દિલ્હીની વાતઃઆગામી લોકસભા માટે મોદીની રાજકીય ચાલ


આગામી લોકસભા માટે મોદીની રાજકીય ચાલ

નવી દિલ્હી,તા.27 ફેબ્રુઆરી 2019, બુધવાર

લોકસભાની ચૂંટણીને ૪૯ દિવસો બાકી રહેતાં રાષ્ટ્રીય પાટનગરની સત્તાની ગલીઓઓમાં એવું ચર્ચાય છે કે મોદીએ આગામી લોકસભા માટેની વાર્તી લખી કાઢી છે. બદલાતા જતાં રાજકીય સમીકરણોમાં તેની આ પ્રમાણે અસર થશે. તેઓ કહે છે કે 'મોદી નિર્ણાયક અને તાકતવાન  નેતા છે જેની પર ભરોસો મૂકી શકાય છે. તેઓ એક રાષ્ટ્રીય પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે જે દેશના હિતોની રક્ષા કરી શકે છે.

વિરોધ પક્ષો માટે મોટો પડકાર

લોકસભાની ચૂંટણીના પરિણામો કહેશે કે મોદીની વાર્તા કામ આવી કે નહીં. તો પણ વિરોધ પક્ષો માટે આ ચૂંટણી એક મોટો પડકાર તો છે જ. પુલવામા પછી એકશન લેવા માટે સમગ્ર દેશમાં જબરજસ્ત આક્રોશ હતો. તેમણે એરફોર્સની પ્રશંસા કરી હતી. પણ બિન ભાજપ પક્ષો પોતે ફસાઇ ગયા હોય એવું લાગે છે. તેઓ સરકારની ટીકા કરી શકતા નથી કે પ્રશંસા પણ કરી શકતા નથી.ભાજપ વાળા મોદીને યશ આપશે તો વિરોધ પક્ષો હુમલાનું રાજકારણ કરવાનો આક્ષેપ કરશે.

દેર આયે દુરસ્ત આયે

૨૦૦૮માં ૨૬-૧૧ હુમલા પછી તત્કાળ વિંગ કમાન્ડર મોહન્તો પેનિંગ મિરાજ ૨૦૦૦  અને સુખોય-૩૦ સ્કવડ્રનનું નેતૃત્વ કરી મુઝફફરાબાદ પર હુમલો કરવા તૈયાર હતા.  પેનિંગને આનંદ છે કે અંતે પાક.ના આતંકી અડ્ડાઓ પર હુમલો કર્યો જ. હાલમાં નિવૃત્ત જીવન ગાળતા પેનિંગે એક પુસ્તકમાં લખ્યું હતું ' અમે ૨૦૦૮માં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના મુઝફફરાબાદમાં હુમલો કરવાની તૈયારીમાં હતા. પરંતુ સરકારે નિર્ણય કર્યો નહતો. દેર આયે દૂરસ્ત આયે.

હવાઇ હુમલામાં નવું શું છે?

પહેલી જ વાર એવું બન્યુ છે કે એક પરમાણુ શક્તિ ધરાવતા દેશે અન્ય પરમાણું ધરાવતા દેશ પર હવાઇ હુમલો કર્યો હતો. માત્ર પાકિસ્તાનના કબજો હેઠળના કાશ્મીરમાં જ નહી બલકે બિન વિવાદાસ્પદ વિસ્તારમાં પણ હુમલો કરાયો હતો. ૧૯૭૧ના યુધ્ધ પછી પહેલી જ વાર એવું બન્યું હતું. ૨૦૧૬ની સર્જીકલ સ્ટ્રાઇકથી વિપરિત આ વખતના હુમલામાં આતંકીઓના લોંચપેડને જ નિશાન બનાવવામાં આવ્યા ન હતા, બલકે તેમના અડ્ડાઓ અને પ્રશિક્ષણ શિબિરો પર પણ હુમલા કર્યા હતા. ચોક્કસ આંકડો તો ખબર નથી, પણ ટુંક સમયમાં ખબર પડી જશે.

માત્ર હવાઇ હુમલાથી આતંકવાદ નહીં મટે

નિષ્ણાતો કહે છે કે  માત્ર હવાઇ હુમલાથી પાકિસ્તાન પ્રાયોજીત આંતકવાદ નહીં મટે.બલકે પાકિસ્તાનની લાંબાગાળાની ઉપખંડની યુધ્ધ ટેકનિકમાં ઘા કરવો પડશે. ભારતે આતંકવાદ પર ઘા કરવાનું ચાલુ જ રાખવું પડશે.ચૂંટણી નજીક હોય કે ના હોય, પરંતુ પાક. પર આર્થિક પ્રહારો કરવા જ પડશે.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે