ભારતનો જીડીપી ઘટીને 4.5 ટકા : છ વર્ષના તળિયે


આ અગાઉ 2012-13ના જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં જીડીપી 4.3 ટકા નોંધાયો હતો : 2019ના જુલાઇ-સપ્ટે. કવાર્ટરમાં ચીનનો જીડીપી છ ટકા હતો

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 29 નવેમ્બર, 2019, શુક્રવાર

દેશમાં મેન્યુફેકચરિંગ અને કૃષિ ક્ષેત્રના નબળા દેખાવને પગલે ચાલુ નાણાકીય વર્ષ 2019-20ના બીજા કવાર્ટર એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના સમયગાળાનો જીડીપી ઘટીને 4.5 ટકા રહ્યો છે તેમ સરકાર દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

બીજા કવાર્ટરનો 4.5 ટકા જીડીપી છેલ્લા છ વર્ષમાં જોવા મળેલો સૌથી ઓછો જીડીપી છે. ઉલ્લેખનીય છે કે 2018-19ના બીજા કવાર્ટરમાં જીડીપી સાત ટકા હતો. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં જીડીપી પાંચ ટકા હતો. આ અગાઉ નાણાકીય વર્ષ 2012-13ના જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં જીડીપી 4.3 ટકા રહ્યો હતો. 

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર મેન્યુફેકચરિંગ સેક્ટરના ગ્રોસ વેલ્યુ એડેડ(જીવીએ) ગ્રોથમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષના સમાન ગાળામાં મેન્યુફેકચરિંગ સેક્ટરના ગ્રોસ વેલ્યુ એડેડ(જીવીએ) ગ્રોથમાં 6.9 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 

તેવી જ રીતે કૃષિ સેક્ટરનો ગ્રોસ વેલ્યુ એડેડ(જીવીએ) ગ્રોથ ઘટીને 2.1 ટકા રહ્યો છે જેમાં ગયા વર્ષના સમાન ગાળામાં 4.9 ટકાનો વધારો જોવા મળ્યો છે. બાંધકામ સેક્ટરનો વિકાસ પણ ઘટીને 3.3 ટકા રહ્યો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં 8.5 ટકા હતો. માઇનિંગ સેક્ટરનો વિકાસ ઘટીને 0.1 ટકા રહ્યો છે જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 2.2 ટકા હતો. 

વીજળી, ગેસ, પાણી પુરવઠા સહિતની સેવાઓનો વિકાસ પણ ઘટીને 3.6 ટકા રહ્યો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં 8.7 ટકા હતો તેવી જ રીતે વેપાર, હોટેલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન સેક્ટરનો વિકાસ પણ ઘટીને 4.8 ટકા રહ્યો છે. જે ગયા વર્ષે સમાન ગાળામાં 6.9 ટકા હતો.

ફાઇનાન્સિયલ, રિયલ એસ્ટેટ અને પ્રોેફેેશનલ સેવાઓનો વિકાસ પણ ઘટીને 5.8 ટકા રહ્યો છે જે ગયા વર્ષે સમાન ગાળામાં સાત ટકા હતો. પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ડિફેન્સ અને અન્ય સેવાઓનો વિકાસ 8.6 ટકાથી વધીને 11.6 ટકા રહ્યો છે. 

આૃર્ધ વાર્ષિક ધોરણે જોવામાં આવે તો એપ્રિલથી સપ્ટેમ્બર, 2019નો જીડીપી વિકાસ  4.8 ટકા રહ્યો છે જે ગયા વર્ષે સમાન ગાળામાં 7.5 ટકા હતો. એનએસઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19ના બીજા કર્વાટરમાં જીડીપી 34.43 લાખ કરોડ રૂપિયા હતો.

જે 2019-20ના બીજા કવાર્ટરમાં વધીને 35.99 લાખ કરોડ રૂપિયા થયો છે. એટલે કે જીડીપીમાં 4.5 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે 2019ના જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ચીનનો જીડીપી 6 ટકા રહ્યો હતો. જે ચીનનો 27 વર્ષનો સૌથી ઓછો વિકાસ દર હતો. 

જીડીપીના નિરાશાજનક આંકડા અંગે સરકારના મુખ્ય આિર્થક સલાહકાર કે વી સુબ્રમણ્યમે જણાવ્યું છે કે ત્રીજાકવાર્ટરમાં જીડીપી વધવાની શક્યતા છે. તેમણે જણાવ્યું હતું કે અમે ફરી એક વખત જણાવીએ છીએ કે ભારતીય આૃર્થતંત્રનો પાયો મજબૂત બની રહેશે. 

