દિલ્હીની વાત : ઘટતો આથક વિકાસ દર નિર્મલાનો ભોગ લેશે


ઘટતો આથક વિકાસ દર નિર્મલાનો ભોગ લેશે

નવી દિલ્હી,તા. 29 નવેમ્બર 2019, શુક્રવાર

આથક મોરચે મોદી સરકાર માટે મોંકાણના સમાચાર ચાલુ જ છે. શુક્રવારે જુલાઈ-સપ્ટેમ્બર એમ ત્રણ મહિનાના ગાળા માટેનો આથક વિકાસ દર જાહેર થયો. આ વખતે વિકાસ દર ઘટીને ૪.૫ ટકા થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં આ વિકાસ દર ૭.૩ ટકા હતો તે જોતાં એક જ વર્ષમાં અર્થતંત્રની ભારે અવદશા થઈ છે તે સ્પષ્ટ છે. હજુ બે દિવસ પહેલા જ નિર્મલા સીતારામને એવી ડંફાશ મારી હતી કે, વિકાસ દર ભલે ઘટે પણ દેશમાં મંદી નથી. વિકાસ દરના આંકડા જાહેર થયા પછી સોશિયલ મીડિયા પર નિર્મલાની ભારે મજાક ઉડી છે.

મોદી સરકાર માટે આથક ઘટતો આથક વિકાસ દર ચિંતાનો વિષય છે ત્યારે મોદી સરકાર નવાં કેટલાંક પગલાં જાહેર કરે તેવી શક્યતા છે. ખાસ કરીને ઉદ્યોગો અને કોર્પોરેટ કંપનીઓને ફાયદાકારક થાય તેવાં કરવેરામાં રાહતનાં પગલાં લેવાય તેવી શક્યતા છે.

ભાજપમાં નિર્મલા સીતારામન સામે પણ ગણગણાટ શરૂ થયો છે. નિર્મલા નાણા મંત્રી બન્યાં પછી અર્થતંત્રની હાલત બગડી છે તેથી મોદી તેમને હટાવવા વિચારી રહ્યા છે.  તેમના સ્થાને પિયૂષ ગોયલને નાણાં મંત્રાલય અપાય તેવી શક્યતા છે.

ભાજપે સસ્પેન્શનની ચીમકી આપતાં પ્રજ્ઞાાએ ફરી માફી માંગી

પ્રજ્ઞાા ઠાકુરે રાષ્ટ્રપિતા ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવા મુદ્દે માફી માંગી પણ તેમણે કરેલાં નાટકના કારણે ભાજપ હાઈકમાન્ડ વધારે બગડયું છે. પ્રજ્ઞાાને બીજી વાર માફી માગવાની ફરજ પડાઈ પણ પ્રજ્ઞાાએ આ કિસ્સાને ખતમ કરવાના બદલે નવી ઉપાધિ ઉભી કરી તેના કારણે ભાજપની નેતાગીરી શિસ્તભંગનાં પગલા લેવા તો વિચારી જ રહી છે.

પ્રજ્ઞાાએ પહેલી વાર માફી માંગ્યા પછી એવો મમરો મૂક્યો કે, પોતાની વાતને તોડીમરોડીને રજૂ કરાઈ છે. તેના કારણે વિપક્ષોએ એવો હોબાળો મચાવી દીધો કે, પ્રજ્ઞાા દેખાવ ખાતર માફી માંગે છે, બાકી તેમને પોતે કશું ખોટું બોલ્યાં હોય એવું લાગતું જ નથી. વિપક્ષોએ આગ્રહ રાખ્યો કે, પ્રજ્ઞાા ગોડસે દેશભક્ત નહોતો પણ આતંકવાદી હતો, ગાંધીજીનો હત્યારો હતો એવું જાહેર કરે. પ્રજ્ઞાાએ એવું કશું ના કહ્યું ઉલટાનું તેમણે બીજી બધી વાતો કરી.

આ ઘટના પછી ભાજપના નેતાઓએ પ્રજ્ઞાાને ખખડાવી દીધાં હતાં. પ્રજ્ઞાા ફરી માફી ના માંગે તો સસ્પેન્શનની ચીમકી આપી હોવાનું પણ કહેવાય છે. તેના કારણે ફરી પ્રજ્ઞાાએ  માફી માંગવી પડી.  

