ભારતની પડખે ઊભા રહ્યાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સઃ UNમાં મસૂદ અઝહર વિરુદ્ધ ઠરાવ લાવ્યા
નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરુવાર
પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લેનારા જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે દુનિયાના મોટા દેશો આગળ આવ્યાં છે. આ દેશોમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે જેમણે પ્રસ્તાવ રજૂ કર્યો કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ આ આતંકવાદી સંગઠનને બ્લેક લિસ્ટ કરે.
અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે 15 સભ્યોની બનેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતીને મૌલાના મસૂદ અઝહર પર દરેક પ્રકારનો પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આકા મૌલાના મસૂદ અઝહર પર હથિયારોના વેપાર અને વૈશ્વિક મુસાફરી સાથે જોડાયેલા પ્રતિબંધો લગાવીને તેની સંપત્તિ ફ્રીઝ કરી દેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી છે. ભારતના આ પગલાના ટેકામાં પણ ઘણાં દેશો આવ્યાં છે.
Comments
Post a Comment