ઉદ્ધવ આલા રે : માતોશ્રીથી મહારાષ્ટ્રના મહારથી
શિવસેનામાંથી એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, એનસીપીમાંથી જયંત પાટીલ, છગન ભૂજબળ, કોંગ્રેસમાંથી થોરાટ અને નીતિન રાઉતનો સમાવેશ : નાયબ સીએમ અને સ્પીકરના નામ અંગે હજી પણ સસ્પેન્સ
(પીટીઆઈ, પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 28 નવેમ્બર, 2019, ગુરૂવાર
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે સાંજે 6.42 વાગ્યે મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક મેદાનમાં આયોજિત ભવ્ય શપથગ્રહણ સમારંભમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને શપથ અપાવ્યા હતા. આ સાથે 59 વર્ષીય ઉદ્ધવ ઠાકરે પરિવારમાંથી પહેલી વખથ કોઈ મુખ્યમંત્રી બન્યું છે.
જય ભવાની જય શિવાજીના ગગનભેદી નારાથી ગાજી ઉઠેલા શિવાજી- પાર્કના વિશાળ મેદાનમાં હજારોની સંખ્યાની મેદની વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મંચ પરથી નતમસ્તક કરીને જનતાના આર્શીવાદ લીધા હતા. આમ હિંદુ હૃદય સમ્રાટ શિવસેના દિવંગત પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખ્યપ્રધાન બનાવવાનું સ્વપ્ન સાકાર કર્યું હતું.
આ સાથે જ રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ચાલતા સરકાર રચવાના સંઘર્ષનો અંત આવ્યો હતો અને શિવસેના- એન.સી.પી.- કોંગ્રેસના ગઠનબંધન મહાવિકાસ આઘાડીએ 'ત્રિરંગી' સરકારે સત્તા ગ્રહણ કરી હતી. શપથ લીધા પછી ઉદ્ધવ ઠાકરેએ પરિવાર સાથે સિદ્ધિવિનાયકના દર્શન કરી ભગવાન ગણેશની આરતી ઉતારી હતી. ઉદ્ધવ ઠાકરેએ સહ્યાદ્રી ગેસ્ટહાઉસ ખાતે કેબિનેટ બેઠક બોલાવી કામગીરી શરૂ કરી દીધી હતી.
શિવસેનાના પહેલા મુખ્યપ્રધાન મનોહર જોશીએ ચોવીસ વર્ષ પહેલાં શપથ લીધા હતા. એ સૃથળે ઠાકરે પરિવારના પહેલા વ્યક્તિ ઉધૃધવ ઠાકરેએ મુખ્યપ્રધાન તરીકે સોગંદ લીધા હતા.
અરબી સમુદ્રના કાંઠે શિવાજી પાર્કમાં ઉમટેલા અફાટ 'જનસાગર'ને ઉધૃધવ ઠાકરેએ મંચ પરથી નમન કર્યું હતું. મુખ્યપ્રધાન ઉધૃધવ ઠાકરે સહિત કેબિનેટ મંત્રી તરીકે શિવસેનાના વિધાનસભ્ય એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, એન.સી.પી.થી છગન ભુજબળ, જયંત પાટીલ તેમજ કોંગ્રેસ તરફથી વિજય ઉર્ફે બાળાસાહેબ થોરાત તથા ડૉ. નિતીન રાઉતે શપથ લીધા હતા.
જોકે, ઠાકરે સરકારમાં નાયબ મુખ્યમંત્રી અને અધ્યક્ષના નામ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. સૂત્રો મુજબ નાયબ મુખ્યમંત્રીપદ એનસીપી તથા સ્પીકરપદ કોંગ્રેસના ફાળે ગયું છે. મહાવિકાસ ગઠબંધનના ભાગરૂપ કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેના શપથ સમારંભમાં હાજર ન રહેવાનો નિર્ણય કર્યો હતો. જોકે, તેમણે ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા પાઠવી હતી.
ઠાકરે પરિવાર માટે મુંબઈનું શિવાજી પાર્ક હંમેશા મહત્ત્વનું રહ્યું છે. આ એ જ મેદાન છે જ્યાંથી તાજેતરમાં શિવસેનાની દશેરા રેલીમાં પાર્ટીના નેતા સંજય રાઉતે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન શિવસેનાના જ હશે. શિવસેનાના પ્રમુખ દિવંગત બાળાસાહેબ ઠાકરેના અંતિમ સંસ્કાર પણ અહીં જ કરાયા હતા.
શપથ ગ્રહણ સમારોહ માટે જ્યાં સ્ટેજ પુણેના શનિવાર પેઠના આબેહૂબ બનાવવામાં આવ્યું હતું તેની પાછળ જ શિવાજી મહારાજની મોટી પ્રતિમા છે. તે સાથે જ બાળાસાહેબ ઠાકરેનું સ્મારક પણ બનાવવામાં આવ્યું હતું.
શિવાજી પાર્કના વિશાળ મેદાનમાં શિવસેનાનો ભગવો ઝંડો, એનસીપીના ઘડિયાળ ચિહન ધરાવતો અને કોંગ્રેસના હાથ ધરાવતા ઝંડા લહેરાવતા હતા. શપથ વિિધના કાર્યક્રમમાં ઉપસિૃથત રહેલા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉધૃધવ ઠાકરેને શુભેચ્છા આપ્યા વગર પાછા ગયા હતા.
દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ પરત જાઓ... પરત જાઓ... એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન શપથ ગ્રહણના સમારંભમાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી લોકો શિવાજી પાર્કમાં મેદાન ઊમટી પડયા હતા. લગભગ 300થી 400 બસ ભરીને લોકો આવ્યા હતા. શપથ વિિધ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ગામડાથી મુસ્લિમો પણ આવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેને અભિનંદન આપ્યા
(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 28
શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ આઘાડીના નેતા તરીકે પસંદગી કરવામાં આવી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદે વરણી લાગી એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને અભિનંદન આપ્યા તેમ જ શુભેચ્છાઓ આપી. ત્યારે ઉદ્ધવે મોટાભાઈ નરેન્દ્રભાઈને શપથવિધિ સમારોહમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું.
વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણીના ટાંકણે ઉદ્ધવને નરેન્દ્ર મોદીએ નાના ભાઈ ગણાવ્યા હતા. મહાવિકાસ આઘાડીના નેતા બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન પદની શપથ લીધા બાદ મોટાભાઈએ મળવાની ઇચ્છા બોલી બતાવી હતી.
શપથ સમારંભમાં હાજર સેલિબ્રિટી
શિવાજી પાર્ક ખાતે ભવ્ય શપથ સમારંભમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, ઉધૃધવ ઠાકરેનાં પત્ની રશ્મિ ઠાકરે તેમનો પુત્ર તથા વિધાનસભ્ય આદિત્ય ઠાકરે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી, મનસે પ્રમુખ રાજ ઠાકરે, એનસીપી નેતા સુપ્રીયા સુળે, કોંગ્રેસના નેતાઓ અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ, ડીએમકે પ્રમુખ એમ. કે. સ્ટાલીન, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શંકરસિંહ વાઘેલા, રાજીવ શુકલા, પ્રફુલ પટેલ, કપિલ સિબલ, અભિષેક મનુ સંઘવી હાજર હતા. ઉધૃધવ ઠાકરેને આર્શીવાદ આપવા પર પૂજય નમપદ્મ મહારાજ સાહેબ તથા સાધ્વી ઉપસિૃથત રહ્યા હતા.
શિવસેનાએ શપથના દિવસને 15 ઓગસ્ટ 1947 સાથે સરખાવ્યો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.28
મહારાષ્ટ્રમાં શિવસેના ઉધ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ મહાવિકાસ આઘાડી સરકાર રચી રહી છે. ઉધ્ધવ ઠાકરે શપથ લેવાના હોવાથી આજે નવો સૂર્યાદય થઈ રહ્યો હોવાનું શિવસેનાના મુખપત્ર સામના તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે. સાથોસાથ મહારાષ્ટ્રમાં જ નહિં આખા દેશમાં 15 ઓગસ્ટ 1947 એટલે કે આઝાદીના દિવસ જેવો જસન જોવા મળી રહ્યો છે.
ઉધ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન પદે બિરાજમાન થઈ રહ્યા છે. તે મહારાષ્ટ્રનું ભાગ્ય છે. આ સમારંભથી મરાઠી માણસ ધન્યતા અનુભવ કરનારો છે, એમ તેમાં લખવાાં આવ્યું છે. ઉધ્ધવ ઠાકરેની ખાસિયત અંગે લખવામાં આવ્યું છે કે બહાર ગમે તેટલું તોફાન હોય તેમ છતાં તેઓ શાંત રહે છે અને શાંત રહેવા પર તોફાન ઊભુ કરી દે છે.
આ ઉપરાંત ઉધ્ધવ ઠાકરે કોઈના દબાણ આગળ ન ઝૂક્યા, સ્વાભિમાનને ગિરવે ન રાખ્યું તેમજ ઢોંગીઓ સાથે હાથ ન મિલાવ્યો તેવું પણ લખવામાં આવ્યું છે. આ સિવાય ઉધ્ધવ ઠાકરે કોઈપણ જવાબદારી સ્વીકારે છે તો પૂરા મનથી તેને પૂરી પણ કરે છે, એવું લોકોમાં વિશ્વાસ છે.
'સામના'ના તંત્રીપદેથી ઉદ્ધવેનું નામ હટાવાયું : રાઉત કાર્યકારી સંપાદક
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 28
23 જાન્યુઆરી 1989ના દિવસે બાળાસાહેબ ઠાકરેએ 'સામના' દૈનિક જ્વલંત હિન્દુત્વના પ્રસાર પ્રચાર માટે દૈનિક શરૂ કર્યું. 17 નવેમ્બર 2012ના દિવસે બાળાસાહેબ ઠાકરેનું અવસાન થયું ત્યાર સુધી બાળાસાહેબ ઠાકરે 'સામના'ના મુખ્ય તંંત્રી હતા.
1989થી ત્રણ વર્ષ સુધી અશોક પડબિદ્રી કાર્યકારી સંપાદક હતા. ત્યાર બાદ સંજય રાઉત કાર્યકારી સંપાદક બન્યા. બાળાસાહેબના અવસાન પછી સામાનાના મુખ્ય સંપાદક તરીકે ઉદ્ધવ ઠાકરેનું નામ છપાવવા માંડયું, પણ ઉદ્ધવ ઠાકરેએ પોતાનું નામ સામાનાના હેડ માસ્ક ઉપર પહેલા પાને છાપવાની ચોખ્ખી ના પાડી તેથી ત્યાં સંસ્થાપક તરીકે 'બાળ ઠકારે' ઠાકરેનું નામ જ છપાતું હતું.
માત્ર પ્રિન્ટ લાઇનમાં ઉદ્ધવ ઠાકરેનું નામ સંપાદક તરીકે સામના, દોપહર કા સામના અને માર્મિકમાં આવતું હતું, પણ હવે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનવાના કારણે સામના, દોપહર કા સામના અને માર્મિકમાંથી સંપાદકનું નામ હટાવવામાં આવ્યું છે. સંજય રાઉત કાર્યકારી સંપાદક તરીકે સામનામાં કાયમ રહેશે.
મહાવિકાસ ગઠબંધનનો કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર
10 રૂપિયામાં ભોજન, ખેડૂતોને કર્જમાફી, એસઆરએમાં 500 સ્કેવર ફૂટના ઘર
મુંબઇ તા.28
શિવસેના, એન.સી.પી. અને કોંગ્રેસના બનેલા મહાવિકાસ આઘાડી દ્વારા કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામના મુસદા પર ત્રણે પક્ષના નેતાઓએ સહી પણ કરી છે.
કોમન મિનિમમ પ્રોગ્રામના મહત્વના મુદ્દા નીચે મુજબ છે.
ખેડૂત
* અકાળે વરસાદને પરિણામે નુકસાન પામેલા ખેડૂતોને તત્કાળ મદદ
* ખેડૂતોને તાત્કાલિક કર્જમાફી
* ખેડૂતોને તાત્કાલિક નુકસાન ભરપાઇ મળે તે માટે પાક વિમા યોજનાનું નૂતનીકરણ
બેરોજગારી
* રાજ્ય સરકારના ખાલી પદો ભરવાની પ્રક્રિયા તત્કાળ શરૂ કરાશે.