રાહુલનો પડકાર ઉઠાવવા મુદ્દે ભાજપ અવઢવમાં

પ્રજ્ઞાા ઠાકુરે  નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો તે સામે બબાલ ચાલુ છે ત્યારે પ્રજ્ઞાાએ રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા નોટિસ આપી છે. રાહુલે પ્રજ્ઞાાને આતંકવાદી કહ્યાં હતાં. આ નિવેદન દ્વારા રાહુલે પોતાનું અપમાન કર્યું છે એવો મુદ્દો પ્રજ્ઞાાએ ઉઠાવ્યો છે. ભાજપના કેટલાક સાંસદોએ લોકસભામાં એ મુદ્દો ચગાવવા પ્રયત્ન કર્યો હતો પણ એ ફાવ્યા નહીં.

બીજી તરફ રાહુલે ભાજપને પડકાર ફેંક્યો છે કે, ભાજપે જે પગલાં લેવાં હોય તે લે પણ પોતે પ્રજ્ઞાાને આતંકવાદી કહ્યાં તે મુદ્દે અડગ છે.

ભાજપ રાહુલના પડકારને ઉઠાવવાના મુદ્દે અવઢવમાં છે. તેનું કારણ એ કે, રાહુલ પહેલાં પ્રજ્ઞાા સામે પણ વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા નોટિસ અપાઈ છે. પ્રજ્ઞાાએ માફી માંગી તેથી તેમણે વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી તે સ્પષ્ટ છે. પ્રજ્ઞાાનું નિવેદન વધારે ગંભીર છે તેથી રાહુલ સામે પગલાં લેતાં પહેલાં પ્રજ્ઞાા સામે પગલાં લેવાં પડે.

ઉધ્ધવ જજ લોયા કેસ ના ખેલે તેની ભાજપને ચિંતા

મહારાષ્ટ્રમાં ભાજપ સત્તામાંથી દૂર થયો તેની અસર વર્તાવા માંડી છે. ફડણવિસે ઉમેદવારી કરતી વખતે રજૂ કરેલી એફિડેવિટમાં પોતાની સામેના બે ફોજદારી કેસોની વિગત છૂપાવી હોવાનો આક્ષેપ છે. આ કેસમાં ફડણવિસ સામે સમન્સ નિકળ્યું છે. આ કેસમાં દોષિત ઠરે તો ફડણવિસ છ વર્ષ માટે ચૂંટણી લડવાથી ગેરલાયક ઠરે તેથી ભાજપ ચિંતામાં છે.

જો કે ભાજપને વધારે ચિંતા જજ લોયા કેસની છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહેલા જજ લોયાનું ડીસેમ્બર, ૨૦૧૪માં રહસ્યમય રીતે મોત થયું હતું. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી આ ઘટના બની હતી. આ કેસમાં પછીથી અમિત શાહને ક્લીન ચીટ મળી હતી. જજ લોયાએ આ કેસમાં રાજકીય દબાણ સામે ઝૂકવાનો ઈન્કાર કરતાં તેમને પતાવી દેવાયા હોવાનો આક્ષેપ થયો હતો. આ કેસમાં પછી આગળ કશું ના થયું પણ હવે મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની સરકાર છે.  ભાજપે પવાર પરિવારને ઈ.ડી.ના કેસોમાં ફસાવ્યો તેનો હિસાબ સરભર કરવા આ કેસ ખૂલી શકે તેની ભાજપને ચિંતા છે.

અયોધ્યા વિવાદને ક્યા મુદ્દે પડકારાશે ?

અયોધ્યા વિવાદના ચુકાદા સામે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આવતા અઠવાડિયે રીવ્યુ પીટિશન કરશે. આ પીટિશનમાં એવો મુદ્દો ઉઠાવાશે કે, બીજા વ્યક્તિની સંપત્તિ પર ગેરકાયદેસર રીતે મૂકાયેલી મૂત ભગવાન કઈ રીતે હોઈ શકે ?

