બે પ્રતિભા 'દો જિસ્મ મગર એક જાન હૈં હમ'ની જેમ એક થઇ
પંજાબથી વાયા હૈદરાબાદ થઇને મુંબઇ આવેલા શંકર રઘુવંશીની વાત આગલા એપિસોડ (૧૫-૦૨-૧૯)માં કરી. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના સૂરત નજીક કોસંબા વાગરા ગામમાં જન્મીને નવસારી પાસેના ( એ સમયના ) સાવ ખોબા જેવડા વાંસદા ગામમાં ઊછરેલો જયકિસન ગામડાના સંગીત શિક્ષક પાસે સંગીતનાં કક્કો-બારાખડી શીખ્યો. પણ એનો સંગીતનો પાયો એટલો તો પાક્કો કે યુગસર્જક સંગીતકાર બની રહ્યો. કિશોરાવસ્થામાં ગામમાં અને આસપાસના વિસ્તારોમાં નાનાં મોટાં કામ કરી જોયાં. પરંતુ ભીતર રહેલો 'કાનસેન' એને સખણો બેસવા ન દે. અંતે નસીબ અજમાવવા મુંબઇ આવ્યો. કુદરતે શંકર સાથે કેવી મસ્ત રીતે એનો ભેટો કરાવી દીધો ! નાટયકાર-ફિલ્મ સર્જક ચંદ્રવદન ભટ્ટને ત્યાં કામની તલાશમાં આ બંને જણ જતા-આવતા. એકવાર અકસ્માતે એકમેકને ભટકાઇ ગયા. જનમોજનમનો સહવાસ હોય એમ તરત બંનેના મન મળી ગયા. શંકરે જયકિસનને પણ પૃથ્વી થિયેટર સાથે જોડી દીધો. રામ ગાંગુલી સાથે કામ કરતા હતા ત્યારે રાજ કપૂરે આ બંનેનું હીર પારખ્યું અને 'બરસાત'માં સ્વતંત્ર સંગીતકાર તરીકે તક આપી. રાતોરાત નસીબનું ચક્ર ફર્યું અને એક નવા સંગીત યુગનો આરંભ થયો. ગીતની ભાષામાં કહીએ તો 'દો જિસ્મ મગર એક જા