ફડણવીસ લીલા તોરણે ઘરભેગા : ભાજપના ગઢ પણ ગેલા સિંહ પણ ગેલા


સુપ્રીમે આજે સાંજે 5.00 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ, ઓપન બેલેટથી મતદાન, જીવંત પ્રસારણનો આદેશ આપ્યો હતો

મોડી સાંજે શરદ પવારના ઘરે સુપ્રીયા સુળે અને અજિત પવાર વચ્ચે બેઠક થઈ

એનસીપીના પાટીલ અને કોંગ્રેસના થોરાત નાયબ સીએમ 


(પીટીઆઈ) મુંબઈ/નવી દિલ્હી, તા. 26 નવેમ્બર, 2019, મંગળવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શપથ ગ્રહણ કર્યાના માત્ર 80 ક્લાકમાં રાજીનામા આપી દેતાં ભાજપે શપથ લેવા રાત્રે ઘડેલી રાજનીતિ(રાતનીતિ)નો  અંત આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં ભાજપને શરદ પવારના પાવર પંચનો અનુભવ થઈ ગયો. ફડણવીસના રાજીનામા પછી મહાવિકાસ ગઠબંધનના નેતા ઉદ્ધવ ઠાકરે માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો હતો. ઉદ્ધવ હવે 1લી ડિસેમ્બરે શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે સવારે ફડણવીસ સરકારને 31 ક્લાકમાં એટલે કે બુધવારે સાંજે 5.00 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ લેવાનો આદેશ આપ્યો હતો. જોકે, પર્યાપ્ત સંખ્યાબળ નહીં હોવાથી ફ્લોર ટેસ્ટમાં પરાજયથી બચવા માટે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે રાજીનામા આપી દીધા હતા. આમ, મહારાષ્ટ્રમાં લગભગ એક મહિનાથી ચાલતા રાજકીય ડ્રામાનો મંગળવારે અંત આવ્યો હતો. 

ફડણવીસ સરકારના પતન સાથે હવે શિવસેના-એનસીપી- કોંગ્રેસની  મહાવિકાસ ગઠબંધન સરકાર મહારાષ્ટ્રમાં સરકાર રચશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરના રોજ  શિવાજી પાર્ક શિવતીથખાતે મુખ્યપ્રધાન તરીકે જ્યારે એનસીપીના જયંત પાટિલ અને કોગ્રેસના બાળસાહેબ  થોરાત નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લેશે.

સુપ્રીમ કોર્ટે ફડણવીસ સરકારના બહુમતી સાબિત કરવામાં વિલંબ થશે તો હોર્સ ટ્રેડિંગની આશંકા વ્યક્ત કરતાં શ્રેણીબદ્ધ આદેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને તાત્કાલિક પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવા અને બુધવારે સાંજે પ.00 વાગ્યા સુધીમાં ફડણવીસ સરકારને ફ્લોર ટેસ્ટ આપવા આદેશ આપ્યા હતા. ઉપરાંત સુપ્રીમે ગુપ્ત મતદાનના બદલે ઓપન બેલેટથી મતદાન કરવાના તેમજ આ સમગ્ર કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાના નિર્દેશો આપ્યા હતા.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી નવી દિલ્હીમાં સસંદ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે સંખ્યાબળના અભાવે ફ્લોર ટેસ્ટ પહેલાં જ દેવેન્દ્ર ફડણવીસને રાજીનામુ આપવાનો સંદેશ મોકલ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશો મુજબ રાજ્યપાલ કોશ્યારીએ ભાજપના નેતા કાળીદાસ કોલંબકરની પ્રોટેમ સ્પીકરપદે નિમણૂક કરી હતી. તેઓ બુધવારે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ગુપ્તતાના શપથ લેવડાવશે.

બીજીબાજુ  મુંબઈમાં એનસીપી નેતા અજિત પવાર બપોરે દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને અંગતકારણોસર તેમને નાયબ મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપી દીધું હતું. નવી ચૂંટાયેલી વિધાનસભામાં 54 ધારાસભ્યો ધરાવતી એનસીપીના વિધાનસભા પક્ષના નેતા અજિત પવારના ટેકાથી જ દેવેન્દ્ર ફડણવીસે સરકાર બનાવી હતી.

પરિણામે અજિત પવારના રાજીનામા પછી પર્યાપ્ત સંખ્યાબળના અભાવે દેવેન્દ્ર ફડણવીસે પણ બુધવારે ફ્લોર ટેસ્ટમાં પરાજયની નામોશીનો સામનો ન કરવો પડે તે માટે બપોરે 3.30 વાગ્યે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજીનામુ આપી દીધું હતું. અજિત પવાર અને ફડણવીસના રાજીનામા સાથે ફરી એક વખત મહાવિકાસ ગઠબંધનની સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે.

શિવસેનાના મુખ્યપ્રધાન બનશે એવું દિવંગત શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું સ્વપ્ન સાકાર થશે એવું સંજય રાઉતે જણાવ્યું હતું. આ અગાઉ શિવસેના નેતા મનોહર જોશીએ 1995થી 1999ના સમયમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા હતા.

ત્યારબાદ  બીજી વખત શિવસેના મુખ્યપ્રધાન પદની જવાબદારી સ્વીકારશે. શિવતીર્થ સાથે શિવસેનાનો એક અલગ જ સંબંધ છે. દશેરાનો મેલાવડો (રેલી) શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત આગામી દશેરાના મેળાવડામાં  શિવસેનાના  મુખ્યપ્રધાન વ્યાસપીઠ પર ઉપસિૃથત રહેશે, એવું કહેવામાં આવ્યું છે.

મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દેવાથી શિવસેનાના નેતા સંજય રાઉત કહે છે કે હવે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન ધરાવતી મહાવિકાસ આઘાડી સરકાર રચશે અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદે શિવસેના પક્ષ પ્રમુખ ઉધૃધવ ઠાકરે પાંચ વર્ષ સુધી રહેશે મુખ્યપ્રધાન ઉધૃધવ ઠાકરે બનસે એમ ભારપૂર્વક સંજય રાઉતે જણાવ્યું હતું. અજીત પવાર પોતાના ગુ્રપના વિધાનસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા. પણ હવે તે જ પાણીમાં બેસી ગયા છે.

આથી અમે કોઈ રાજકીય પક્ષના વિધાનસભ્યોને ફોડવાની અમારી નીતિ ન હતી. અગાઉ પહેલા પણ આ મામલે ખુલાસો કર્યો  હતો. આથી અત્યારે અમારી પાસે પૂરતી બહુમતિ સિદ્ધ કરા શકાય એટલી સંખ્યા નથી. આથી મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો