મુંબઈ: મોદીજી ઔર ઉદ્ધવજી તો ભાઇ-ભાઇ હૈં - સામના
મુંબઇ તા.29 નવેંબર 2019, શુક્રવાર
ગુરૂવારે સાંજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા અને આજે શુક્રવારે શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે તો ભાઇ-ભાઇ છે.
‘મોટાભાઇ નરેન્દ્ર મોદીએ નાનાભાઇ ઉદ્ધવને મહારાષ્ટ્રનો વિકાસ સાધવામાં સહાય કરવાની મોટાભાઇની જવાબદારી છે’ એવો સૂર આજના સામનામાં પ્રગટ થયો હતો.
અત્રે એ નોંધવા જેવું છે કે ગઇ કાલ સુધી સામનામાં છેલ્લા લગભગ એક માસથી સતત ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ પ્રધાન અમિત શાહ વિરોધી લખાણ પ્રગટ થતા હતા. આવાં લખાણોમાં ક્યારેક તો ભાષા પણ હલકી વાપરવામાં આવી હતી.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
પરંતુ સત્તા હાથમાં આવતાંજ શિવસેનામાં શાણપણ આવી ગયું હતું કે કેન્દ્ર સરકાર સાથે બગાડીને આપણું હિત સધાવાનું નથી. દેશનું સૌથી શ્રીમંત રાજ્ય હોવા છતાં અને મુંબઇ દેશની આર્થિક રાજધાની ગણાતી હોવા છતાં મહારાષ્ટ્ર રાજ્યની આર્થિક સ્થિતિ અત્યારે સાવ કંગાળ છે.
આ જ અગ્રલેખમાં વિદાય લઇ ચૂકેલા ભાજપના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસના વહીવટની આકરી ટીકા પણ કરવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું કે ફડનવીસ આ રાજ્ય પર 5,00,000 કરોડનું જંગી દેવું વારસામાં મૂુકતા ગયા છે.
જો કે ગુરૂવારે વડા પ્રધાને ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે સોગન લેવા બદલ અભિનંદન આપ્યા હતા અને એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે તમારા નેતૃત્વ હેઠળ રાજ્ય સારો વિકાસ કરશે.
Comments
Post a Comment