* સુશિક્ષિત બેરોજગારોને ભથ્થુ.
* નોકરીઓમાં સ્થાનિક યુવાનોને 80 ટકા આરક્ષણ
શિક્ષણ
* શિક્ષણનો દરજ્જો ઉંચો લાવવામાં આવશે.
* આર્થિક દ્રષ્ટિએ દુર્બળ ઘટક અને ખેતમજૂરોને ઉચ્ચ શિક્ષણ માટે શુન્ય ટકા વ્યાજદરે લોનની યોજના
શહેર વિકાસ
* મુખ્ય પ્રધાન ગ્રામ સડક યોજનાની તર્જ પ્રમાણે મુખ્ય પ્રધાન શહેરી સડક યોજના અમલમાં લાવી તમામ નગરપરિષદ, નગરપાલિકા, નગરપંચાયત અને મહાનગર પાલિકાના રસ્તા માટે સ્વતંત્ર આર્થિક વ્યવસ્થા.
* મુંબઇ અને મહારાષ્ટ્રમાં ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના (એસઆરએ) હેઠળ 300 ચોરસ ફૂટની જગ્યાએ 500 ચોરસ ફૂટના ઘરો આપવામાં આવશે. આ ઉપરાંત આ ઘરો માટે ઉત્તમ પાયાભૂત સુવિધાને પ્રાધાન્ય અપાશે.
મહિલા
* આર્થિક રીતે પછાત કુટુંબની છોકરીઓ માટે કોલેજનું મફત શિક્ષણ
* મહાનગર અને જિલ્લા મુખ્યાલયમાં કામ કરતી મહિલાઓ માટે વસ્તીગૃહ, વર્કીગ વુમન માટે હોટેલ બનાવવામાં આવશે.
* આંગણવાડી સેવિકા, આશા સેવિકા અને આશા જૂથ પ્રવર્તકના માનધન અને સુવિધામાં વધારો
આરોગ્ય
* સામાન્ય જનતાના આરોગ્યના રક્ષણ માટે તાલુકા સ્તરે એક રૂપિયા ક્લિનિક યોજના શરૂ કરાશે.
* તમામ જિલ્લાઓમાં તબક્કાવાર મેડિકલ કોલેજ અને સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.
* રાજ્યના દરેક નાગરિકોને આરોગ્ય વિમા કવચની સુવિધા
ઉદ્યોગ
* રાજ્યમાં ઉદ્યોગ વધારવા નવા રોકાણકારોને આકર્ષિત કરી વધુમાં વધુ સુવિધા આપવા સાથે જ પરવાનગી પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવશે.
* આઇટીક્ષેત્રમાં રોકાણ વધારવા આયરી ધોરણમાં બદલાવ કરાશે.
સામાજિક ન્યાય
* અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવી મૂળભૂત જરૂરિયાતોથી સામાન્ય માણસ વંચિત ન રહે તે માટે અનુસુચિત જાતિ, જમાતી, ઓબીસી, ભટકતી જાતિઓ ઇત્યાદિ સમાજના પ્રલંબિત પ્રશ્નોનું નિરાકરણ.
* લઘુમતી સમાજના સામાજીક, શૈક્ષણિક અને આર્થિક પછાતપણાને દૂર કરવાની યોજના
પર્યટન, કળા, સંસ્કૃતિ
* રાજ્યના પારંપારિક પર્યટન સ્થળોનું સામાજીક મહત્વ ધ્યાનમાં રાખી પર્યટન વધારવા અને લોકોને આકર્ષિત કરવા વિશેષ સુવિધા પુરી પાડવામાં આવશે.
* સિનિયર સિટીઝનોને અપાતી સુવિધામાં વધારો.
* રાજ્યની સામાન્ય જનતાને સસ્તુ અને પોક્ષણક્ષમ ભોજન ફક્ત 10 રૂપિયામાં આપવાની વ્યવસ્થા.
Comments
Post a Comment