ઉદ્ધવ ઠાકરે આવતી કાલે શિવાજી પાર્કમાં મુખ્ય પ્રધાનપદના સોગન લેશે

મુંબઇ તા.27 નવે્ંબર 2019, બુધવાર

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદના સોગન લે એ પહેલાંજ બે વાર સોગનવિધિની તારીખો બદલાઇ હોવાની માહિતી મળી હતી.

ગયા અઠવાડિયે અચાનક ભાજપે બાજી મારી લેતાં હવે શિવસેના અને સાથીઓ સમજી વિચારીને પગલાં ભરી રહ્યાં છે.  એક અટકળ મુજબ મહારાષ્ટ્રના ટોચના જ્યોતિષીની સલાહ મુજબ ઉદ્ધવે સોગનવિધિની તારીખ નક્કી કરી હતી. 

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

અગાઉ પહેલી ડિસેંબર જાહેર થઇ હતી. પરંતુ ત્યારબાદ નિર્ણય ફેરવાયો હતો અને હવે આવતી કાલે ગુરૂવારે 28 નવેંબરે સાંજે 6-40 વાગ્યે શિવાજી પાર્કમાં ઉદ્ધવનો મુખ્ય પ્રધાન તરીકેનો સોગનવિધિ યોજાશે.આ પ્રસંગે હજારો શિવસૈનિકો ઉમટી પડે એવી શક્યતા છે કારણ કે દર દશેરાએ શિવસેના શિવાજી પાર્કમાં રેલી યોજતી હતી જેને  બાળાસાહેબ ઠાકરે પોતાની તેજાબી શૈલીમાં સંબોધતા હતા.

આમ તો 28 ડિસેંબરની તારીખ પણ રદ થવાની હતી. એકવાર એવી જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. પરંતુ પાછળથી એ તારીખ અંકે કરાઇ અને સમય નક્કી થયો. હવે આવતી કાલે સાંજે સોગનવિધિ થશે.



Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો