અમારી પાસે આતંકી કેમ્પ ઉડાવવાના પાક્કા પુરાવા છે


નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરુવાર

બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા એરસ્ટ્રાઇક બાદ આજે પહેલીવાર સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ મીડિયા સમક્ષ આવ્યા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નૌસેનાના અધિકારીએ કહ્યું કે, 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની વિમાન ભારતીય સરહદમાં ઘુસી આવ્યા હતા અને ભારતીય સૈન્યના કેમ્પોને નિશાને લેવાનો પ્રયત્ન કર્યો હતો. અમે તેના F-16ને પછાડ્યું.

સેનાના અધિકારીઓએ આગળ કહ્યું કે, પાકિસ્તાને ભારતના વિમાનને પછાડવાનો ખોટો દાવો કર્યો છે. જ્યાં સુધી ભારત દ્વારા પાકિસ્તાનના F-16ને માત આપવાની વાત છે, તો અમારી પાસે તેના પુરાવા છે. જે અમે તમારી સામે રજૂ કર્યાં છે.

પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાના અધિકારીએ જણાવ્યું કે, તણાવ પાકિસ્તાન તરફથી વધારવામાં આવ્યો છે, દુશ્મન જો ઉશ્કેરશે તો ભારત કોઇ પણ સ્થિતીમાં પહોંચી વળવા માટે તૈયાર છે. યાંત્રિકૃત બળ તૈયાર રાખવામાં આવ્યું છે, સૈનિક કોઇ પણ સુરક્ષાના પડકારને પહોંચી વળવા તૈયાર છે.

નૌસેનાના અધિકારીએ કહ્યું કે, તેઓ સમુદ્રમાં પાકિસ્તાનના કોઇ પણ દુસ્સાહસને પહોંચી વળવાની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યું છે. જ્યારે બાલાકોટમાં એરસ્ટ્રાઇક અંગે જણાવ્યું કે, સરકાર જ્યારે ઇચ્છશે કેમ્પ ઉડાવવાના પુરાવા દેખાડશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો