ઉદ્ધવની 169 મતે જીત : ભાજપના 105નો વોકઆઉટ


ભાજપે મંત્રીઓના શપથ અને સત્ર બોલાવવાની રીતને ગેરકાયદે ગણાવ્યા

રાજ ઠાકરેની મનસે, ઓવૈસીની એમઆઈએમના બે અને સીપીઆઈએમના એક ધારાસભ્ય તટસ્થ રહ્યા

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 30 નવેમ્બર, 2019, શનિવાર

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધો છે. ઉદ્ધવ ઠાકરેનો વિશ્વાસ મત ઠરાવ આજે ગૃહમાં 169 વિરૂધૃધ 0 મતથી મંજૂર થયો અને ઉદ્ધવઠાકરે પ્રચંડ બહુમતિથી આ વિશ્વાસ મત જીતી ગયા હતા.

ઉદ્ધવ ઠાકરેને 288 સભ્યોવાળી વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં 169 ધારાસભ્યોનું સમર્થન મળ્યું જ્યારે ચાર ધારાસભ્યો તટસૃથ રહ્યા અને કોઈની તરફેણમાં મત આપ્યો નહીં. ભાજપના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો હતો.

આથી, મતદાન દરમિયાન ઉદ્ધવ ઠાકરેની સરકાર સામે એક પણ મત પડયો નહીં. કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે ઉદ્ધવ ઠાકરેની સરકારનો વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એનસીપી નેતા નવાબ મલિક અને શિવસેનાના નેતા સુનિલ પ્રભુએ દરખાસ્તને ટેકો આપ્યો હતો. વિશ્વાસ પ્રસ્તાવ હેઠળ પહેલા બધા સભ્યોના મત લેવાયા અને તેની ગણતરી પણ થઈ.

મહારાષ્ટ્રમાં ભારે રાજકીય ડ્રામા વચ્ચે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી નેતા અજિત પવારે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા પછી બાદ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મહાવિકાસ આઘાડીના નેતા તરીકે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સરકાર સૃથાપવા આમંત્રણ આપ્યું હતું.

ત્યાર બાદ શિવાજી પાર્ક ખાતે ઉદ્ધવ ઠાકરેએ ભવ્ય શપથ સમારંભમાં મુખ્યપ્રધાન તરીકે તેમજ શિવસેનાના નેતાઓ એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, એનસીપીના નેતાઓ જયંત પાટિલ, છગન ભુજબળ અને કોંગ્રેસના નેતાઓ બાળાસાહેબ થોરાટ અને નીતિન રાઉતે પ્રધાન તરીકે શપથ લીધા હતા.

રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેની સરકારને ત્રીજી ડિસેમ્બર સુધી વિશ્વાસ મત મેળવવા આદેશ આપ્યા પછી પ્રધાનમંડળે ગઈકાલે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે દિલીપ વળસે- પાટીલની નિમણૂંક કરી હતી, જેને રાજ્યપાલે મંજુરી આપી. આજે વિશ્વાસ મત મેળવવા માટે વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવાયું હતું.

આજે બપોરે બે વાગે ગૃહની કાર્યવાહી શરૂ થતાં ભાજપના વિધાન મંડળ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણળીસે પોઈન્ટ ઓફ ઓર્ડર અને પછી પોઈંટ ઓફ પ્રોસીજર કહીને ગૃહની કાર્યવાહી નિયમો મુજબ નથી થઈ, પ્રધાનમંડળની શપથવિિધ નિયમ મુજબ નથી, પ્રોટેમ સ્પીકરની નિમણૂક ગેરકાયદે છે, તમારા પાસે બહુમતિ પુરવાર કરવા સભ્યો હોય તો પ્રોટેમ સ્પીકર કેમ બદલ્યા? આવા પ્રશ્નો ઉઠાવીને વાંધો ઉઠાવ્યો હતો. આશિષ શેલારના ઈશારે ભાજપના તમામ વિધાનસભ્યો વેલમાં ઉતરી આવી હોબાળો મચાવ્યો. 

જોકે, પ્રોટેમ સ્પીકર દિલીપ વળસે પાટિલે મક્કમતાથી ગૃહની કાર્યવાહી ચલાવી અને દેવેન્દ્ર ફડણવીસના મુદ્દા ફગાવી દીધા હતા. તેમણે દેવેન્દ્ર ફડણવીસના સવાલોના જવાબ આપતા કહ્યું કે વિધાનસભામાં ગૃહ સંબંધિત મુદ્દાઓની જ કાર્યવાહી કરાશે. બીજા સવાલના જવાબમાં કહ્યું મંત્રીમંડળને પ્રોટેમ સ્પીકર બદલવાનો અિધકાર છે. મંત્રીમંડળે રાજ્યપાલને ભલામણ મોકલી. રાજ્યપાલના આદેશ પછી જ પ્રોટેમ સ્પીકર બદલાયા છે.

ફડણવીસના ત્રીજા સવાલનો જવાબ આપતાં પ્રોટેમ સ્પીકરે કહ્યું સુપ્રીમના આદેશ મુજબ જ ગુપ્ત મતદાન નથી કરાઈ રહ્યું. સુપ્રીમે સ્પષ્ટ કહ્યું હતું કે હોર્સ ટ્રેડિંગ રોકવા માટે ગુપ્ત મતદાન નહીં થાય અને ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થશે.

પ્રોટેમ સ્પીકરે ઉદ્ધવ ઠાકરે સરકારને વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું ત્યારે અશોક ચવ્હાણ, નવાબ મલિક અને સુનીલ પ્રભુએ વિધાનસભા નિયમ- 23 હેઠળ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના પ્રધાનમંડળ પર વિધાનસભા વિશ્વાસ વ્યક્ત કરે છે', એવો માત્ર એક લીટીનો ઠરાવ રજૂ કર્યો.

આ ઠરાવને પૃથ્વીરાજ ચૌહાણ અને છગન ભુજબળે સમર્થન આપ્યું. પહેલા ધ્વનિ મતથી આ ઠરાવ મતદાન માટે દિલીપ વળસે પાટીલે પોકારતા વિપક્ષોએ નારેબાજી કરીને હોબાળો મચાવી ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. પછી પ્રોટેમ સ્પીકરે વિશ્વાસ મત ઠરાવ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ લાઈવ ટેલિકાસ્ટ છે અને દરેક સભ્ય પાસેથી ઠરાવની મતગણતરી થશે એવી સૂચના આપી.

સદનના બારણા બંધ કરવાનો માર્શલને આદેશ આપ્યો. બધા સદસ્યાને અનુરોધ કર્યા બાદ ઠરાવ મતદાન માટે રજૂ કરવામાં આવ્યો. ઠરાવના  સમર્થનમાં 169 મત અને વિરોધમાં શૂન્ય મત પડતા મુખ્યપ્રધાન ઉદ્ધવઠાકરે વિશ્વાસ મત જીતી ગયા હતા.

ઓલ ઈન્ડિયા મતલિસ એ ઈમેમાદુલ સરળતાથી મુસલમિનના (એમઆઈએમ) બે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક અને માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના એક એમ ચાર સભ્યો તટસૃથ રહ્યા અને બપોરે 2.54 મિનિટે પ્રોટેમ સ્પીકર દિલીપ વળસે પાટીલે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સરકાર વિશ્વાસ મત જીતી લીધો હોવાની જાહેરાત કરી.

ઉદ્ધવ ઠાકરે અને કેબિનેટના મંત્રીઓના શપથ સામે દેવેન્દ્ર ફડણવીસના વાંધાનો સણસણતો જવાબ આપતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે શિવાજી મહારાજ, શાહુ- દુલે- આંબેડકર, માં-બાપના નામ લેવાનો ગુનો હશે તો હું વારંવાર આ ગૂનો કરીશ. ઉપરાંત એકનાથ શિંદે, છગન ભુજબળ, જયંત પાટિલ અને બાળાસાહેબ થોરાતે પણ ફડણવીસને જવાબ આપ્યો હતો.

