ઝારખંડમાં મતદાન વચ્ચે નક્સલો ત્રાટક્યા, મતદારોને અટકાવવા ગુમલામાં પુલ ઊડાવ્યો
નવી દિલ્હી તા.30 નવેંબર 2019, શનિવાર
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આજે સવારે અહીં શરૂ થયું હતું. આ વિસ્તાર નક્સલવાદીઓના ગઢ સમાન હોવાથી ચૂંટણી પંચે અહીં બપોરે ત્રણ વાગ્યા સુધીનો મતદાનનો સમય નક્કી કર્યો હતો.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
મતદાન શરૂ થયાના થોડાજ સમયમાં નક્સલવાદીઓ ત્રાટક્યા હતા અને ભાંગફોડ શરૂ કરી હતી. વિષ્ણુપુર વિધાનસભા બેઠકમાં ગુમલા વિસ્તારના એક પુલને ઊડાવી દેવામાં આવ્યો હતો. જો કે કોઇ જાનહાનિ કે ઇજાના સમાચાર નહોતા.
નિરીક્ષકો માને છે કે મહારાષ્ટ્રમાં જે કંઇ બન્યું એની અસર આ વિસ્તારના મતદારો પર ઝાઝી પડવાની શક્યતા નથી. અહીં નક્સલવાદી વિસ્તાર ગણાતા છ જિલ્લામાં વિધાનસભાની કુલ 13 બેઠકો માટે 189 ઉમેદવારો છે. સૌથી વધુ એટલે કે 28 ઉમેદવારો ભવનાથપુર જિલ્લામાં છે. આજે 37 લાખ 83 હજાર 55 મતદારો મતદાન કરશે.
Comments
Post a Comment