નાણાકીય ખાધ પ્રથમ સાત મહિનામાં જ નિર્ધારિત લક્ષ્યાંકને પાર

નાણાકીય ખાધ પ્રથમ સાત મહિનામાં જ  નિર્ધારિત લક્ષ્યાંકને પાર કરી ગઇ છે. સરકારે બજેટમાં સમગ્ર વર્ષ 2019-20 માટે નાણાકીય ખાધ 7.2 લાખ કરોડ રૂપિયા રહેવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. બીજી તરફ ઓક્ટોબરના અંત સુધીમાં જ નાણાકીય ખાધ વધીને 7,20,445 કરોડ  રૂપિયા થઇ ગઇ હતી. એપ્રિલથી ઓક્ટોેબર સુધીના સમયગાળામાં સરકારને  6.83 લાખ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઇ જ્યારે 16.55 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 

જીડીપી સાથે સામાન્ય માનવીને શું કનેકશન? 

જીડીપીના આંકડાની સામાન્ય માનવી ઉપર પણ અસર પડે છે. જીડીપીના આંકડામાં ઘટાડાને કારણે સરેરાશ આવક ઘટી જાય છે અને લોકો ગરીબી રેખાની નીચે જતા રહે છે. આ ઉપરાંત નવી નોકરીઓના સર્જનની ઝડપ પણ ઘટી જાય છે.

બીજી તરફ લોકોની બચત અને રોકાણ પણ ઘટી જાય છે. આવી સ્થિતિમાં લોકો ખરીદી ઓછી કરે છે જેના કારણે કંપનીઓનું ઉત્પાદન ઘટી જાય છે. ઉત્પાદન ઘટવાને કારણે કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડે છે. 

છેલ્લા કેટલાક કવાર્ટરથી અર્થતંત્રનો દેખાવ ધારણાથી વિપરિત : સુબ્રમણ્યમ 

નવીદિલ્હી, તા.29

છેલ્લા કેટલાક કવાર્ટરથી ભારતીય અર્થતંત્ર ધારણા મુજબ વિકાસ કરી રહ્યું નથી તેમ મુખ્ય આર્થિક સલાહકાર કે વી સુબ્રમણ્યમે એક નિવેદનમાં જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રોકાણ વધારવા માટે કોર્પોેરેટ ટેક્સમાં ઘટાડો કરવો જરૂરી હતો.

નાણાકીય 2024-25 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલર અને 2030 સુધીમાં 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે કેટલાક માળખાગત ફેરફારો કરવા પડશે. અર્થતંત્રને વેગ આપવા માટે રોકાણ ખૂબ જ જરૂરી છે. છેલ્લા કેટલાક કવાર્ટરમાં માગ ઘટી હોવાને કારણે કંપનીઓને ઉત્પાદનમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. 

જીડીપી ઘટવા પર કોંગ્રેસના કેન્દ્ર પર પ્રહારો 

ભારત માટે 4.5 ટકા જીડીપી અસ્વીકાર્ય અને ચિંતાજનક : મનમોહન

જીડીપી ઘટવા છતાં ભાજપ શા માટે ઉજવણી કરી રહ્યો છે? : રણદીપ સૂરજેવાલા 

નવી દિલ્હી, તા. 29

આજે જારી થયેલા જીડીપીના આંકડા અંગે ચિંતા વ્યક્ત કરતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આજે જણાવ્યું હતું કે 4.5 ટકા જીડીપી ભારત માટે કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. 

મનમોહન સિંહે વધુમાં જણાવ્યું હતું કે અમારા અર્થતંત્રની સિૃથતિ ખૂબ જ ચિંતાજનક છે.  આપણા દેશનો જીડીપી આઠથી નવ ટકા રહી શકે છે પણ છેલ્લા બે કવાર્ટરમાં જીડીપીના વિકાસ દરમાં ઘટાડો ચિંતાજનક છે.  તેમણે જણાવ્યું હતું કે ફક્ત આિર્થક નીતિઓમાં ફેરફાર કરવાથી અર્થતંત્રને જીવંત કરવામાં મદદ મળશે નહીં.

પૂર્વ વડાપ્રધાને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દેશના અર્થતંત્રમાં ભયનું વાતાવરણ છે જેને આત્મવિશ્વાસમાં બદલવાની જરૂર છે.  આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ મોદી સરકારની ટીકા કરતા પ્રશ્ર  કર્યો હતો કે જીડીપી ઘટવા છતાં ભાજપ શા માટે ઉજવણી કરી રહી છે? એટલા માટે કે તેમનો જીડીપી(ગોડસે ડિવાઇસિવ પોલિટિક્સ) ડબલ ડિજિટ ગ્રોથ દર્શાવે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે