Posts

Showing posts from September, 2024

અનામત પર આપેલા નિવેદનના કારણે વધી શકે છે રાહુલ ગાંધીની મુશ્કેલી, ત્રણ જગ્યાએ નોંધાઈ ફરિયાદ

Image
FIR Against Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકા મુલાકાત દરમિયાન અનામત મુદ્દે આપેલું નિવેદન તેમની મુશ્કેલી વધારી શકે છે. રાહુલ ગાંધીના SC-ST અને OBC અનામત પર આપેલા નિવેદન વિરૂદ્ધ ભાજપના અનુસૂચિત જાતિ મોર્ચાના અધ્યક્ષ મોહન લાલ અને અનુસૂચિત જનજાતિ મોર્ચાના સભ્ય સીએલ મીનાએ રાહુલ ગાંધી વિરૂદ્ધ ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર થયો વિવાદ જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન એક નિવેદન આપ્યું હતું , જેના પર ભારે વિવાદ થયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'જ્યારે ભારત એક નિષ્પક્ષ જગ્યા બની જશે ત્યારે કોંગ્રેસ અનામત ખતમ કરવા વિચાર કરશે. ભારત અત્યારે નિષ્પક્ષ જગ્યા નથી. ભારતમાં 90 ટકા આબાદી દલિત, પછાત વર્ગ અને આદિવાસીઓની છે, જે આ રમતમાં સામેલ જ નથી.' આ પણ વાંચોઃ ‘અમે તેને હિન્દુ નથી માનતા...’ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદીનો ઉલ્લેખ કરી નિવેદન આપતા હોબાળો જાતિગત વસ્તી ગણતરી અંગે શું કહ્યું હતું? આ દરમિયાન તેમણે જાતિગત વસ્તી ગણતરી

ઇઝરાયેલનો લેબનોન પર 'ઇલેકટ્રોનિક હુમલો'

Image
- લેબનોનમાં સતત બીજા દિવસના હુમલામાં 9ના મોત, 300થી વધુ ઘાયલ - પેજર બાદ વોકીટોકી, સોલર સિસ્ટમ વિસ્ફોટ - લેબનોન સરહદે ઇઝરાયેલે 20 હજારથી પણ વધારે જવાનો ખડકી દીધા, સૂચના મળતા જ ત્રાટકવા તૈયાર - પેજર હુમલા પછી હીઝબુલ્લાહે ઇઝરાયેલ પર હજારો રોકેટ એકસાથે છોડયા, આયર્ન ડોમે નષ્ટ કરી દીધા - હીઝબુલ્લાહ અને ઇઝરાયેલી દળો વચ્ચે 8મી ઓક્ટોબર પછી નિયમિત રીતે સરહદ પર ગોળીબાર ચાલતો રહે છે. બૈરુત : આતંકવાદી સંગઠનોને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે જાણીતા ઇઝરાયેલે ગઈકાલે હીઝબુલ્લાહના આતંકવાદીઓેને મંગળવારે પેજર બ્લાસ્ટ પછી આજે વોકીટોકી બ્લાસ્ટનો સ્વાદ ચખાડયો છે. બુધવારે લેબનોન પર ઇઝરાયેલા વોકીટોકી હુમલામાં નવના મોત થયા છે અને ૩૦૦થી વધુ ઇજા પામ્યા છે. આ આંકડો વધી પણ શકે છે. હુમલાના નવા સ્વરૂપે હીઝબુલ્લાહને સ્તબ્ધ કરી દીધુ છે.  લેબનોનમાં કેટલાય સ્થળોએ પેજર પછી વોકીટોકી બ્લાસ્ટ થવાના લીધે રીતસરનો ભયનો માહોલ છે. ઇઝરાયેલને હંફાવવા થનગની રહેલા હીઝબુલ્લાહ પોતે અત્યારે ઇઝરાયેલના નવા પ્રકારના હુમલાઓનો સામનો કેવી રીતે કરવો તેની વિમાસણમાં પડી ગયું છે. હીઝબુલ્લાહના ત્રણ ફાઇટરો અને એક બાળકના મોતના અંતિમ સંસ્કાર

VIDEO: મથુરા અને બિહારમાં બે મોટી દુર્ઘટના, માલગાડીના 24 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક ટ્રેનોના રૂટ ખોરવાયા

Image
Train Accident In Mathura And Bihar : મથુરા જિલ્લાના વૃંદાવન રેલવે સ્ટેશનથી લગભગ 800 મીટર દૂર માલગાડીના 20 થી વધુ ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની ઘટના બની છે. બીજી તરફ, બિહારના મુઝફ્ફરપુરના નારાયણપુર અનંત સ્ટેશન પાસે પણ આવી જ એક ઘટનામાં ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી જતા 13 જેટલી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. આ પણ વાંચો :  VIDEO: બિહારના નવાદામાં ટોળાનું આડેધડ ફાયરિંગ, 80 ઘરોને ચાંપી આગ, પોલીસનો કાફલો ખડકાયો પશ્ચિમ તરફના મુખ્ય રૂટને થઈ અસર વૃંદાવનમાં કોલસો લઈને જઈ રહેલી માલગાડીના અકસ્માતની ઘટના રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી. આ ટ્રેન અકસ્માતની ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિના થઈ ન હતી. જેમાં પશ્ચિમ તરફ જતા હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી સહિતના વિસ્તારના મુખ્ય રૂટ પર આ ટ્રેન અકસ્માત સર્જાયો હતો.  मथुरा में मालगाड़ी के डिब्बे पटरी से उतरे.... #IndianRailways pic.twitter.com/Oed1wzBUe8 — Sumit Kumar (@skphotography68) September 18, 2024 15 ટ્રેનો પ્રભાવિત થઈ  મળતી માહિતી પ્રમાણે, ટ્રેનમાં કોલસો બધે ફેલાઈ ગયો છે. આ ઘટનાને લઈને લગભગ 15 ટ્રેનો પ્રભાવિત થઈ છે. જો કે, રેસ્ક્યુ ટી

હવે વિદ્યાર્થીઓ વાહન લઈને સ્કૂલે ગયા તો વાલીની ખેર નહીં... DEO, RTO અને પોલીસ સાથે મળીને ડ્રાઇવ યોજશે

Image
Ahmedabad Rural DEO : અમદાવાદમાં સગીરો વાહનો ચલાવતા હોવાના અને તેના કારણે અકસ્માત સર્જાયા હોવાના કિસ્સાઓ વધ્યા છે. જેને લઈને અમદાવાદ ગ્રામ્ય DEO એક્શન મોડમાં આવ્યા છે અને સગીરો શાળામાં વાહન લઈને ન આવે તે માટેનો પરિપત્ર જાહેર કર્યો છે. જેની સૂચના શાળાઓને પણ કરી દેવાઈ છે. આ ઉપરાંત, આગામી દિવસમાં ટ્રાફિક-પોલીસ અને RTO, DEO સાથે મળીને ડ્રાઇવ પણ કરવામાં આવશે. જાહેર કરાયેલા પરિપત્ર વિરૂદ્ધ જો કોઈ બાળક વાહન સાથે પકડાશે, તો તેના માતા-પિતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  અમદાવાદ ગ્રામ્ય DEOએ શું કહ્યું? અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાએ કહ્યું કે, 'મોટર વ્હીકલ ઍક્ટ પ્રમાણે બાળકોને 125 સીસી કરતાં વધુના વાહનો ચલાવવાની મંજૂરી નથી. તેવામાં બાળકો પોતાને, શાળાને અને વાલીઓને મુશ્કેલીમાં મૂકીને વાહનો લઈને શાળાએ જતાં હોય છે. જેમાં શાળામાં વિદ્યાર્થી વાહન લઈને આવે તો આચાર્ય દ્વારા વાલીઓને જાણ કરવી પડશે. આગામી દિવસમાં થનારી ડ્રાઇવમાં જો કોઈ બાળક વાહન લઈને શાળાએ જશે તો તેની સામે કાર્યવાહી થશે.' આ પણ વાંચો :  BIG BREAKING : પેજર બાદ વોકી-ટોકીઝમાં વિસ્ફોટથી હડકંપ, લેબનાનમાં ફરી બની સીરિયલ બ્લ

રાજકોટમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવાનો ડૂબ્યાં, એકનું મોત, એક ગંભીર

Image
Rajkot Ganesh Visarjan : આજે ગુજરાતભરના અનેક જિલ્લાઓ અને શહેરોમાં ગણપતિ બપ્પાની વિદાય કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવાનો ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવાનનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. એક પછી એક ચારેય યુવાનો પાણીમાં ગરકાવ થયા મળતા અહેવાલો મુજબ ચારેય યુવાનો ભાવનગર રોડ સ્થિત ત્રંબામાં ત્રિવેણી સંગમ ખાતે ત્રિવેણી ઘાટ પાસે ગણેશ વિસર્જન માટે ગયા હતા. આ દરમિયાન ચારેય યુવાનો એક બાદ એક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આસપાસના લોકોએ ચારેય યુવાનોને બહાર કાઢ્યા હતા. જોકે તેમાંથી એક યુવાનનું મોત નિપજ્યું છે. મૃતક યુવાનનું નામ 18 વર્ષિય લક્કી મકવાણા હોવાનું તેમજ ચારેય યુવાનો રૂખડિયાપરા વિસ્તારના હોવાનું પણ સામે આવ્યું છે. આ પણ વાંચો : હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન સર્જાઈ જૂથ અથડામણ, હોર્ડિંગ પર લગાવેલા ઝંડાને લઈને થયો હતો વિવાદ એક યુવાનની હાલત સ્થિર અન્ય એક યુવાન રાહુલ રાઠોડની હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં

ન્યૂયોર્કમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો: સ્પ્રેથી અપશબ્દો લખ્યા, ભારતે કર્યો વિરોધ

Image
Swaminarayan Temple Vandalized in New York: વડાપ્રધાન મોદીના યુએસ પ્રવાસ પહેલા ન્યુયોર્કના BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અને ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. મેલવિલેમાં સ્થિત મંદિરના રસ્તાઓ અને મંદિરની બહાર સાઈન બોર્ડને સ્પ્રે કરીને તેના પર અપશબ્દો લખવામાં આવ્યા છે.  મંદિર તોડફોડ બાબતે ભારતીય કોન્સ્યુલેટની આકરી નિંદા ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટે મંદિરની તોડફોડની આકરી નિંદા કરી છે અને તેને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે. આ સાથે ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે અમેરિકન સત્તાવાળાઓ સમક્ષ મામલો ઉઠાવવામાં આવ્યો છે. તેમજ BAPSએ શાંતિની અપીલ કરી છે.  આ પણ વાંચો: ભારતને રોકવા પાક. સાથે પરમાણુ કરાર જરૂરી : ઢાકા યુનિ.ના પ્રોફેસર 22 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે લોંગ આઈલેન્ડ પર સફોક કાઉન્ટીમાં નાસો વેટરન મેમોરિયલ કોલિઝિયમથી લગભગ 28 કિલોમીટર દૂર મેલવિલે શહેર આવેલું છે. આ જ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરશે. પીએમ મોદી 21, 22 અને 23 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસે હશે.  There is too much hate! I am appall

કેજરીવાલ આજે રાજીનામું આપશે દિલ્હીના નવા સીએમ અંગે સસ્પેન્સ

Image
એલજી સાથે આજે સાંજે મુલાકાત કરશે અરવિંદ કેજરીવાલે વન-ટુ-વન બેઠક યોજી, આજે આપ વિધાનસભા પક્ષની બેઠકમાં નવા સીએમ જાહેર થઈ શકે નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે બે દિવસમાં રાજીનામુ આપવાની જાહેરાત કર્યા પછી સોમવારે સીએમ આવાસ પર બેઠક યોજાઈ હતી. અરવિંદ કેજરીવાલે આપ આગેવાનો અને મંત્રીઓ સાથે વ્યક્તિગત મળીને ચર્ચા કરી. આ બેઠક પૂરી થયા પછી દિલ્હીના મંત્રી અને આપના આગેવાન સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે સીએમએ જાહેરાત કરી હતી કે તે આવતીકાલે મંગળવારે રાજીનામુ આપી દેશે.  તેમણે આજે લેફ્ટનન્ટ ગવર્નર પાસે મળવાનો સમય માંગ્યો હતો અને હવે તેમને મંગળવાર સાંજનો સમય આપવામાં આવ્યો છે. તેથી તે એલજીને મંગળવારે સાંજે રાજીનામુ આપે તેવી સંભાવના છે. આ બધા વચ્ચે દિલ્હીના નવા સીએમ કોણ હશે તેને લઈને ચર્ચા દિલ્હીના રાજકીય વર્તુળોમાં છે.  આ ઘટનાક્રમને લઈને કેજરીવાલે રાજકીય મામલાની સમિતિને બોલાવી હતી. કેજરીવાલે નવા મુખ્યમંત્રીના વિષય પર ઉપલબ્ધ બધા રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હતી. તેમની પાસેથી ફીડબેક લીધું છે. આજે આપના વિધાનસભા પક્ષની બેઠક થશે અને આ ચર્ચાને બીજા તબક્કામાં લઈ જશે.  આમ આદમી પાર્ટીએ જણાવ્યું

પહેલા પોતાનો રેકૉર્ડ જુઓ: ઈરાનના સર્વોચ્ચ નેતાને ભારતનો જડબાતોડ જવાબ, લઘુમતીઓ પર કરી હતી ટિપ્પણી

Image
MEA slams Iran Supreme Leader's statement : ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈએ ભારત પર વિવાદિત નિવેદન આપ્યું હતું. જે બાદ ભારતે પણ ઈરાનને જડબાતોડ જવાબ આપ્યો છે કે બીજા દેશો પર ટીકા ટિપ્પણી કરતાં પહેલા પોતાનું ઘર સંભાળો.  શું કહ્યું હતું ખામેનેઈએ?  ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈએ ભારતને મુસ્લિમ અધિકારોનું ઉલ્લંઘન કરતાં દેશોની યાદીમાં સામેલ કર્યો હતો. ભારતની સરખામણી મ્યાનમાર અને ગાઝા સાથે કરી. ખામેનેઈએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને દુનિયાભરના મુસ્લિમોને એક થવા આગ્રહ કર્યો હતો.  The enemies of Islam have always tried to make us indifferent with regard to our shared identity as an Islamic Ummah. We cannot consider ourselves to be Muslims if we are oblivious to the suffering that a Muslim is enduring in #Myanmar , #Gaza , #India , or any other place. — Khamenei.ir (@khamenei_ir) September 16, 2024 ભારતે આપ્યો જડબાતોડ જવાબ  હવે આ મુદ્દે ભારતે પણ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારતનું નિવેદન જાહેર કર્યું છે. ભારતે કહ્યું છે, કે 'અમ

47% Gen Z માટે પગાર કરતા જોબ સેટિસ્ફેક્શન વધુ જરૂરી, માંડ બે વર્ષમાં નોકરી છોડવા તૈયાર

Image
Image Envato Survey on Gen Z youth : ભારતીય યુવાનોમાં નોકરી પ્રત્યે નવી વિચારસરણી જોવા મળી રહી છે. તાજેતરમાં થયેલા એક સર્વે પ્રમાણે 47 ટકા જનરલ ઝેડ યુવાનો બે વર્ષ પછી નોકરી છોડી દે છે, જ્યારે એટલી સંખ્યા (46 ટકા) તેમની નોકરી કરતાં વર્ક-લાઇફ બેલેન્સને પ્રાથમિકતા આપે છે. 'જેન ઝેડ એટ વર્કપ્લેસ' નામનો આ રિપોર્ટ 5350 થી વધુ જનરેશન Z અને 500 એચઆર પ્રોફેશનલ્સના યુવાનોનો સર્વે તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ જનરેશન Zના અલગ-અસદ પાસાઓના ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. જેમ કે જનરલ Z યુવાનોની નોકરી બદલવાના કારણો, જોબ માર્કેટમાં એટ્રી સમયે તેમની સૌથી મોટી ચિંતા, માનસિક સ્વાસ્થ્ય અંગેની તેમની અપેક્ષાઓ અને કાર્ય પદ્ધતિ અંગેની ચિંતાઓ પર ઊંડાઈ પૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે.  51% યુવાનોને નોકરી ગુમાવવાનો ડર એક બાજુ 46 ટકા જનરેશન Z યુવાનો બે વર્ષમાં નોકરી છોડવા તૈયાર છે, તો બીજી બાજુ 51 ટકા યુવાનોને નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. આ ચિંતા તેમના કરિયર પર અસર કરે છે. કારણ કે 40 ટકા યુવાનો નોકરી મેળવ્યા પછી તેમના પસંદગીના ક્ષેત્રમાં પોસ્ટ જાળવી રાખવા માટે ચિંતામ

VIDEO : રાજસ્થાનમાં ધાર્મિક સરઘસમાં પથ્થરમારો, તણાવ બાદ બજાર બંધ, ભાજપ ધારાસભ્યના ધરણાં

Image
Stone Pelting Incident in Rajasthan : રાજસ્થાનના શાહપુરા જિલ્લાના જહાઝપુર શહેરમાં જલઝુલાની એકાદશી પર એક યાત્રા પર પથ્થરમારો થતાં વાતાવરણ ગરમાયું હતું. અચાનક થયેલા પથ્થરમારાના કારણે નાસભાગ મચી જતા બજાર બંધ થયું હતું. તેવામાં યાત્રા પણ રોકી દેવામાં આવી હતી. બીજી તરફ, મોટી સંખ્યામાં એકઠા થયેલા ટોળાએ પથ્થરમારો કરનારા અન્ય સમુદાયના લોકોની ધરપકડની માંગને લઈને હોબાળો મચાવ્યો હતો. ઘટનાસ્થળે ભાજપના ધારાસભ્યો પહોંચ્યા ઘટનાસ્થળે ભાજપના ધારાસભ્યો પહોંચી ગયા હતા. આ દરમિયાન જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી યાત્રા ન કાઢવા જણાવ્યું હતું. ઘટનાને લઈને નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, 'શહેરમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. શહેરમાં હાલ શાંતિ છે. પથ્થરમારો કરનારાઓની શોધખોળ ચાલી રહી છે.' લગભગ 20-25 મિનિટ સુધી પથ્થરમારો ચાલુ રહ્યો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જેવી યાત્રા બજારમાં પહોંચી ત્યારે કેટલાક લોકોએ બૂમો પાડી કે તેને રોકો અને પછી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ 20-25 મિનિટ સુધી પથ્થરમારો ચાલુ રહેતા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ પણ વાંચો :  VIDEO | મોટી દુ

‘...તો વિદ્યાર્થીઓ સામે કરાશે કાર્યવાહી’ તમામ શાળા, કૉલેજો, યુનિવર્સિટી માટે નવી ગાઇડલાઇન જાહેર

Image
Central Government New Guidelines : હવે શાળા, કૉલેજ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તમાકુની કોઈપણ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરવો ભારે પડી શકે છે. જો તેઓ તેનો ઉપયોગ કરતાં પકડાશે તો તેમની વિરુદ્ધ શિસ્તબદ્ધની કાર્યવાહી કરવામાં આવી શકે છે. એટલું જ નહીં તેમને દંડ પણ ફટકારવામાં આવી શકે છે. આ માટે કેન્દ્ર સરકારે દેશની તામ શાળા, કૉલેજ અને યુનિવર્સિટી માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ મુજબ તમામ વર્ગમાં તમાકુ મોનીટરને તહેનાત કરવામાં આવશે અને તે મોનીટર વર્ગમાં અભ્યાસ કરતાં છાત્રમાંથી જ કોઈ હશે. શાળામાં તમાકુ મોનીટરની નિમણૂક કરાશે ગાઇડલાઇન મુજબ, ધોરણ-9 બાદના વર્ગોમાં તમાકુ મોનીટરની નિમણૂક કરવામાં આવશે. આ દરમિયાન મોનીટરે વર્ગમાં તમાકુનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીઓ પર નજર રાખવાની રહેશે. અને જે વિદ્યાર્થી પકડાશે તેની માહિતી મોનીટરે શાળા અથવા સંસ્થાના સંચાલકને આપવાની રહેશે. ત્યારબાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો : પૂર કે દુષ્કાળ જેવી આફતથી મળશે છુટકારો, વરસાદને કરાશે કન્ટ્રોલ, ભારતીય વિજ્ઞાનીઓનો મોટો પ્લાન શૈક્ષણિક સંસ્થાની આસપાસ તમાકુના વેચાણ પર પ્રતિબંધ યુવાનોમાં તમાકુના વધતાં જતા વ્ય

ગાંધીનગરમાં ગણેશ વિસર્જન સમયે મૃત્યુ પામેલા 8 યુવાનોના નામ સામે આવ્યા, તંત્રનો લુલો બચાવ

Image
Eight youths Died During Ganesha Immersion In Dehgam, Gandhinagar :  ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટનાથી હાહાકાર મચી ગયો છે. આજુબાજુના ગામના જ લગભગ 8 યુવાઓના મોતથી માતમ પ્રસરી ગયું છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લાના દહેગામમાં વાસણા સોગઠી ગામે વહેતી મેશ્વો નદીમાં 10 લોકો ડૂબી જતાં 8ના મૃતદેહો મળ્યા હતા. જ્યારે બેની શોધખોળ હજુ ચાલુ છે.  આ પણ વાંચો :  ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે 8ના મોત, ઘટનામાં મોટો ખુલાસો, જાણો કેવી રીતે સર્જાઈ ઘટના નીચે મુજબના મૃતકોના નામ સામે આવ્યા 1. સોલંકી વિજયજી હાલુસિંહ (30 વર્ષ) વાધાવત, તા- કપડવંજ, જિલ્લો- ખેડા 2. ચૌહાણ ચિરાગકુમાર પ્રકાશસિંહ (19 વર્ષ) વાસણા, સોગઠી 3. ચૌહાણ ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ (18 વર્ષ)  વાસણા, સોગઠી 4. ચૌહાણ મુન્નાભાઈ દિલિપસિંહ (23 વર્ષ) વાસણા, સોગઠી 5. ચૌહાણ રાજુકુમાર બચુસિંહ (28 વર્ષ) વાસણા, સોગઠી 6. ચૌહાણ પૃથ્વી દલપતસિંહ (20 વર્ષ) વાસણા, સોગઠી 7. ચૌહાણ યુવરાજસિંહ પ્રવિણસિંહ (17 વર્ષ) વાસણા, સોગઠી 8. ચૌહાણ સિદ્ધરાજ ભલસિંહ (17 વર્ષ) વાસણા, સોગઠી ઘટના વિશે તંત્રએ શું કહ્યું

પૂર કે દુષ્કાળ જેવી આફતથી મળશે છુટકારો, વરસાદને કરાશે કન્ટ્રોલ, ભારતીય વિજ્ઞાનીઓનો મોટો પ્લાન

Image
Mausam GPT : ભારતમાં દર ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ વરસાદ અને પૂરની પરિસ્થિતિ સર્જાતી રહે છે, જ્યારે ઉનાળા દરમિયાન કેટલાક સ્થળોએ દુષ્કાળની પણ સમસ્યા ઊભી થાય છે, ત્યારે હવે આ સમસ્યાને દૂર કરવા માટે ભારતીય વિજ્ઞાનીઓએ મોટી યોજના બનાવી છે.  વરસાદ રોકવા IMDનો ગજબનો પ્રોજેક્ટ ભારતીય હવામાન વિભાગે (IMD) વરસાદને કન્ટ્રોલ કરવા માટે એક પ્રોજેક્ટ પર કામગીરી શરુ કરી છે. વિશેષ ભાગોમાં વરસાદને કન્ટ્રોલ કરવા માટે IMD આગામી પાંચ વર્ષમાં હવામાન GPT લાવશે. ઉદાહરણ તરીકે, જો 15મી ઑગસ્ટે લાલ કિલ્લા પર ઝંડો લહેરાવવાનો કાર્યક્રમ હોય અને આ સમયે વરસાદ પડે તો તેને આ ટેકનીકથી મદદથી વિજ્ઞાનીઓ વરસાદને રોકવામાં સક્ષમ બનશે. આ ઉપરાંત જો કોઈ ભાગમાં પૂરની સ્થિતિ વખતે વરસાદને પણ કન્ટ્રોલ કરી શકાશે. આ પણ વાંચો : હરિયાણા માટે કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની ચોંકાવનારી યાદી, વિનેશ-બજરંગ સહિત કોને કોને મળ્યું સ્થાન? આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો મુદ્દો બન્યો છે 'દરબાર મૂવ' પ્રથા, જાણો શું છે 150 વર્ષ જૂની આ પ્રથા ‘પાંચ વર્ષમાં પૂર દરમિયાન વરસાદ - અતિવૃષ્ટિને અટકાવી શકીશું’ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય(MOES)ના

હરિયાણા ભાજપને મોટો ઝટકો, CM સૈની સાથે હાથ પણ ન મિલાવનારા નેતા કોંગ્રેસમાં જોડાયા

Image
Haryana Election News Updates: હરિયાણાના કરનાલની ઈન્દ્રી વિધાનસભામાં ભાજપ દ્વારા ટિકિટ વહેંચણીથી નારાજ પૂર્વ રાજ્ય મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કરણદેવ કંબોજ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓ પૂર્વ વડાપ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને ચૌધરી ઉદયભાનના નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં જાટ-નોન-જાટના નામે રાજકારણ રમી રહેલા ભાજપ માટે મુશ્કેલી વધી શકે છે, કારણ કે કરણદેવ હરિયાણામાં ઓબીસી વર્ગના મોટા નેતા છે અને કંબોજ સમુદાયમાં તેમની સારી પકડ છે. તેમણે ભાજપ પર ઓબીસી વર્ગની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો છે. કરણદેવ કંબોજ લાંબા સમયથી ઈન્દ્રી વિધાનસભા બેઠકથી ટિકિટની માંગ કરી રહ્યા હતા, પરંતુ પાર્ટીએ તેમની માંગને અવગણીને વર્તમાન ધારાસભ્ય રામ કુમાર કશ્યપને ટિકિટ આપી દીધી છે. અંતે કંબોજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પણ વાંચોઃ લોકોને 72 કલાક કામ કરવાની સલાહ આપનારા દિગ્ગજ બિઝનેસમેન નવી પોસ્ટ બદલ થયા ટ્રોલ સૈની સાથે હાથ મિલાવવાનો ઇનકાર હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની ગયા અઠવાડિયે હરિયાણા પ્રદેશ બીજેપી ઓબીસી મોરચાના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ટિકિટ કપાવા મુદ્દે કરણદેવ કંબોજનો ગુસ્સો

રશિયાની સેનામાં સામેલ 45 ભારતીયો મુક્ત, હજુ 50 બાકી, યુદ્ધમાં મોકલનારા એજન્ટો સામે કાર્યવાહી

Image
Russia-Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે રશિયાની સેનામાં ગેરકાયદેસર રીતે સામેલ કરાયેલા ભારતીયો અંગે રશિયન સેના તરફથી મહત્વની વિગતો સામે આવી છે. આ ઉપરાંત ભારત સરકારે પણ યુદ્ધમાં મોકલનારા એજન્ટો સામે કાર્યવાહી કરી હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. ભારતીયોને યુદ્ધમાં સામેલ કરવા ગેરમાર્ગે દોરાયા મળતા અહેવાલો મુજબ, રશિયાએ ગેરકાયદેસર રીતે સેનામાં સામેલ કરાયેલા 45 ભારતીયોને મુક્ત કર્યા છે, જ્યારે હજુ 50થી વધુ ભારતીય નાગરિકો રશિયાની સેનામાં ફસાયેલા છે, જેમના કાઢવા માટે ભારત સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ તમામ ભારતીયોને યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં સામેલ કરવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આ પણ વાંચો : ઈઝરાયલની વધુ એક એરસ્ટ્રાઈક, કમાન્ડો ઓપરેશન કરવા સેના સીરિયામાં ઘૂસી, ઈરાન લાલઘૂમ અન્ય ભારતીયોને પણ પરત લવાશે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારત સરકાર રશિયાની સેનામાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોસ્કોની યાત્રાએ ગયા હતા, જ્યાં રશિયાના રાષ્

કચ્છના નખત્રાણા બાદ હવે માંડવી પોર્ટમાં ગણેશભક્તો પર પથ્થરમારો, તોફાનીઓ ફરાર, પોલીસ કાફલો ખડકાયો

Image
Stone Pelting At Ganesh Pandal In Mandvi Port : રાજ્યમાં ગણેશ મહોત્સવની ઉજવણી વચ્ચે પથ્થરમારાની ઘટના વધી રહી છે, ત્યારે કચ્છના નખત્રામાં ગઈકાલે (10 સપ્ટેમ્બર) ગણેશ પંડાલ પર પથ્થરમારો થયા બાદ આજે (11 સપ્ટેમ્બર) માંડવી પોર્ટમાં ગણેશભક્તો પર પથ્થરમારો થયો છે. આ પહેલા સુરત, વડોદરા, ભરૂચમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારામાં વાહનોને પણ નુકસાન મળતા અહેવાલો મુજબ કચ્છના માંડવી પોર્ટમાં બિરાજમાન કરાયેલા ગણેશજીના દર્શન કરવા ભક્તો આવ્યા હતા. આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો આવી ચઢ્યા હતા અને ભક્તો પર પથ્થમારો કરવાનો શરૂ કરી દીધો હતો. પથ્થરમારાના કારણે કેટલાક વાહનને પણ નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. હાલ ઘટનાની જાણ થતાં અહીં પોલીસની ટીમ પણ પહોંચી ગઈ છે. કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે. આ પણ વાંચો : કચ્છના નખત્રાણામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, સુરત જેવી જ મોડસ ઓપરેન્ડી, 8 લોકોની અટકાયત નખત્રાણાની ઘટનામાં સગીરોનો ઉપયોગ ઉલ્લેખનીય છે કે, કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગઈકાલે ગણેશ મંડપ પર પથ્થમારો થયો હતો, જેમાં પોલીસે ચાર સગ

શું ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન તોડશે NCP? મહારાષ્ટ્રમાં ફરી અટકળો તેજ, આ 5 કારણો જવાબદાર

Image
Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્રમાં આ વર્ષના એન્ડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને ચૂંટણીની જાહેરાત પહેલા સત્તાધારી મહાયુતિના ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની પ્રક્રિયા હવે ઝડપી બની છે. ગૃહમંત્રી અમિત શાહે હાલમાં જ ભારતીય જનતા પાર્ટી (BJP) અને સહયોગી પક્ષોના અગ્રણી નેતાઓ સાથે બેઠકની વહેંચણી અને વિધાનસભા ચૂંટણી માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. અમિત શાહે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને સન્માનજનક સંખ્યામાં બેઠકો આપવાની ખાતરી આપી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અજિત પવારના સૂર બદલાયેલા જોવા મળી રહ્યા છે.  મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાની ઘટનાને લઈને જાહેરમાં માફી માંગનાર પહેલા મહાયુતિ નેતા હતા.  તેમણે બહેન સુપ્રિયા સુલે સામે તેની પત્નીને મેદાનમાં ઉતારવાની ભૂલ ગણાવીને માફી પણ માંગી છે અને કહ્યું છે કે પરિવાર અને રાજકારણને અલગ રાખવું જોઈએ. હવે તાજેતરનો મુદ્દો પરિવાર તોડવાનો છે. અજિત પવારે કહ્યું કે, ગઢચિરોલીમાં જન-સમ્માન રેલીને સંબોધન કરતાં કહ્યું કે, સમા

ભાજપના દિગ્ગજ નેતાના પુત્રની ઓડી કારે અનેક વાહનોને ટક્કર મારી, બે કારસવારની ધરપકડ

Image
Marashtra News: મહારાષ્ટ્રના નાગપુરમાંથી સોમવારે (9 સપ્ટેમ્બર) ભાજપના પ્રદેશ અધ્યક્ષના પુત્રની ઓડી કારે અનેક વાહનોને ટક્કર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પોલીસે કારના ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. ઘટના અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોપીઓ દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યા હતા.  શું છે સમગ્ર ઘટના? પોલીસ અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષના પુત્ર સંકેતની ઓડી કારે આ કેસના ફરિયાદી જિતેન્દ્ર સોનકામ્બલેની કારને ટક્કર મારી હતી. જે દરમિયાન તેમની સાથે મુસાફરી કરી રહેલા બે યુવકોને ઈજા થઈ હતી. આ પછી માનકપુર વિસ્તારમાં કારે અન્ય કેટલાક વાહનોને પણ ટક્કર મારી હતી. જે પછી લોકોએ નેતાના પુત્રની કારને પીછો કરી તેને અટકાવી હતી. પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે ઘટના બાદ ભાજપ નેતાના પુત્ર સંકેત સહિત તેમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા. કાર ચાલક સહિત અન્ય એક પકડાયો જો કે, લોકોએ કારના ડ્રાઈવર અર્જુન હાવરે અને અન્ય વ્યક્તિ રોનિત ચિત્તમવારને પકડી લીધા હતા અને તેમને તપાસ માટે પોલીસને સોંપ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે

ભારતમાં મંકીપૉક્સ વાયરસની એન્ટ્રી, શંકાસ્પદ દર્દી પોઝિટિવ હોવાનું સામે આવતા કેન્દ્ર સરકાર એલર્ટ

Image
Monkeypox Cases In India : મંકીપોક્સના કેસને લઈ વિશ્વભરમાં ચિંતા ફેલાઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પણ તમામ દેશોને સાવચેત કરી ચુકી છે, ત્યારે હવે ભારતમાં પણ મંકીપોક્સ વાયરસની એન્ટ્રી થતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. મળતા અહેવાલો મુજબ થોડા દિવસો પહેલા વિદેશમાંથી આવેલ શંકાસ્પદ દર્દી પોઝિટિ હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલ દર્દી પોઝિટિવ હોવાની પુષ્ટી આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ‘ભારતમાં મંકીપોક્સનો એક કેસ સામે આવ્યો છે, જોકે આ મામલો ડબલ્યુએચઓએ જાહેર કરેલા હેલ્થ ઈમરજન્સીનો ભાગ નથી. થોડા દિવસો પહેલા વિદેશથી આવેલો વ્યક્તિ શંકાસ્પદ હોવાનું સામે આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના સેમ્પલોની તપાસ કરવામાં આવી હતી, જેમાં તે મંકીપોક્સથી પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ છે.’ આ પણ વાંચો : ચંદ્ર પર બનાવાશે પરમાણુ પાવર પ્લાન્ટ! રશિયા, ભારત અને ચીન રચશે ઈતિહાસ, જાણો પ્રોજેક્ટની વિશેષતા મંકીપોક્સ અંગે WHOએ પણ ચિંતા વ્યક્ત કરી હતી આ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે એક એડવાઈજારી કરી હતી, જેમાં વાયરલ ઈન્ફેક્સનું ઝડપથી સ્ક્રીનિંગ કરવા તેમજ સ્થિતિ પર નજર ર

વડોદરામાં ગણેશજીની પ્રતિમાની ઉપર ઘનશ્યામ મહારાજની પ્રતિમા સ્થાપિત કરાતા વિવાદ, આયોજકોને ચિમકી

Image
વડોદરા :  શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે દરમિયાન હરણી રોડ ઉપર મીરા ચાર રસ્તા પાસે હિરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત શ્રીજીની પ્રતિમાના કારણે વિવાદ ઊભો થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ઘનશ્યામ સ્વામીને ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાની ઉપર સ્થાપિત કરવામાં આવ્યા હોવાથી સનાતની હિન્દુઓની લાગણી દુભાઇ હોવાના આક્ષેપ નાથ સંપ્રદાયના મહંત શ્રી જ્યોર્તિનાથે કર્યો છે અને આયોજકો સામે કાર્યવાહીની ચિમકી ઉચ્ચારી છે. હરણી રોડ પર હિરાનગર ટ્રસ્ટના શ્રીજી પંડાલમાં સ્થાપિત મૂર્તિના કારણે વિવાદ સર્જાયો છે જ્યોર્તિનાથજીનું કહેવું છે કે 'સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી દેવતાઓના અપમાન કરવાની અગાઉ પણ ઘટનાઓ બની હતી અને ગંભીર વિવાદો થયા હતા. સાળંગપુરમાં હનુમાનજીને ઘનશ્યામ સ્વામીની સેવામાં હોય તેવા દર્શાવવામા આવ્યા હતા જે બાદ આખા દેશમાં આ પ્રશ્ને વિવાદ થતાં સાળંગપુર મંદિરના સ્વામીઓએ આખરે તે વિવાદાસ્પદ ભીંત ચીત્ર હટાવી લીધુ હતું.  આવી ઘટનાઓ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી બનતી જ રહે છે. હિરાનગર ટ્રસ્ટ દ્વારા સ્થાપિત શ્રીજીની પ્રતિમાને જોઇને જ લાગે કે આ પ્રતિમા ગણેશજીને નીચા બતાવવા

હરિયાણા વિધાનસભા માટે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી, જુઓ કોને આપી ટિકિટ

Image
Congress 2nd List: કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ તેની બીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા બ્રિજેન્દ્ર સિંહને જનનાયક જનતા પાર્ટીના વડા દુષ્યંત ચૌટાલા સામે ઉચાણાથી મેદાનમાં ઉતારવામાં છે. આ ઉપરાંત તોશામથી અનિરુદ્ધ ચૌધરી, મહેમથી બલરામ ડાંગી, બાદશાહપુરથી વર્ધન યાદવ, ગુરુગ્રામથી મોહિત ગ્રોવર, નાંગલ ચૌધરીથી મંજુ ચૌધરી, તોહાનાથી પરમવી સિંહ, ગન્નોરથી કુલદીપ શર્મા અને થાનેસરથી અશોક અરોરાને ટિકિટ આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 40 ઉમેદવાર ઉતાર્યા આ પહેલા કોંગ્રેસે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જે મુજબ વિનેશ ફોગાટ જુલાના બેઠક પરથી ઝંપલાવશે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ગઢી સાંપલા-કિલોઈ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે કોંગ્રેસે અત્યાર સુધી કુલ 40 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન થવાની આશા હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન અંગે ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી હોવા છતાં હજુ સુધી કોઇ નિર્ણય

બેંકોનું 27000 કરોડનું ફુલેકું ફેરવનાર એમ્ટેક ગ્રૂપ સામે મોટી કાર્યવાહી, 5000 કરોડની સંપત્તિ જપ્ત

Image
- દેશભરમાં ચર્ચા જગાવનારા કૌભાંડમાં ઇડીની કાર્યવાહી - કંપનીના પ્રમોટરે 500થી પણ વધુ શેલ કંપનીઓના જટિલ જાળા દ્વારા લક્ઝુરિયસ વિલા સહિતની સંપત્તિઓમાં રોકાણ કર્યું હતું નવી દિલ્હી : નાદારી નોંધાવનારા ઓટોમોટિવ ગુ્રપ એમ્ટેક સામે બેન્ક છેતરપિંડીના કેસમાં એન્ટી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેની કૃષિ અને ઇન્ડસ્ટ્રીયલ જમીનની સાથે રુ. ૫,૦૦૦ કરોડથી વધુની રકમના શેર અને ડિબેન્ચર જપ્ત કરવામાં આવ્યા છે, એમ ઇડીએ શનિવારે જણાવ્યું હતું. ઇડીએ એમ્ટેક ગુ્રપના પ્રમોટર અરવિંદ ધામની જુલાઈમાં ધરપકડ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.  હાલમાં એમ્ટેક કંપની લિક્વિડેશન હેઠળ છે. ઇડીએ કંપની અને તેના પ્રમોટરો સામે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળની વિવિધ જોગવાઈઓ મુજબ કેસ નોંધ્યો છે. સીબીઆઈની એફઆઇઆરમાંથી સુધ લઈને સુપ્રીમ કોર્ટે આ કેસમાં ફેબુ્રઆરીમાં તપાસ કરવાના જારી કરેલા નિર્દેશો મુજબ કેસ નોંધ્યો હતો. આઇડીબીઆઈ બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રે આરોપી સામે બેન્ક ધિરાણના નાણા ગેરકાયદેસર રીતે બીજે વાળવાના અને તેના લીધે બેન્કને નુકસાન થવાનો કેસ નોંધ્યો છે.એમટેક ગુ્રપે બેન્કો સાથે લગભગ રુ. ૨૭,૦૦૦ કરોડની છેતરપિ

કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો માર્યા ગયા: 25 વર્ષ બાદ પાકિસ્તાનની કબૂલાત

Image
Pakistan Army Chief Says About Involvement Kargil War : પાકિસ્તાનની સેનાએ પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, 1999ના કારગિલ યુદ્ધમાં તેમની સંડોવણી હતી. જેમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. ગત શુક્રવારે (6 સપ્ટેમ્બર) સંરક્ષણ દિવસના અવસર પર પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કારગીલમાં પાકિસ્તાન આર્મીના જવાનોના મૃત્યુની વાત સ્વીકારી હતી. આ પહેલા ક્યારેય સ્વીકારવામાં આવ્યું ન હતું. 1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનની સંડોવણી  પરંતુ, અત્યાર સુધી પાકિસ્તાનના કોઈપણ આર્મી ચીફ, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ શાહિદ અઝીઝ અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનની સંડોવણી હોવાનું સ્વીકાર્યુ હતું. આ સિવાય 1999ના કારગિલ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ રહેલા જનરલ પરવેઝ મુશર્રફ પોતે ઘણી વખત આ વાત સ્વીકારી ચૂક્યા છે. આ પણ વાંચો :  'ભાજપમાં જ જોડાઈ જવાય ને!', કાકા મહાવીર ફોગાટે જ વિનેશ ફોગાટ પર સાધ્યું નિશાન છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું જનરલ મુનીરે કહ્યું કે, 'પાકિસ્તાન બહાદુરોનો સમુદાય છે, જે સ્વતંત્રતાનો મહત્ત્વ અને તેની કિં

VIDEO: હાથરસમાં ભયાનક અકસ્માત, 30 મુસાફરો ભરેલો ટેમ્પો બસ સાથે અથડાયો, 15 મોત, મૃત્યુઆંક વધવાની સંભાવના

Image
Road Accident In Hathras : ઉત્તર પ્રદેશના હાથરસમાં શુક્રવારે સાંજે ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં 30 મુસાફરોને લઈ જઈ રહેલો લોડર ટેમ્પો અને બર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે મૃત્યુઆંક વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનામાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા છે. ટેમ્પામાં બેઠેલા તમામ મુસાફરો 13મીમાં ગયા હતા મળતા અહેવાલો મુજબ લોડર ટેમ્પોમાં લગભગ 30 લોકો સવાર હતા. આ તમામ મુસાફરો મુકુંદ ખેડીમાં તેરમામાં ગયા હતા અને ત્યાંથી ખંદૌલીના સેવલા ગામમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આગરા-અલીગઢ બાઈપાસ પાસેના મીતઈ ગાંવ પાસે અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. ઈજાગ્રસ્તોમાં ચારની હાલત ગંભીર પોલીસ અધીક્ષક નિપુલ અગ્રવાલે કહ્યું કે, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો સાસનીથી ખંદૌલી આવી રહ્યા હતા. હાલ ડ્રાઈવરની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈજાગ્રસ્તોમાં ચારની સ્થિતિ ગંભીર છે અને તેઓને હાયર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને સંવ

ટીબીના દર્દીઓ માટે રાહતના સમાચાર! સરકારે ચાર નવી દવાને આપી મંજૂરી, ઓછા સમયમાં થઈ શકશે સારવાર

Image
New BPALM Regimen For Treatment Of TB : ટીબી(Tuberculosis)ના દર્દીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. એક દાવા અનુસાર વર્ષ 2025 સુધીમાં ટીબીના દર્દીઓમાં રિકવરી રેટમાં સુધારો થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટીબીને રોકવા માટે વધુ સારી સારવાર મળી રહે તે માટે નવી અને ટૂંકી સારવારને મંજૂરી આપી છે. અગાઉની સારવાર પ્રક્રિયા કરતાં વધુ સુરક્ષિત સરકારી આંકડા અનુસાર દેશમાં હાલ 75,000 ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીના દર્દીઓ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ (NTEP) હેઠળ મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (MDR-TB) સામે નવી અને અસરકારક સારવાર માટેની BPALM પદ્ધતિને મંજૂરી આપી છે. BPALM પદ્ધતિમાં ચાર દવાઓનું મિશ્રણ હોય છે. મંત્રાલયના કહ્યા અનુસાર બેડાક્વિલિન, પ્રીટોમેનિડ, લાઇનઝોલિડ અને મોક્સીફ્લોક્સાસીન અગાઉની MDR-TB સારવાર પ્રક્રિયા કરતાં વધુ સુરક્ષિત, વધુ અસરકારક અને ઝડપી સારવાર પૂરી પાડશે. જે ટીબીની ઝડપથી અને અસરકારક સારવાર કરવામાં મદદ કરશે. માત્ર 6 મહિનામાં જ સારવાર થઇ શકશે  ભારતમાં અત્યાર સુધીમાં ટીબીના દર્દીઓનો સંપૂર્ણ કોર્સ લગભગ 20 મહિનાનો છે. હવે નવી પદ્ધત

અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ અંગે મોટા સમાચાર, 10થી 12 દિવસમાં તોડી પાડવાની તૈયારી

Image
Ahmedabad Hatkeshwar Flyover Bridge : અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC)ના ભ્રષ્ટાચારનું પ્રતિક બનેલા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજ ત્રણ વર્ષથી વાહન વ્યવહાર માટે બંધ છે, ત્યારે હવે આ બ્રિજને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મળતા અહેવાલો મુજબ આ બ્રિજને 10થી 12 દિવસમાં તોડી પાડવાની કામગીરી હાથ ધરવાની વાત સામે આવી છે. હાટકેશ્વર બ્રિજ 10થી 12 દિવસમાં તોડી પાડવાની ચર્ચા 40 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે, ત્યારે હવે તેને 10થી 12 દિવસમાં તોડી પાડવાની વાત સામે આવી છે. બ્રિજ માટે સતત ત્રણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જોકે આ ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળતા મળ્યા બાદ ચોથી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને છેવટે તેમાં સફળતા મળી છે. બ્રિજને તોડી નવો બનવવા માટે ચોથી વાર બહાર પાડવામાં આવેલું ટેન્ડર સિંગલ બિડર દ્વારા ભરાયું હતું. રાજસ્થાનની વિષ્ણુ પ્રસાદ આર.તંગાલિયા દ્વારા બીડ કરાયું હતું. આ પણ વાંચો : સ્ટેટ મોનીટરીંગ સેલ દિપક ઠક્કરની મિલકતો અંગે ઇડીમાં રિપોર્ટ કરશે હાટકેશ્વર બ્રિજનું ટુંક સમયમાં નિરાકરણ આવશે : દેવાંગ દાણી

PM મોદી, રાહુલ ગાંધી કે અખિલેશ? લોકસભા ચૂંટણીમાં કયા નેતાએ કેટલો ખર્ચ કર્યો, જુઓ ચૂંટણી પંચનો રિપોર્ટ

Image
All Party Campaign Expenses in Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી-2024માં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી (PM Narendra Modi), કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી (Rahul Gandhi), સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અખિલેશ યાદવ (Akhilesh Yadav) સહિતના ઉમેદવારો પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો, તે અંગેની વિગતો સામે આવી છે. મળતા અહેવાલો મુજબ વિવિધ પક્ષોએ ચૂંટણીમાં ઉમેદવારો પર કરેલા ખર્ચની વિગતો ચૂંટણી પંચને સોંપી છે. અત્યાર સુધીમાં ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (SP), તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કેટલાક અન્ય પક્ષોએ પોતાના ચૂંટણી ખર્ચની વિગતો જાહેર કરી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી વિગતો દર્શાવે છે કે, તમામ પક્ષોએ પોતાના મુખ્ય ઉમેદવારના પ્રચાર માટે કેટલી રકમ ખર્ચ કરી. તો જોઈએ કયા પક્ષોએ પોતાના મુખ્ય ઉમેદવાર માટે કેટલીક રકમ ખર્ચ કરી? કોંગ્રેસે રાહુલ ગાંધીના પ્રચાર માટે કેટલો ખર્ચ કર્યો? કોંગ્રેસે (Congress) રાહુલ ગાંધીના પ્રચાર માટે વાયનાડ લોકસભા બેઠક માટે 70 લાખ રૂપિયા અને રાયબરેલી બેઠક માટે 70 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. આમ પાર્ટીએ રાહુલ ગાંધીના પ્રચાર માટે કુલ એક કરોડ 40 રૂપિયા ખર્ચ કર્યા છે. કોંગ