જાણો કેવો વર્તાવ થાય છે દુશ્મન દેશમાં યુદ્ધકેદી સાથે
નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરુવાર
ભારતીય વાયુસેનાના એક પાયલોટ પાકિસ્તાનના કબજામાં છે. તમામ દેશવાસીઓ પાયલોટની સુરક્ષાની કામના કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર સમર્થન ઊભું થઇ રહ્યું છે. જોકે દરેકના મનમાં એ સવાલ થતો હશે કે દુશ્મન દેશમાં યુદ્ધકેદી સાથે કેવો વર્તાવ કરવામાં આવે છે?
ભારતીય વાયુસેનાના પાયલોટને પાકિસ્તાન ધારે તો પણ હાથ લગાવી શકે એમ નથી. એનું કારણ છે ઇન્ટરનેશનલ પ્રોટોકોલ. નિયમો અનુસાર કોઇ દેશનો સૈનિક જો દુશ્મન દેશમાં બંદી બનાવી લેવામાં આવે તો એ પછી ઇન્ટરનેશનલ પ્રોટોકોલ લાગુ થઇ જાય છે. યુદ્ધકેદી (Prisoner of War)ના અધિકારોને જાળવી રાખવા માટે જીનિવા કન્વેન્શન અમલમાં આવ્યું હતું. આ કન્વેન્શનનો હેતુ યુ્દ્ધ સમયે માનવીય મૂલ્યોને જાળવી રાખવા માટે કાયદા તૈયાર કરવાનો છે.
જીનિવા કન્વેન્શન અનુસાર યુદ્ધકેદી સાથે વર્તણૂક કરવા અંગેના કેટલાંક નિયમો છે:
- યુદ્ધ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા યુદ્ધકેદીની યોગ્ય સારવાર કરવી જોઇએ.
- યુદ્ધકેદી સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર ન થવો જોઇએ.
- યુદ્ધકેદી સાથે કોઇ પણ પ્રકારનો ભેદભાવ ન થવો જોઇએ.
- સૈનિકોને કાનૂની સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે.
- યુદ્ધકેદીઓને ડરાવી કે ધમકાવી શકાય નહીં.
- યુદ્ધકેદીને અપમાનિત ન કરી શકાય.
- યુદ્ધકેદી પર કેસ ચલાવી શકાય.
- યુદ્ધ બાદ યુદ્ધકેદીઓને તેમના દેશ પરત મોકલવા પડે છે.
- સંધિ અંતર્ગત યુદ્ધકેદીને ખાવાપીવાની તેમજ જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ આપવી પડે છે.
- યુદ્ધકેદીઓને માત્ર તેમના નામ, સૈન્ય પદ, નંબર અને યૂનિટ વિશે પૂછી શકાય છે.
Comments
Post a Comment