ભારતે ઇંટનો જવાબ પથ્થરથી આપ્યોઃ પાક.નું એફ-16 વિમાન તોડી પાડયું

નવી દિલ્હી, તા.27 ફેબ્રુઆરી 2019,બુધવાર

પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં ઘુસીને હવાઇ હુમલા કર્યા હતા. જેના પગલે આજે પાકિસ્તાન એરફોર્સના વિમાનો ભારતીય સરહદમાં ઘુસ્યા હતા અને ચોકીઓ તેમજ સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા.

જોકે ભારતીય સૈન્યએ પણ વળતો જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનની આ ઘુસણખોરી નિષ્ફળ બનાવી દીધી હતી. પાકિસ્તાનના આ વિમાનોમાંથી એકને ભારતીય એરફોર્સે સફળતા પૂર્વક તોડી પાડયું હતું.  જોકે આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનમાં ભારતનું મિગ વિમાન તુટી પડયું છે.

આ વિમાનના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનની પાકિસ્તાન સૈન્યએ ધરપકડ કરી લીધી છે. દરમિયાન પાકિસ્તાન સૈન્યએ ભારતીય પાયલટ અભિનંદનની સાથે બર્બરતા પૂર્વક મારપીટ કરી હતી અને તેનું માથુ ફોડી નાખ્યું હતું, જેના વીડિયો અને તસવીરો વાઇરલ થઇ રહ્યા છે.

ભારત સરકારે પણ જણાવ્યું હતું કે ભારતીય પાયલટ અભિનંદન પાકિસ્તાનની કસ્ટડીમાં જ છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર હવે સરકાર પર દબાણ વધ્યું હતું અને માગ ઉઠી રહી છે કે યુદ્ધ છોડો અને પાયલટ અભિનંદનને ભારત પરત લાવો. 

પાકિસ્તાને પણ એક વીડિયો જારી કરીને જણાવ્યું છે કે અમે ભારતના બે મિગ વિમાનને તોડી પાડયા છે, સાથે એક ભારતીય પાયલટની અમે ધરપકડ કરી લીધી છે. પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં ઘુસીને હવાઇ હુમલા કર્યા હતા, જેનો બદલો લેવા માટે પાકિસ્તાને ચીમકી આપી હતી.

દરમિયાન પાકિસ્તાને પણ ભારતીય સૈન્યના મથકો પર હવાઇ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ભારતીય એરફોર્સ અને સૈન્યએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. જોકે આ દરમિયાન ભારતે પોતાના મીગ વિમાનને ગૂમાવ્યું છે, સાથે પાયલટ અભિનંદન પાકિસ્તાનના કબજામાં છે. સરહદે હાલ તંગદીલી વધી ગઇ છે.

પાકિસ્તાને દાવો કર્યો છે કે અમારી પાસે જે ભારતીય પાયલટ કસ્ટડીમાં છે તેનું નામ અભિનંદન છે અને તે ઇન્ડિયન એરફોર્સમાં વિંગ કમાન્ડર છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે બે ભારતીય મીગ વિમાનોએ સરહદ પાર કરી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અમે આ બન્ને વિમાનનો તોડી પાડયા છે. જ્યારે એક ભારતીય પાયલટ અભિનંદનની અમે ધરપકડ કરી લીધી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો