આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની
બીજા વિશ્વયુદ્ધમાં જપાન પર અણું બોમ્બ ફેંકાયો તેનો આ મહાવિજ્ઞાાનીને એટલો અફસોસ થયો કે તેમણે દુનિયાને નિશસ્ત્રીકરણની અપીલ કરી નૈતિક પતનના યુગમાં તેઓ એકલા એવા સ્ટેટ્સમેન હતા, જેમણે રાજકીય ક્ષેત્રમાં પણ માનવીય સંબંધોની ઉચ્ચ સ્તરની વ્યાખ્યા બાંધી. ત્યાં સુધી પહોંચવાની કામના આપણે પૂરી મહેનત સાથે કરવી જોઈએ. માનવજાતિનું ભવિષ્ય ત્યારે જ સહનીય બનશે જ્યારે બીજી બધી બાબતોની જેમ વૈશ્વિક બાબતો પણ ન્યાય અને કાયદાના આધારે ચાલશે. અત્યાર સુધી ખુલ્લા આતંકના આધારે ચાલ્યું છે તે રીતે નહીં. આ એક કઠીન સબક છે અને તે આપણે શીખવો જ પડશે. આવું અલ્બર્ટ આઇન્સ્ટાઇને ગાંધીને કેન્દ્રમાં રાખીને કહ્યું હતું. માધ્યમો હંમેશા આઇન્સ્ટાઇન સાથે ફ્લર્ટ કરતા રહ્યા, સાપેક્ષવાદનો સિદ્ધાંત પણ પોતાની વિદ્વત્તાપૂર્ણ સમજ પ્રમાણે સમજાવતા રહ્યા, કિન્તુ ભાગ્યે જ કોઈએ કહ્યું હશે કે આઇન્સ્ટાઇન તેમના વિચારોથી ગાંધીવાદી હતા. આપણે પસંદ કરેલું સત્ય હાઈલાઇટ કરીને બાકીનો હિસ્સો ઢાંકી શા માટે દઈએ છીએ? વિચારવું જોઈએ. આ દાર્શનિક વિજ્ઞાાનીએ બીજી પણ અદ્ભુત વાત કરેલી, ક્રૂર સૈન્ય શક્તિને દબાવવા માટે એ જ પ્રકારની ક્રૂર સૈન્ય શક્તિનો ગમે તેટલા લા...
Comments
Post a Comment