બોર્ડના વકીલ જફરયાબ જિલાનીનો દાવો છે કે, ૧૯૪૯માં રામલલ્લાની મૂત ગેરકાયદેસર રીતે મસ્જિદમાં ઘૂસીને મૂકવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ કૃત્યને ગેરકાયદેસર ગણાવ્યું છે. બોર્ડ રીવ્યુ પીટિશન માટે તેને આધાર બનાવશે. રામલલ્લાની મૂતની પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ તેથી આ મૂતને હિંદુ ધર્મ પ્રમાણે પણ ભગવાન ના ગણી શકાય તેવી પણ તેમની દલીલ છે.

સુપ્રીમ કોર્ટ આ મુદ્દાને સ્વીકારે તેવી શક્યતા ઓછી છે કારણ કે સુપ્રીમે અત્યારે મૂકાયેલી મૂતને જમીન નથી આપી પણ રામલલ્લાને આપી છે. સુપ્રીમે આ સ્થળે હિંદુઓ ૧૯૪૯ પહેલાં પૂજા કરતા હતા તેવું પણ સ્વીકાર્યું છે તેથી પણ આ દલીલ નહીં સ્વીકારે. 

સુધારાવાદી મુસ્લિમો આ પ્રકારની દલીલોની વિરૂધ્ધ છે. તેમના મતે, આ ચુકાદાને પડકારવાથી જ ખોટા સંકેત જવાના છે ત્યારે આ પ્રકારની દલીલો તો બિલકુલ ના કરાય. 

શિવસેનાનો ચાબખો, શાહ નહીં પણ મોદી 'મોટા ભાઈ'

ભાજપ સાથે કડવાશભરી લડાઈ પછી શિવસેનાએ હવે દોસ્તીનો હાથ લંબાવ્યો છે. ગુરૂવારે ઉધ્ધવ ઠાકરેની મુખ્યમંત્રીપદે શપથવિધી પછી શિવસેનાએ મોદીને 'મોટા ભાઈ' ગણાવીને નાના ભાઈ ઉધ્ધવને 'સહકાર આપવા વિનંતી કરી છે. શિવસેનાના મુખપત્ર 'સામના'ના તંત્રી લેખમાં મોદી અને ઉધ્ધવ ઠાકરેના અંગત સંબંધોનો પણ ઉલ્લેખ કરાયો છે. મોદીએ ઉધ્ઘવને અભિનંદન આપતી ટ્વિટ કરી તેના જવાબમાં આ તંત્રી લેખ લખાયો છે.

રાજકીય વિશ્લષકોના મતે, ઉધ્ધવે સંકેત આપ્યો છે કે તે કેન્દ્ર સરકાર સાથે કોઈ સંઘર્ષ ઈચ્છતા નથી. સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, શિવસેના નરેન્દ્ર મોદીને સ્વીકારે છે, અમિત શાહને નહીં. તેના માટે મોદી 'મોટા ભાઈ' છે અમિત શાહ નહીં. ભાજપના સમર્થકો છેલ્લા કેટલાક સમયથી અમિત શાહને 'મોટા ભાઈ' ગણાવીને શિવસેના પર કટાક્ષ કરે છે.  ભાજપે ફડણવિસને ગાદી પર બેસાડવાનો ખેલ પાડયો ત્યારે શિવસેનાની બહુ મજાક ઉડાવાઈ હતી. હવે છેલ્લુ હાસ્ય ઉધ્ધવનું રહ્યું છે ત્યારે શિવસેનાએ પણ બદલો લઈ રહી છે.

***

ભાજપની સાસંદ પ્રજ્ઞાા એ માફી માગી સસ્પેન્ડ કરવાની માગ

ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસે ને સંસદમાં દેશભક્ત કહવા બદલ ખૂદ ભાજપમાં જ વિરોધ થતાં અંતે પ્રજ્ઞાા ઠાકુરે આજે માફી માગી હતી. જો કે વિરોધ પક્ષોએ તેના માફીને ફગાવી દીધી હતી અને ભાજપે તો પ્રજ્ઞાાને આતંકી કહેવા બદલ માફી માગવાની વાત કહી હતી. તો આ તરફ કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પ્રજ્ઞાાને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. યુવક કોંગ્રેસે સંસદની બહાર પ્રજ્ઞાા સામે દેખાવ કર્યા હતા.

મધ્ય પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય ગોવર્ધન ડાંગીએ ધમકી આપી હતી કે 'જો પ્રજ્ઞાા અહીંયા પગ મૂક્યો તો અમે તેનું પુતળું નહીં બલકે પ્રજ્ઞાાને જ સળગાવી દઇશું.પરંતુ આજે સૌના મોઢે એકજ વાત કરી 'શું પ્રજ્ઞાા બદલાશે? જો કે તેનો ભૂતકાળ જોતાં એવું કહેવાય છે કે બિલકુલ નહીં. પ્રજ્ઞાા કોને વફાદાર છે તે વાત એણે ક્યારે પણ છુપાવી નહતી.રાજકીય વિષ્લેષકો કહે છે કે 'માત્ર શાબ્દીક પ્રતિક્રિયાથી કંઇ નહીં થાય. વડા પ્રધાને તેને પક્ષમાંથી હાંકી કાઢવી જોઇએ. ઉપરાંત જે લોકો ભાજપ સાથે સબંધ ધરાવે છે તેમને પણ બંધ કરવા પડશે. આ તો રાષ્ટ્રીય શરમ છે'એમ તેમણે કહ્યું હતું.એપ્રિલમાં પણ તેે પોલીસ અધિકારી હેમંત કરકરે માટે ઘસાતું બોલીહતી.તેણે કહ્યું હતું કે મારો શ્રાપ તેના મોતનું કારણ બન્યું હતું. ૨૦૦૮ના માલેગાવ બ્લાસ્ટમાં પ્રજ્ઞાા આરોપી છે. જુલાઇમાં પણ ભાજપના કાર્યકારી પ્રમુખ નડ્ડાએ તેને ઠપકો આપ્યો હતો.

મે મહિનામાં જ ભાજપ તેની સામે પગલાં ભગવા ઇચ્છતી હતી

મે મહિનામાં લોકસભાની ચૂંટણી પહેંલા ગોડસે અંગે ટીપ્પંણી કર તેના દસ દિવસ પહેંલા જ ભાજપ તેની સામે પગલાં ભરવા ઇચ્છતી હતી. વડા પ્રધાનની પત્રકાર ેપરિષદ યોજાઇ તેની પહેલાં ભાજપે અવિનાશ ખન્ના અને ઓમ  પાઠકની બે સભ્યોની સમિતિ બનાવી હતી. સૂત્રો અનુસાર,સમિતિએ પ્રજ્ઞાા સામે પગલાં ભરવા સુચન કર્યું હતું. પરંતુ એમ કહીને વાતને ત્યાં જ પુરી કરી દીધી હતી કે આ તો પક્ષની આંતરિક બાબત છે. સમિતિએ પક્ષ પ્રમુખ અમીત શાહને અહેવાલ પણ આપી દીધો હતો, પરંતુ લોકસભામાં જંગી બહુમતી મળતાં વાતને ત્યાં દફનાવી દેવામાં આવી હતી. ઉપરાંક પ્રજ્ઞાા પોતે પણ ભોપાલમાંથી જીતી ગઇ હતી.

એનઆરસીનેમુદ્દો ભાજપ માટે બંગાળમાં મુશ્કેલી વધારશે

પશ્ચિમ ંબગાળમાં યોજાઇ ગયેલી વિધાનાસભાની પેટા ચૂટણીઓમાં ભાજપના સુપડા સાફ થતાં અને તૃણમુલ કોંગ્રેસની તરફેણના પરિણામ જોતાં એમ કહી શકાય કે ભાજપને પશ્ચિમ ંબગાળમાં મુશ્કેલી પડશે.ગૃહ મંત્રી શાહે આખા દેશમાં એનઆરસી લાગુ કરવાની કરેલી વાત ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો બન્યો હતો. રાજ્યમાં ૨૦૨૧માં થનારી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપને આ મુદ્દો નડશે.ભાજપને આ અંગે ચિંતા કરવી પડશે. એનઆરસી વિરોધી બળો ભેગા થતાં ભાજપના મતોમાં ગાબડું પડી શકે છે. રાજકીય પંડીતો કહે છે કે  મમતાને આટલી મોટી સફળતા અપાવવામાં ભાજપના લોકોએ સાથ આપ્યો હતો.અનેક લોકો એમ માનતા હતા ેકે હવે બંગાળમાં ભાજપ આવી જશે. તૃણમુલ કોંગ્રેસના નેતાઓ પણ એમ માનતા હતા કે તેમને મુશ્કેલી પડશે. લોકસભા ચૂંટણીના પરિણામોએ તૃણમુલની ચિંતા વધારી હતી.મમતાને લોકોને એ સમજાવતા નાકે દમ આવી ગયો હતો.નિશંકપણે બંગાળમાં ભોજપ સૌથી મોટો વિરોધ પક્ષ છે.

કર્નાટકની પેટા ચૂંટણી ભાજપ માટે ચિંતા

માત્ર એક સપ્તાહ પછી યોજાવાની કર્ણાટક વિધાનસભાની પંદર બેઠકોની પેટા ચૂંટણીને લઇને ભાજપમાં ચિંતા જોવા મળી હતી.જો ભાજપને સત્તા ટકાવી રાખવી હશે તો એને ઓછામાં ઓછી છ બેઠકો તો જીતવી જ પડશે. જ્યાં પેટા ચૂંટણી યોજાવવાની છે તે પંદરમાંથી ૧૨ પર કોંગ્રેસનો વિજય થયો હતો, પરંતુ તેઓ પક્ષપલ્ટો કરી ભાજપમાં જતાં રહ્યા હતા. તેમાંથી ૧૧ ભાજપમાંથીા ચૂંટણી લડે છે.કર્ણાટકના રાજકીય નિષ્ણાંતોના કહેવા અનુસાર, આ તમામ બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની છે. કોંગ્રેસને આશા છે કે ફરીથી તેઓ જીતી જશે અને ભાજપને સત્તાથી દૂર કરી દેવાશે. પરંતુ નવાઇની વાત એ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પ્રચારથી દૂર છે અને માત્ર સિદ્દારમૈયા જ પ્રચારમાં દેખાય છે.કોંગ્રસના રાષટ્રીય કક્ષાના નેતાઓની ગેરહાજરી અંગે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ કહે છે કે 'તેમાં ખોટું શું છે? ભાજપ માટે વડા પ્રધાન,ભાજપના વડા વગેરે પણ પ્રચાર કરવા આવ્યા નથી'.

દિલ્હી પોલીસને મહિલા પાંખને રંગીન ગુલાબી ડ્રેસ અપાયો

 દિલ્હી પોલીસને મહિલા પેટ્રોલિંગ ટીમને ગુલાબી રંગનો મવો ડ્રેસ અપાયો હતો જે પુરૂષોથી તેમને અલગ પાડશે. તેઓ પિંક કલરમાં દ્વીચક્રિય વાહનો પર પેટ્રોલિંગ કરશે. જો કે અહીં પણ લૈગીંક ભેદભાવ તો છે જ.

રાષટ્રીય પાટનગરમાં વિરોધ પ્રદર્શનોના કારણે ટ્રાફિક જામ

નવી દિલ્હીમાં થઇ રહેલા વિવિધ  વિરોધ પ્રદર્શનનો કારણે ટ્રાફિકમાં અનેક અડચણો ઊભી થઇ હતી. અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રેલવા વિરૂધ્ધ દિવયાંગોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો તો બીજી તરફ જવાહર લાલ નહેરૂં યુનિ.ના વિદ્યાર્થીઓએ ગઇ કાલે કોનોટ પ્લેસ ખાતે માનવ સાંકળ  બનાવી હતી જેમાં એઇમ્સ.જામીયા મિલિયા, દિલ્હી યુનિ. અને આંબેડકર યુનિ.ના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.તેમણે 'ફી પાછી ખેંચો'ના સૂત્રો પોકાર્યા હતા. તેમણે નવી શિક્ષણ નીતીનો પણ વિરોધ કર્યો હતો. તો જેએનયુના વિદ્યાર્થીઓએ માનવ સંસાધન મંત્રાલયનીબહાર પ્રદર્શન યોજ્યું હતું.પાટનગરમાં એક તરફ પ્રદૂષણ તો બીજી તરફ વિરોધ પ્રદર્શનના કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો