Video: પાકિસ્તાની સેનાએ ઇન્ડિયન એર ફોર્સના પાયલોટની પુછપરછ કરી
નવી દિલ્હી, તા. 27 ફેબ્રુઆરી 2019, બુધવાર
જમ્મુ-કાશ્મીરના પુલવામા 14મી ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલા બાદ 26મી જાન્યુઆરીએ ભારતીય એર ફોર્સે દિલધડક રીતે પાકિસ્તાનમાં ઘૂસી 350 આતંકવાદીઓને ફૂંકી માર્યા હતા.
ભારતીય એર ફોર્સની કાર્યવાહીથી ગભરાયેલું પાકિસ્તાને 27મી રાતે ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય એર ફોર્સે જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાની વિમાન સુખોઇને ઉડાવી નાખ્યું હતું. જોકે, જવાબી કાર્યવાહીમાં ભારતીય એર ફોર્સનું મીગ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું અને એક પાયલોટ લાપતા થઇ ગયો હતો.
દરમિયાન આજે પાકિસ્તાની સેનાએ એક વિડિયો બાહર પાડી જાહેર કર્યું કે ભારતીય એર ફોર્સનો પાયલોટની તેમને ધરપકડ કરી છે. આજે સોશિયલ મીડિયામાં ત્રણ વિડિયો વાયરલ થયા છે જેમાં સૈન્યના કપડા પહેરેલો એક જવાન જોવા મળે છે પોતે ઇન્ડિયન એર ફોર્સમાં છે અને પોતાનું નામ (અભિનંદન), પોતાનો સર્વિસ નંબર (27981) અને પોતાનો હોદ્દો (વિંગ કમાન્ડર) જણાવે છે.
જોકે, ઇન્ડિયન એર ફોર્સ અને સરકારે પાકિસ્તાની સેના દ્વારા ધરપકડ કરવામાં આવેલા જવાન ભારતનો છે કે નહીં તે અંગે કંઇ કહ્યું નથી પણ ગઇ કાલે રાતે પાકિસ્તાની ફાઇટર પ્લેનની ઘૂસણખોરી દરમિયાન ભારતીય એર ફોર્સનું એક વિમાન ક્રેશ થયું હોવાનું એક પાયલોટ લાપતા થયો છે એમ કહ્યું હતું.
Comments
Post a Comment