ઉદ્ધવ ઠાકરે વિધાનસભામાં ફડણવીસને ભેટયા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.30

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદે શપથ લીધા બાદ પ્રથમ વેળા વિધાનસભામાં સભાગૃહમાં ઉધ્ધવ ઠાકરે આવ્યા હતા અને ફલોર ટેસ્ટની પ્રક્રિયા શરૂ થાય એ પૂર્વે વિપક્ષના આસન પર બેઠેલા ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગળે ભેટયા હતા. ત્યારબાદ પોતાના આસન બેસી ગયા હતા. 

આથી મહારાષ્ટ્રની જનતા અને સભાગૃહમાં વિધાનસભ્યોને વધુ એક અનોખું ચિત્ર જોવા મળ્યું હતું. આ અગાઉ એકત્રિત કામ કરનારા બન્ને નેતા આજે એકબીજાના વિરૂધ્ધમાં  બેઠા હતા.

ગત 30 વર્ષથી શિવસેના- ભાજપની યુતિ મહારાષ્ટ્રમાં હતી. ગત પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં ભાજપની સરકારમાં શિવસેના ભાગીદાર હતા અને પાંચ વર્ષ નિર્વિઘ્ને કાર્યકાળ પૂરો કર્યો હતો. આમ જૂના ભાગીદાર તરીકે હોવાથી ઉધ્ધવ ઠાકરેએ ખેલ દિલ બતાવી હતી.

શિવસેનાએ ઇન્દિરાને શહીદ અને રાજીવને દેશ માટે બલિદાન આપનાર તરીકે બીરદાવ્યા

મહારાષ્ટ્રના કોંગ્રેસ-એનસીપી કોંગ્રેસની ગઠબંધનની મહાવિકાસ આઘાડીની સરકાર બન્યા બાદ વિસેનાનું વલણ કોંગ્રેસ તરફ ઝૂકતું હોવાનું જોવા મળી રહ્યું છે. શિવસેનાના મુખપત્ર 'સામના'માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કોંગ્રેસના ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવીને  તેના સ્થાને ઝેડ પ્લસ સુરક્ષા આપવા અંગે સવાલ ઉપાડયો છે.

'સામના'માં શિવસેનાએ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને શહીદ અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને દેશ માટે બલિદાન આપનારા નેતા તરીકે બિરદાવ્યા હતા.  ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાનો ઉલ્લેખ કર્યો છે. આ હત્યા બાદ ગાંધી પરિવાર સામે ખતરો તોળાઈ રહ્યો હોવાને કારણે તેમની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી હતી.

જોકે હાલની સરકારે તેમના જીવને કોઈ ખતરો નથી તેમ જણાવીને એસપીજી સુરક્ષા હટાવી દીધી છે. શિવસેનાએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં નેહરૂ પરિવાર સાથેનો વેરઝેર વધી ગયા છે. શિવસેનાએ ઉલ્લેખ કર્યો છે કે ઇન્દિરા ગાંધી કોઈ એક પાર્ટીના નહોતા.

તેઓ રાષ્ટ્રના હતા.  સાથોસાથ એવું પણ લખ્યું છે કે વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને અન્ય નેતા આજે પણ સુરક્ષાના પિંજરામાં જ ફરે છે. તો જેનો અર્થ એ થાય છે કે દેશ આજે પણ સુરક્ષિત નથી.

સુરક્ષા વ્યવસ્થાવાળા નેતાઓમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી મોખરે ક્રમાંકમાં છે. શિવસેનાએ સરકારને સવાલ કર્યો કે વિરોધીઓની સુરક્ષા કાફલામાં જૂની કાર મોકલવાની ખબર ચિંતાજનક છે. તેનો પણ ઉલ્લેખ 'સામના' મુખપત્રમાં કરાયો છે. વડા પ્રધાને આ અંગે ધ્યાન આપવું જરૂરી છે, એવી ટકોર કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો