મુંબઈ: ગાંધી પરિવારની SPG સિક્યોરિટી કેમ હટાવી ? શિવસેનાના મુખપત્ર સામનામાં કેન્દ્રને પડકાર
મુંબઇ તા.30 નવેંબર 2019, શનિવાર
શિવસેનાએ સત્તા પર આવતાંની સાથે પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્રને પડકારવાનું શરૂ કરી દીધું હતું. ગાંધી પરિવારની એસપીજી સિક્યોરિટી કયા કારણોથી હટાવી એવો સવાલ સામનાના શનિવારના અંકમાં કરવામાં આવ્યો હતો.
સામનામાં લખ્યું છે કે ગાંધી પરિવાર પર હવે ઓછું જોખમ છે એવું ગૃહ મંત્ર્યાલયને લાગે છે. ગૃહ મંત્ર્યાલય એટલે કોણ ? દેશભરના લોકો આ સવાલ પૂછી રહ્યા છે અને ગાંધી પરિવારની સિક્યોરિટી ઓછી કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારી રહ્યા છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
સામનામાં એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ઇંદિરા ગાંધીની હત્યા એમના પોતાના અંગરક્ષકોએ કરી હતી કારણ કે અમૃતસરના સુવર્ણ મંદિરમાં છૂપાઇ બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી ભીંદરાણવાલેને ઠાર કર્યો હતો એ વાતે શીખો ઇંદિરાજી પર નારાજ થયા હતા અને તેમના જ અંગરક્ષકોએ તેમની હત્યા કરી હતી.
સામનાએ ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીને શહીદ ગણાવ્યા હતા અને કેન્દ્રને શીખ આપી હતી કે સિક્યોરિટીના પ્રશ્નને મજાક નહીં બનાવો. કોઇના જાન સાથે રમત નહીં કરો. ગાંધી પરિવારને બદલે બીજું કોઇ હોત તો પણ અમે આવું જ લખ્યું હોત એવો દાવો શિવસેનાએ કર્વેયો હતો.
Comments
Post a Comment