃથળે ઘટના બની છે તે અમારા વિસ્તારમાં નથી આવતો પણ અન્ય પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવે છે. પોલીસે મદદ કરવાનું શરૂ કર્યું ત્યારે ઘણો સમય વીતી ગયો હતો અને બહુ જ મોડુ થઇ ગયું હતું.

આ ઘટના બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલ, શિવરાજસિંહ ચૌહાણ, હરસિમરત કૌર સહીત અનેક નેતાઓ, સેલિબ્રિટી અને નાગરિકોએ સોશિયલ મીડિયા થકી દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મહિલા સુરક્ષાના સરકારના દાવા પર સવાલો ઉઠાવ્યા હતા. 

યુવતી શિક્ષીત છતા પોલીસને ફોન ન કર્યો : મંત્રીનું શરમજનક નિવેદન

તેલંગાણામાં યુવતીનો રેપ કરીને તેની હત્યા કરી દેવાની ઘટનાએ સમગ્ર દેશમા ચર્ચા જગાવી છે અને લોકો પ્રશાસન પર રોષ ઠાલવી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે તેલંગાણાના ગૃહ પ્રધાન મેહમુદ અલીએ અતી શરમજનક નિવેદન કર્યું હતું, તેમણે જણાવ્યું હતું કે આ મહિલા ડોક્ટર શિક્ષિત હતી તો તેણે પોલીસને કેમ ફોન ન કર્યો? એ ખરેખર દુર્ભાગ્ય પૂર્ણ બાબત છે કે તેણે પોતાની બહેનને ફોન કર્યો પણ પોલીસને 100 નંબર પર ફોન ન કર્યો. જો પોલીસને તેણે બોલાવી લીધી હોત તો તે બચી જાત. 

યુવતીએ છેલ્લે બહેનને ફોન કરી કહ્યું હતું કે મને ડર લાગે છે

યુવતીએ છેલ્લે તેની બહેનને ફોન કર્યો હતો. પોતાની બહેન સાથેની વાતચીતમાં આ યુવતીએ કહ્યું હતું કે મને બહુ જ ડર લાગી રહ્યો છે, મારી આસપાસ કેટલાક ટ્રક ડ્રાઇવરો છે. યુવતીએ જણાવ્યું હતું કે મને ટાયર પંચર પડયું તેેને લઇને મદદ કરવાનું કહ્યું છે. રાત્રે 9.15 કલાકે આ યુવતીએ તેની બહેનનો ફોન કર્યો હતો.

આ યુવતીની બહેને બાદમાં પોલીસને અને મીડિયાને જણાવ્યું હતું કે મે મારી બહેનને સલાહ આપી હતી કે તે તું તે વાહનને ત્યાં જ છોડી દે અને ઘરે આવી જા. જોકે બાદમાં થોડા સમય પછી જ્યારે મે તેને ફોન કર્યો તો સ્વીચ ઓફ હતો. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે એક પંચર રિપેર વાળાએ કહ્યું હતું કે એક યુવક આ યુવતીનું સ્કૂટર લઇને પંચર માટે આવ્યો હતો.

આશરે 9.30થી 10 વાગ્યાની આસપાસ આ બાઇક લઇને આવ્યો હતો અને યુવતીએ તેની બહેનને પણ તેના થોડા સમય પહેલા જ ફોન કરીને કહ્યું હતું કે મને કોઇ મદદ કરી રહ્યું છે. બાદમાં આ યુવતી ગુમ કરી દેવાઇ અને સવાલે તેનો મૃતદેહ મળ્યો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે